GUJARAT

મોદીના ‘કેન્દ્ર’માં ગુજરાતની સરકાર: 77 વર્ષમાં પહેલી વાર… 72માંથી 6 એટલે કે દર 12મો મંત્રી ગુજરાતથી – Ahmedabad News


નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યા છે. 2024માં બહુમત મેળવવા માટે ભાજપને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)ના સાથી પક્ષોનો વધુ સહયોગ લેવાનો હોવાથી મોદી 3.0માં ગુજરાતનું પ્રતિનિધિત્વ ઘટશે એવું અનુમાન હતું પરંતુ આ વખતે અગાઉની બે

.

પરશોત્તમ રૂપાલા અને દેવુસિંહ ચૌહાણની બાદબાકી

ક્ષત્રિય વિવાદને લઈ ચર્ચામાં આવેલા રાજકોટ બેઠકથી ચૂંટાયેલા પરશોત્તમ રૂપાલાને મોદી કેબિનેટમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. તેઓ જુલાઈ 2021થી જૂન 2024 દરમિયાન કેન્દ્રમાં મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેબિનેટ મંત્રી હતા. આ ઉપરાંત દેવુસિંહ ચૌહાણ જેઓ અગાઉની સરકારમાં સંચાર રાજ્યમંત્રી હતા તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું.

અમિત શાહ ,કેબિનેટ મંત્રી (ગાંધીનગરથી સાંસદ) જે.પી. નડ્ડા, કેબિનેટ મંત્રી(રાજ્યસભા સાંસદ)

મંત્રીઓની પસંદગીમાં ગુજરાત ત્રીજા ક્રમે મંત્રીમંડળના કુલ 72 સભ્યો પૈકી સૌથી વધુ 10 મંત્રીઓ ઉત્તર પ્રદેશના છે. બીજા નંબરે 8 મંત્રી સાથે બિહાર છે. જ્યારે ગુજરાત 6 મંત્રીઓ સાથે ત્રીજા નંબરે છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી 5-5 મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી 4-4 મંત્રીઓને પ્રતિનિધિત્વ મળ્યું છે.

એસ. જયશં કરકેબિનેટ મંત્રી (રાજ્યસભા સાંસદ) મનુસખ માંડવિયા ,કેબિનેટ મંત્રી, (પોરબંદરથી સાંસદ)

એસ. જયશં કરકેબિનેટ મંત્રી (રાજ્યસભા સાંસદ) મનુસખ માંડવિયા ,કેબિનેટ મંત્રી, (પોરબંદરથી સાંસદ)

કેબિનેટ બર્થ મળી ગયો, હવે પોર્ટફોલિયો પર નજર રહેશે ગુજરાતમાંથી પાંચ સાંસદોને કેબિનેટ મંત્રીઓ બનાવાયા છે પરંતુ હજુ સુધી વડાપ્રધાને પોર્ટફોલિયો વહેંચ્યા નથી. આ પૈકી અમિત શાહ મંત્રીમંડળમાં ત્રીજા સ્થાને છે, તેમને સંરક્ષણ મંત્રાલય મળે તેવી સંભાવના જોવાઇ રહી છે. આ સિવાય જયશંકર વિદેશ મંત્રી બનશે તે નિશ્ચિત છે. જે પી નડ્ડાને પણ મંત્રીમંડળમાં ચોથું સ્થાન મળ્યું હોવાથી ધરખમ ખાતું મળી શકે. માંડવિયા આરોગ્ય મંત્રાલય મેળવી શકે અથવા કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર મળી શકે. જે પી નડ્ડાને પણ ધરખમ ખાતું મળશે જ્યારે પાટીલને કાપડ મંત્રાલય મળી શકે.

2014ના શપથમાં ગુજરાતના 2 કેબિનેટ, 2 રાજ્ય મંત્રી

નામ પદ
અરુણ જેટલી કેબિનેટ મંત્રી
સ્મૃતિ ઇરાની કેબિનેટ મંત્રી
મોહન કુંડારિયા રાજ્ય મંત્રી
મનસુખ વસાવા રાજ્ય મંત્રી

2019ના શપથમાં ગુજરાતના 1 કેબિનેટ, 2 રાજ્ય મંત્રી

નામ પદ
અમિત શાહ કેબિનેટ મંત્રી
મનસુખ માંડવિયા રાજ્યમંત્રી
પરસોત્તમ રૂપાલા રાજ્યમંત્રી

ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય અધ્યક્ષ બન્ને મંત્રી બન્યા, હવે નવા અધ્યક્ષની શોધ

ગાંધીનગર | ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પોતાની રાજકીય કારકિર્દીના 36મે વર્ષે રાજયોગ પ્રાપ્ત થયો છે. ચોથી વાર સાંસદ બનેલા પાટીલની સરકારમાં બેસવાની ઇચ્છા ફળી છે અને તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ મંત્રી બનાવ્યા છે. આ સંજોગોમાં હવે ગુજરાત ભાજપ અધ્યક્ષનું પદ ખાલી પડશે અને ત્યાં જૂલાઇ માસના અંત સુધીમાં નવા પ્રમુખ આવી જશે તેવી સંભાવનાઓ છે. લોકસભાની ચૂંટણી બાદ હવે ગુજરાત ભાજપ ઓબીસી અનામતમાં 27 ટકાની જોગવાઇના વધારા સાથે પંચાયતોની ચૂંટણી લડવા તૈયારી કરી રહી છે. આ સંજોગોમાં ભાજપ ઓબીસી ચેહરા પર પસંદગીનો કળશ ઢોળી શકે છે.

સમીકરણોને આધારે કોણ હોઇ શકે મયંક નાયક- ભાજપના ઓબીસી મોરચાના અધ્યક્ષ મયંક નાયક કેન્દ્રીય મંત્રી અમિત શાહના વિશ્વાસુ વ્યક્તિ ગણાય છે. હાલમાં જ રાજ્યસભાના સાંસદ બનેલા નાયક ગુજરાત ભાજપના સંગઠનને સારી પેઠે જાણી ગયા છે. ઉત્તર ગુજરાતમાંથી અગાઉ એ.કે. પટેલ અને શંકરસિંહ વાઘેલાને આ સ્થાન મળ્યું હતું, તે પછી ઉત્તર ગુજરાતના કોઇ નેતાને આ પદ મળ્યું નથી. પ્રદીપસિંહ જાડેજા- અન્ય એક પ્રભાવી ચહેરા તરીકે ભાજપમાં પ્રદિપસિંહ જાડેજાની પણ પ્રદેશ અધ્યક્ષ પદ માટે સંભાવના જોવાઇ રહી છે. તેઓ પણ અમિત શાહની નજીકના નેતા ગણાય છે. આ સિવાય રાજપૂત ક્ષત્રિય સમાજની નારાજગીની અસર ભવિષ્યમાં ખાળવા માટે ભાજપ આ ચહેરાને આગળ કરે તેવી સંભાવના છે. સરકાર અને સંગઠન બન્ને જવાબદારી તેઓએ અગાઉ નિભાવી હોવાથી તેમને આ પદ મળે તો આશ્ચર્યજનક બાબત ન રહે. હાલ તેઓ ભાજપમાં સાઇડલાઇન થયેલા નેતા છે, પરંતુ ફરી તેમની આવડતને ભાજપ અજમાવી શકે છે. જગદીશ વિશ્વકર્મા- રાજ્ય સરકારમાં સહકાર વિભાગનો હવાલો સંભાળતા આ યુવાન નેતા સંગઠનના અનુભવી છે અને ફરી એકવાર અમિત શાહનો વિશ્વાસુ ચહેરો છે. વિશ્વકર્મા આ અગાઉ અમદાવાદ શહેરના પ્રમુખ રહી ચૂક્યા છે અને સંગઠનની ગળથૂથી પણ અમિત શાહના હાથે પીધી હોવાથી તેમનું એક્સ્પોઝર પણ સારું એવું છે. સ્વભાવે સાલસ પણ એટલાં જ મજબૂત નિર્ણય લેવાની તેમની ઇમેજ હોવાથી તેઓ પ્રદેશ અધ્યક્ષની વ્યાખ્યામાં ફીટ બેસે તેમ છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!