GUJARAT

આરોપીના હંગામી જામીન ફગાવતી સિટી સેશન્સ કોર્ટે: અમદાવાદના બહેરામપુરામાં મા-દીકરીને સસ્તા ઈલાજની લાલચ આપીને હત્યા કરવાનો ચકચારી કેસ – Ahmedabad News

મૂળ અમરેલીના અને બહેરામપુરા ખાતે રહેતા 43 વર્ષીય મનસુખ મિયાત્રા સામે કાગડાપીઠ પોલીસ મથકે વર્ષ મૃતક 2022માં IPCની કલમ 302 અને 404 મુજબ ગુનો નોંધાયો હતો. આરોપી આ કેસમાં હાલ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. જેને લઈને આરોપીએ અમદાવાદ સેશન્સ કોર્ટ

.

લાશને સ્પેશિયલ રૂમના પલંગ નીચે સંતાડી દીધી હતી
કેસની વિગતે જોતાં, આરોપી બહેરામપુરા ચાર રસ્તા ખાતે આવેલ કર્ણ હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફની ગેરહાજરીમાં લાયકાત વગર ગેરકાયદે દર્દીઓની સારવાર કરતો હતો. જેમાં તેણે મૃતક ચંપાબેન તેમજ તેની દીકરી ભારતીબેનને સસ્તા દરે સારવારની લાલચ આપીને કેટામાઇન અને એન્ટ્રાક્યુરિયમ ઇન્જેક્શન આપ્યા હતા, જેથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આરોપીએ મૃતકોના શરીર ઉપરથી દાગીના અને મોબાઈલ ચોરી લીધા હતાં. બાદમાં ભારતીબેનની મૃતદેહને હોસ્પિટલમાં બાટલા મૂકવાના કબાટમાં તેમજ ચંપાબેનની લાશને ઓપરેશન થીયેટરના સ્પેશિયલ રૂમમાં આવેલ પલંગ નીચે સંતાડી દીધી હતી.

આરીપીની જેલ વર્તણૂક પણ સારી ન હોવાનું કોર્ટે નોંધ્યું
આરોપીએ અમદાવાદ સેશન્સ કોર્ટમાં જેલ દ્વારા વીડિયો કોન્ફરન્સથી હાજર થઈને જણાવ્યું હતું કે, તેના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નથી. તેના બે દીકરા છે, જેમાં મોટો દીકરો ધોરણ 7માં અભ્યાસ કરે છે. જેની સ્કૂલની ફી ન ભરાતા તેનું પરિણામ અટકાવાયું છે. જ્યારે નાના પુત્રને સ્કૂલમાં દાખલ કરવાનો છે. કોર્ટે નોંધ્યું હતું કે, અગાઉ આરોપીના 10 દિવસના જામીન ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. જે એક દિવસ મોડા જેલમાં હાજર થયો હતો. તેનું જેલ વર્તણૂક પણ સારી નથી. અરજદારની પત્ની આર્થિક વ્યવસ્થા કરવા સક્ષમ છે. આમ કોર્ટે આરોપીના હંગામી જામીન ફગાવી દીધા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!