અમરેલી

Amreliમાં MLAએ શોપિંગ સેન્ટરમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ કર્યો


  • લાઠીના ઘારાસભ્ય જનક તળાવીયાની જુગારધામ પર રેડ
  • MLA જનક તળાવીયાના શોપિંગ સેન્ટરમાં ચાલતું હતુ જુગારધામ
  • દામનગરમાં કોમ્પ્યુટરથી ચાલતા જુગારધામ પર પાડી રેડ

અમરેલીમાં MLAના શોપિંગ સેન્ટરમાં ચાલતા જુગારધામનો પર્દાફાશ થયો છે. જેમાં લાઠીના ઘારાસભ્ય જનક તળાવીયાના જુગારધામ પર રેડ પડી છે. MLA જનક તળાવીયાના શોપિંગ સેન્ટરમાં જુગારધામ ચાલતુ હતુ. દામનગરમાં કોમ્પ્યુટરથી ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી છે. જેમાં પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરે જુગારધામ ચાલતુ હતુ.

જુગારધામને લઈ પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા

જુગારધામને લઈ પોલીસ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. જેમાં રેડ કર્યો બાદ દામનગર પોલીસ આવતા અનેક સવાલો ઉઠ્યા છે. અમરેલીમાં દામનગર પોલીસ સ્ટેશન નજીક ચાલતા જુગારધામ પર રેડ કરવામાં આવી છે. જેમાં લાઠી બાબરાના ધારાસભ્ય જનક તલાવિયા શોપિંગ સેન્ટરમાં ચાલતા જુગાર ધામ પર રેડ પાડતા અનેક સવાલો લોકો કરી રહ્યાં છે. પોલીસ સ્ટેશનથી 200 મીટરના અંતરમાં યંત્રનો જુગાર ચાલતો હતો. સ્થાનિક લોકોએ ધારાસભ્ય જનક તળાવીયાને ફરિયાદ કરતા જનક તલાવીયાએ જાતે રેડ પાડી હતી.

 ધારાસભ્ય જનક તળાવિયાએ રેડ પાડી સ્થાનિક પોલીસને બોલાવી

ધારાસભ્ય જનક તળાવિયાએ યંત્રના જુગાર પર રેડ પાડી સ્થાનિક પોલીસને બોલાવી કાર્યવાહી કરાવી હતી. જેમાં પોલીસ સ્ટેશન નજીક ચાલતા યંત્ર જુગારને લઈને પોલીસ કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે મહુધા-ડાકોર રોડની ઉંદરા ફાટક પાસેથી પસાર થતુ શંકાસ્પદ આઈસર ટ્રક નંબર (GJ 38 TA 1551)ને અટકાવ્યું હતું. પોલીસે આઈસર ચાલક અને સાથે બેઠેલા ઈસમોનુ નામઠામ પુછતી હતી. ત્યારે પોલીસે પાછળ તપાસ આદરતા લોકો ગોળ કુંડાળું કરીને જુગાર રમતા નજરે પડ્યા હતા. જે બાદ તમામ લોકોને નીચે ઉતારી કુલ 42 વ્યક્તિઓનું નામઠામની પૂછપરછ કરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!