GUJARAT

રાહદારીઓનો જીવ જોખમમાં મૂક્યો!: પકવાન બ્રિજથી રોંગ સાઈડમાં યુ ટર્ન લઇને લક્ઝરી બસે લોકોના જીવને જોખમમાં મૂક્યા, વીડિયો વાઈરલ થતાં ડ્રાઈવરની ધરપકડ – Ahmedabad News

અમદાવાદના એસ.જી. હાઇ-વે પર લોકોના જીવના જોખમમાં મૂકીને બસ ચલાવનાર ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં ટ્રાફિક પોલીસે વીડિયોના આધારે લકઝરીના ડ્રાઇવર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ વીડિયો મુજબ શ્રી રામ ટ્રાવેલ્સની લક્ઝરી બસનો ચાલક પકવા

.

ડ્રાઈવરની ધરપકડ કરીને બસને ડીટેન કરી
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં સફેદ કલરની શ્રી રામ લખેલી ટ્રાવેલ્સની લક્ઝરી બસ પકવાન બ્રિજના છેડાથી યૂ ટર્ન લઈ રોંગ સાઈડમાં આવી રહી હતી. ડ્રાઇવરે રોંગ સાઈડ પર યૂ ટર્ન લઈને રસ્તા પર જતા લોકોના તથા બસના મુસાફરોનો જીવ જોખમમાં મૂકીને બસ ચલાવતો હોવાનો વીડિયો વાઈરલ થતા ટ્રાફિક પોલીસ દ્વારા બસના નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બસના ડ્રાઇવર સામે પોલીસે ગુનો નોંધી ડ્રાઇવરની ધરપકડ કરી છે, જ્યારે લક્ઝરી બસને ડીટેન કરવામાં આવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!