અમરેલી
Amreli News:અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર, જુઓ Video
ગુજરાતમાં અનેક જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં અમરેલી જિલ્લામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોના ગામોમાં હવે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે.
જાફરાબાદના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જાફરાબાદના લોર પીંછડી ફાચરીયા હેમાળ છેલણા જુની જીકદરી ટીંબી સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સવારથી જ અસહ્ય ગરમીને ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સાથે જ આ વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.