GUJARAT

સગીરાને કિડનેપ કરી વેચી દીધી: રાજસ્થાના યુવકે 8 લાખમાં સગીરા ખરીદી લગ્ન કર્યા, હાઈકોર્ટે કહ્યું જામીન મળી શકે નહીં – Ahmedabad News


અમદાવાદમાં એક સગીરાના ખરીદ-વેચાણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજસ્થાનના એક પરિવારે પુત્રના લગ્ન માટે 15 વર્ષ અને 7 મહિનાની સગીરાની 8 લાખમાં ખરીદી કરી હતી. તો બીજી તરફ સગીરાની માતાએ દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જો કે, સમગ્ર હકીકત સામે આવ્યા બ

.

અમદાવાદના વટવા પોલીસ મથકે રાજસ્થાનના એક આરોપી સામે IPCની કલમ 363, 366, 370A, 376(2)(N), 376(3), 34 અને પોક્સો એક્ટની કલમ 3a, 4, 5(1), 6, 17 તેમજ જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 81 અને 82 મુજબ ગુનો નોંધાયો હતો.

રાજસ્થાનનો પરિવાર પુત્રના લગ્ન માટે યુવતી શોધતો હતો
કેસની વિગત જોતા રાજસ્થાનનું એક કુટુંબ પોતાના દીકરાના લગ્ન માટે યુવતી શોધી રહ્યું હતું. જેનો સંપર્ક ઈડરમાં રહેતા બાબુસિંહ સાથે થયો હતો. જેણે જણાવ્યું હતું કે, તેને પોતાની એક યુવાન પુત્રી છે. આથી બંને પક્ષો સંતાનોના લગ્ન માટે સહમત થયા હતા. આરોપી અને સગીરાના લગ્ન ઈડર ખાતે કરવામાં આવ્યા હતા. જેમાં બાબુસિંહે આરોપીના પરિવાર પાસેથી 8 લાખ રૂપિયા લીધા હતા.

પીડિતાએ મોટી બહેનને સઘળી હકીકત જણાવી
આરોપી સગીરાને લઈને રાજસ્થાન પહોંચતા સગીરાએ જણાવ્યું હતું કે, બાબુસિંહ તેના પિતા નથી અને તે પોતે સગીર વયની છે. હંસાબેન તેને ઈડર લઈને આવ્યા હતા. પીડિતાએ તેની મોટી બહેનને ફોન કરીને સઘળી હકીકત જણાવી હતી. જ્યારે સગીરાની માતાએ તેની ગાયબ થયાની પોલીસ ફરિયાદ પણ આપી હતી. પોલીસે આરોપીને રાજસ્થાનથી ઝડપી લીધો હતો. જ્યારે સગીરાની માતાએ આરોપી સામે વટવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સગીરા સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.

હાઈકોર્ટે કહ્યું હતું કે, આરોપીએ છોકરીની ખરીદી કરી છે
હાઈકોર્ટમાં અરજદારના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, તેનો વાંક એટલો જ છે કે, તેને સગીરા સાથે લગ્ન કર્યા છે. બાબુસિંહે સગીરા પોતાની પુત્રી હોવાની ખોટી વિગત આપી હતી. તેમની સાથે છેતરપિંડી થતાં તેમને રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી છે. બાબુસિંહ અને હંસાબેને સગીરાને કિડનેપ કરીને આ કૃત્ય કર્યું છે. અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં પણ સગીરાની માતાએ આરોપીને જામીન આપવા વિનંતીનો કોઇ વિરોધ નોંધાવ્યો નહોતો. બંને પક્ષકારો વચ્ચે સેટલમેન્ટ થઇ ચૂક્યું છે. જો કે, હાઈકોર્ટે કહ્યું હતું કે, આરોપીએ છોકરીની ખરીદી કરી છે. આ સ્ટેજ ઉપર તેને જામીન આપી શકાય નહીં. તેમને ફરિયાદ રદ કરવા માટે અરજી કરવી જોઇએ.

કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આરોપીના એડવોકેટે જણાવ્યું હતું કે, આરોપીને જણાવવામાં આવ્યું હતું કે, છોકરીવાળા ખૂબ જ ગરીબ છે. જેથી તેના લગ્નનો ખર્ચ અને રિવાજ મુજબ તેના ઘરના લોકોને આઠ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. વળી રિવાજ મુજબ લગ્ન વખતે છોકરીએ ઘૂંઘટ તાણેલો હોવાથી તે નાની ઉંમરની હોવાની ખબર પડી ન હતી. સગીરાના લગ્ન થઈ ચૂક્યા છે, પરંતુ તેની ઉંમરને ધ્યાને લેતા કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો છે. એક સંભાવના રહેલી છે કે, સગીરા પુક્ત યુવતી બને ત્યારે આરોપી સાથે રહેવા તૈયાર હોય તો લગ્ન કરશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!