અમરેલી

Amreli: વરસાદી માહોલમાં વનરાજની શાહી લટાર


  • અમરેલીમાં વનરાજ સિંહે ચેકડેમ પર મારી લટાર
  • શેત્રુંજી નદીના ડેમ પર સિંહનો વીડિયો વાયરલ
  • છલોછલ ભરેલા ડેમ પર સિંહની શાહી લટાર

અમરેલીમાં વનરાજ એવા સિંહે ચેકડેમ પર લટાર મારી છે. જેમાં શેત્રુંજી નદીના ડેમ પર સિંહનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમા છલોછલ ભરેલા ડેમ પર સિંહની શાહી લટારનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. બન્ને તરફ પાણી અને ચેકડેમ પર ડાલામથ્થા સાવજની મનમોહક રજવાડી ચાલ વીડિયોમાં જોવા મળી છે. સાવરકુંડલાના ફિફાદ નજીકની શેત્રુંજી નદીના ચેકડેમ ઉપર ડાલામથો જોવા મળતા સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

ચેકડેમ પર સિંહની લટારના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા

ચેકડેમ પર સિંહની લટારના અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ફિફાદ નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાં આવેલ ચેકડેમનો વીડિયો હોવાનું અનુમાન છે. અમરેલી અને ગીર પથંક સિંહનું ઘર ગણાય છે અને જાણે તે બાબતની સાબિતી આપતા હોય તેમ અહીં કોઈ ખેતરમાં કે પછી કોઈ સોસાયટીમાં અથવા તો જાહેર રસ્તા ઉપર પણ સિંહ જોવા મળી જતા હોય છે. ગીરમાં સાવજ મુક્ત મને વિહાર કરતા હોય છે ત્યારે અમરેલીમાં સાવજ હાઇ વે પર આવી ગયા હતા તેવા દ્ર્શ્યો સામે અગાઉ સામે આવ્યા હતા. મધરાત્રે હાઇવે ઉપરથી વાહનો પસાર થઈ રહ્યા હતા તે સમયે બે સિંહ પણ હાઇવે ઉપર આવી ચઢયા હતા. સિંહોને આવેલા જોઈને ટ્રચ ચાલક તથા અન્ય વાહનના ડ્રાઇવરે વાહન થંભાવી દીધા હતા અને હાઇવે ઉપરથી વનરાજા એક રાજાની અદાથી પસાર થઈ જતા હતા.

શહેરી વિસ્તારમાં સિંહની અવરજવરથી સ્થાનિકોમાં ફફડાટ

ગીર સોમનાથના ઉનામાં સિંહ પરિવારે છેલ્લા કેટલાક દિવસથી ધામા નાખ્યા હતા. ત્યારે હવે સિંહ પરિવાર ઉના શહેરમાં દ્રોણેશ્વરની બજારો અને ખેતરોમાં પણ ફરતા જોવા મળે છે. સિંહના એવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં 5 સિંહ બિન્દાસ્ત શહેરી વિસ્તારમાં દોડી રહ્યા છે. આ પ્રકારે શહેરી વિસ્તારમાં સિંહની અવરજવરથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!