GUJARAT

ગુજરાતના સાંસદોને દિલ્હીનું તેડું: નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે કરી શકે છે મુલાકાત, સર્ટિફિકેટના આધારે સાંસદ તરીકે નોંધણી શરૂ – Ahmedabad News


ગઈકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. ગુજરાતમાં 26માંથી 25 સાંસદ ભાજપમાંથી અને એક સાંસદ કોંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા છે. આજે દિલ્હીમાં સાંસદના રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી ચૂંટાયેલા કેટલાક સાંસદ દિલ્હી

.

80 દિવસ અનેક રાજકીય ઉતારચઢાવ આવ્યા
ગત 16 માર્ચે લોકસભા ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈ અત્યારસુધીમાં આ ચૂંટણી અનેક રીતે યાદગાર બની છે. જોકે આ 80 દિવસ દરમિયાન અનેક રાજકીય ઉતારચઢાવ આવ્યા હતા. ગુજરાતમાં 7 મે, 2024 રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું અને ત્યારથી લઈ પરિણામો અંગે મતદારોમાં ઉત્તેજના હતી. ગઈકાલે સૌકોઈની આતુરતાનો અંત આવી ગયો હતો. સુરત સીટ પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા હતા, જ્યારે બાકીની 25 સીટમાંથી બનાસકાંઠા સીટ પર ગેનીબેનની જીત થઈ હતી. આમ, ભાજપને 25 સીટ મળી છે.

ચાર મહિલા અને એક ધારાસભ્યની જીત, સૌથી વધુ લીડ પાટીલને મળી
ભાજપ અને કોંગ્રેસમાંથી કુલ પાંચ મહિલાએ લોકસભા ચૂંટણી લડી હતી, જેમાંથી ચાર મહિલાનો વિજય થયો છે. આ ચાર મહિલામાં ગેનીબેન ઠાકોર, પૂનમબેન માડમ, શોભનાબેન બારૈયા અને નીમુબેન બાંભણિયાનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપના ચારેય કેન્દ્રીય મંત્રી એવા અમિત શાહ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને દેવુસિંહ ચૌહાણની જીત થઈ છે. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સૌથી વધુ 7 લાખ 73 હજાર 551 મતથી જીત થઈ છે તેમજ તમામ 25 સીટ પર સૌથી ઓછી લીડથી કોંગ્રેસના ગેનીબેનની જીત થઈ છે. ગેનીબેનનો 30,406 મતથી વિજય થયો છે. ભાજપમાંથી સૌથી ઓછી લીડ પાટણ સીટ પરના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો 31,876 મતે જીત્યા છે. આ ઉપરાંત મનસુખ વસાવા સતત સાતમી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા છે.

ગુજરાતમાં કોની કેટલી લીડથી જીત થઈ



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!