GUJARAT

આર્ટ ગેલેરી એક્ઝિબિશન તથા ડિજિટલ લાઈબ્રેરીનું ઉદ્દઘાટન: અમદાવાદમાં સૌપ્રથમ વખત ઓટિસ્ટિક બાળકોનો અનોખો કોન્વોકેશન સમારંભ – Ahmedabad News


અમદાવાદમાં સૌપ્રથમ વખત ઓટિસ્ટિક બાળકોનો અનોખો કોન્વોકેશન સમારંભ, તેમની આર્ટ ગેલેરીનું એક્ઝિબિશન તથા પેરેન્ટ્સ માટે ઉપયોગી ડિજિટલ લાઈબ્રેરીનું ઉદ્દઘાટન. ન્યૂરો-ડાયવર્ઝ બાળકોને સ્કૂલમાં થતી પ્રોબ્લેમ્ઝને ઘટાડવા માટે, તેમનાં હોલિસ્ટિક ડેવેલપમેન્ટ માટે ત

.

આ ઉપરાંત બાળકોએ પોતાનાં માતા-પિતા સાથે તેમનાં પારંપરિક પોશાકમાં રેમ્પ-વોક કર્યું હતું. અને બીજી અનેક પ્રવૃત્તિઓમાં હોંશભેર ભાગ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, રગરેટ્સ કકૂન અર્લી ઈન્ટરવેન્શન એન્ડ ચાઈલ્ડ ડેવેલપમેન્ટ સેન્ટર ઓટિઝમ, એ.ડી.એચ.ડી. તથા વિવિધ પ્રકારની ડેવેલપમેન્ટ્લ ડિસેબિલિટી ધરાવતા બાળકોની ટ્રિટમૅન્ટ માટે મલ્ટિ-ડિસિપ્લિનરી અપ્રોચ સાથે ઓક્યુપેશનલ થેરાપી, સ્પિચ થેરાપી, ફિઝિયોથૅરાપી, બિહેવિઅર થેરાપી, કાઉન્સેલિંગ, સ્પેશિઅલ એજ્યુકેશન અને હોમિયોપેથી જેવી અનેકવિધ સર્વિસીઝ પ્રોવાઈડ કરે છે.

સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામમાં આ બાળકોએ તેમનાં થેરાપિસ્ટસ સાથે મળીને જુદાં-જુદાં અનેક કલા સ્વરૂપો એક્સપ્લોર કર્યાં હતાં, જે અંતર્ગત બાળકોની ક્રિએટીવિટી પણ નીખરી છે. કોન્વોકેશન પ્રસંગે ન્યૂરો-ડાયવર્ઝ બાળકોનાં આ ટેલેન્ટને આર્ટ ગેલેરી દ્વારા તેમનાં માતા-પિતા, પરિવારજનો તથા સમાજ સમક્ષ પ્રદર્શિત કરવાનો એક નાનકડો પણ અનેરો પ્રયાસ રગરેટ્સ કકૂનનાં થેરાપિસ્ટ્સ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આ કોન્વોકેશન પ્રસંગે, રગરેટ્સ કકૂનનાં એજ્યુકેશન અને ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા, ન્યૂરો-ડાયવર્ઝ બાળકોનાં માતા-પિતા માટે અત્યંત ઉપયોગી એવી ડિજીટલ લાઈબ્રેરીનું પણ ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ડિજીટલ લાઈબ્રેરીમાં બાળકોની સ્પેશિયલ નીડ્ઝને ધ્યાનમાં રાખીને તેમજ તેમનું વિઝ્યુઅલ પર્સેપ્શન, વૉકેબ્યુલરી તેમજ બેઝિક સ્કિલ્ઝ સુધારી શકાય તે હેતુથી વિવિધ પિક્ચર બુક્સનો સમાવેશ કરવામાં આવેલ છે.

આ યુનિક સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામ વિશે ફાઉન્ડર અને પ્રોપરાયટર ડૉ. મિહિકા દેસાઈ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે આ પ્રૉગ્રામને લીધે 4 મહિના દરમ્યાન બાળકોમાં સારું એવું ઈમ્પ્રુવમેન્ટ જોવાં મળ્યું છે. અને વિવિધ એક્ટિવિટીઝમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યાં છે. આ સફળતાથી અમે આ સ્કૂલ રેડીનેસ પ્રોગ્રામને હજુ વધુ આગળ ધપાવવા માટે પ્રેરિત થયાં છીએ. આજે આ બાળકો માટે કોન્વોકેશન સેરેમનીનું આયોજન કરીને અને ડિજીટલ લાઈબ્રેરીનું ઉદ્દઘાટન કરીને અમે ખુશીની લાગણી અનુભવી રહ્યાં છીએ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!