GUJARAT

પેન્શનરોની હયાતીનું ફોર્મ ઓનલાઈન ભરાશે: AMCની વેબસાઈટ પર તમામ પુરાવા-વિગતો ભરી અને વીડિયો રેકોર્ડ સાથે માહિતી ભરવાની રહેશે – Ahmedabad News

અમદાવાદમાં પેન્શનરોની ફોર્મ ભરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓનલાઇન સુવિધા શરૂ કરવામાં આવી છે. AMC વેબસાઈટ પર પેન્શનરોની હયાતીનું ફોર્મ ભરી શકાશે. પેન્શન એકાઉન્ટ નંબર અને આધાર કાર્ડ નંબર સાથે તમામ વિગતો ભરી અને વીડિયો સાથે માહિતી ભરવાની રહેશે.

.

ઓનલાઈન પ્રક્રિયા માટે શું કરવાનું
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા પેન્શનરોની હયાતીની પ્રક્રિયા માટે ઓનલાઈન https://ahmedabadcity.gov.in વેબસાઈટ પર ઈમ્પોર્ટેડ લીકમાં પેન્શનર હયાતી પર ક્લિક કરવાનું રહેશે. જેમાં આપેલી સૂચના મુજબ પ્રક્રિયા કરવાની રહેશે. સૌ પ્રથમ પેન્શન એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે. (દા.ત. 1/1) ત્યારબાદ આધાર નંબર દાખલ કરવાનો રહેશે. જનરેટ OTP Button પર ક્લિક કરવાથી આધાર કાર્ડમાં link થયેલા મોબાઈલ નંબર પર OTP આવશે. જે Enter કરવાનો રહેશે.

કેવી રીતે ફોર્મ ભરવું
મોબાઈલ પર આવેલો OTP દાખલ કર્યા બાદ SUBMIT BUTTON પર ક્લિક કરવાનું રહેશે, ત્યારબાદ હયાતી આપવા માટેનું FORM OPEN થશે. જેમાં પેન્શનરને લગતી વિગતો જેવી પેન્શનરનું નામ, પ્રકાર, નિવૃત્તિ તારીખ વગેરે ભરવાની રહેશે, ત્યારબાદ હયાતીનો વીડિયો રેકોર્ડ કરવાનો રહેશે. જેમાં હાથમાં પેન્શન કાર્ડ રાખી સ્ટાર્ટ બટન પર ક્લિક કરી વીડિયો રેકોર્ડ કરવાનો રહેશે. સ્ટાર્ટ બટન પર ક્લિક કરતી વખતે કમ્પ્યુટર અથવા મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કરવા પરમિશન માંગશે. તેમાં allow કરવાનું રહેશે, ત્યારબાદ રેકોર્ડિંગમાં 2921 ચાર આંકડાનો નંબર બોલવાનો રહેશે. ત્યારબાદ વેરીફાઈ વિડીયો પર ક્લિક કરી વીડિયો વેરીફાઈ કરવાનો રહેશે અને બાદમાં સ્ટોપ રેકોર્ડિંગ પર ક્લિક કરી રેકોર્ડ કરવાનો રહેશે. જો કોઈ માહિતી જોઈએ તો પેન્શન વિભાગના નંબર 079-25391811 Ext.812 પર સંપર્ક કરી શકાય છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!