અમરેલી
Amreli News: શહેરમાં ફાયરસેફ્ટીને લઈ તંત્રની કડક કાર્યવાહી, જુઓ Video
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ વહીવટી તંત્ર દ્વારા રાજ્યના તમામ શહેરોમાં તંત્ર દ્વારા ફાયર સેફ્ટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ફાયર NOC વગરની કોમર્શિયલ મિલકતોને સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી શહેરમાં જિલ્લા પંચાયત રોડ પર આવેલા સરદાર શોપીંગ સેન્ટરની 300 જેટલી દુકાનો અને ઓફીસો સીલ કરાઈ છે. નગરપાલિકા દ્વારા ફાયર NOC વગરની દુકાનો સીલ કરાતા વેપારીઓ અને દુકાનધારકો પરેશાન થયા છે. દુકાનો સીલ થતા જ વેપારીઓના ધંધા પર ભારે અસર પડી છે. અમરેલીમાં નગરપાલિકા દ્વારા 300 જેટલી દુકાનોને સીલ કરવામાં આવતા વેપારીઓમાં રોષ ફાટી નિકળ્યો છે.