અમરેલી

Amreliના દેવરાજિયા ગામે સિંહ યુવાન પર હુમલો કરી ભાગી છૂટયો


  • યુવાન બકરા ચરાવવા ગયો ત્યારે સિંહે કર્યો હુમલો
  • ગંભીર હાલતમાં યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો
  • આજુબાજુના વાડી માલિકો દોડી આવતા સિંહ ભાગી છૂટ્યો

અમરેલી તાલુકાના દેવરાજિયા ગામે બકરા ચરાવવા ગયેલ યુવાન ઉપર સિંહે હુમલો કર્યો હોવાની ઘટના બની છે.બકરા ચરાવવા ગયેલા માલધારી યુવાન ઉપર સિંહે હુમલો કરતા તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.બકરાને પાણી પીવડાવી રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી સિંહે હુમલો કર્યો હતો.

હોસ્પિટલમાં ખસેડાયો યુવાનને

સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ આસપાસની વાડીના લોકો ખેતરમાં આવી પહોંચ્યા હતા અને સિંહ નાસી છૂટયો હતો.યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો હતો,તો જે જગ્યા પર આ ઘટના બની તે જગ્યા પર વન વિભાગે પહોંચીને વધુ તપાસ હાથધરી હતી,સિંહ કઈ દિશામાં ગયો તે તેના પગલાના આધારે નક્કી કરાયું હતુ.

એક મહિના પહેલા બની ઘટના

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ પીપાવાવ પોર્ટનો દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર સિંહોને રહેઠાણ માટે અનુકુળ આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. પીપાવાવ પોર્ટના આદ્યોગિક એકમ વિસ્તારમાં અવારનવાર સિંહ પરિવારની લટારના વીડિયો સામે આવી ચૂક્યાં છે. એવામાં પીપાવાવ પોર્ટમાં સિંહે ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો.

20 મે 2024ના રોજ સિંહણે કર્યો હુમલો

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાના રેવન્યુ વિસ્તારમાં અને નવાગામના વાડી વિસ્તારમાં પરિવાર સાથે વિફરેલી સિંહણે આતંક મચાવ્યો હતો. છેલ્લા 48 કલાકમાં 1 માનવ હુમલો અને રેસીડેન્સીયલ કોલોનીમાં ઘૂસી જતા લોકો ભયભીત બન્યા હતા. સિંહ પરિવારનાં આતંકને કારણે ગીર સોમનાથ જીલ્લાનું નવાગામ અને આસપાસનો વિસ્તાર થરથર કાપી રહ્યો છે.આસપાસનાં ગામો પણ આ વિફરેલી સિંહણનાં ભયના ઓથાર તળે જોવા મળે છે. ત્યારે ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે,તાત્કાલિક આ સિંહ પરિવારને વન વિભાગ અહીંથી પકડી અને જંગલમાં મુક્ત કરે. જોકે આ સિંહ પરિવારને પકડવા વન વિભાગની ટીમો બે દિવસથી જહેમત ઉઠાવી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!