અમરેલી

Amreli News: ફાયર NOC વગરની 2 શાળા, સમાજવાડી સીલ


  • અગ્નિકાંડ બાદ અમરેલી ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી
  • જ્ઞાનદીપ વિદ્યાલય, કે. બી. ઝળવડિયા સ્કૂલ, કોળી સમાજવાડી ઝપટે
  • પ્રથમ વખત કોમર્શિયલ સંસ્થાન સિવાયના એકમો સામે કાર્યવાહી

અમરેલીમાં ફાયર NOC વગરની 2 શાળાઓ તેમજ 1 સમાજવાડીને ફાયર વિભાગની ટીમ દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. પ્રથમ વખત જ કોમર્શિયલ કોમ્પ્લેક્સના બદલે અન્ય એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટમાં થયેલા અગ્નિકાંડની ઘટના બાદ અમરેલીમાં ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ અગાઉ કોમર્શિયલ કોમ્પ્લેક્સ તેમજ સિનેમા ઘર મળીને કુલ 6 ઇમારતો સીલ કરી દેવામાં આવી હતી. આજે પણ ફાયર વિભાગની ટીમ દ્વારા અગાઉ વારંવાર નોટિસ આપવા છતાં પણ ફાયર NOC ન મેળવનાર સંસ્થાનો ને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સૌપ્રથમ અમરેલીમાં લીલીયા રોડ પર આવેલી જ્ઞાનદીપ વિદ્યાલય નામની સ્કૂલને ફાયર NOC ના હોવાના કારણે સીલ મારી દેવામાં આવ્યું હતું.

ત્યારબાદ, અમરેલીના ચક્કરગઢ રોડ પર આવેલી કે. બી. ઝાલાવાડીયા સ્કૂલને પણ ફાયર NOCના અભાવે સીલ મારી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલીના ચિત્તલ પર આવેલી તળપદા કોળી સમાજની વાડીમાં પણ ફાયર NOC ન હોવાના કારણે તેને પણ સીલ મારી દેવામાં આવ્યું હતું. આજે આ સિવાય અન્ય એક પણ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ પ્રથમ વખત બે શાળાઓને પણ સીલ કરવામાં આવી છે. ફાયર વાઘ ની ટીમ દ્વારા નિયમિત રીતે આ કામગીરી ચાલુ રાખવામાં આવશે અને ફાયર NOC ન મેળવનાર એકમો ગમે ત્યારે ઝપટે ચડે તેવી શક્યતા છે. આ તમામને ફાયર વિભાગ દ્વારા અગાઉ અનેક વખત નોટિસો આપવામાં આવી છે તેમ છતાં પણ ફાયર NOC મેળવવાની કાર્યવાહી કરવામાં આવી ન હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!