GUJARAT

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 64મો ‘થર્સ-ડે થોટ’ કાર્યક્રમ: ઉપસ્થિત લોકોએ ઘરમાં કે ઓફીસમાં જેટલા એ.સી અને વાહનો છે એટલા વૃક્ષો 30 જૂન સુધીમાં રોપવાનો સંકલ્પ કર્યો – Surat News


કુદરતી રીતે સર્જાયેલ પર્યાવરણ જ માનવ જીવનનો આધાર છે. તે પર્યાવરણમાં થયેલ ફેરફારથી સમગ્ર સૃષ્ટિને મોટી અસર થઈ છે. જીવનની સુખાકારી માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. આ અંતર્ગત તા. 6 જૂન 2024ને ગુર

.

જેમાં સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ આર. ભાલાળા એ જણાવ્યું હતુ કે, હવા-પાણી અને જમીનને પ્રદુષિત કરી માણસે જ આફતને નોતરી છે. આજે ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા પરેશાન છે. ગ્લોબલ વોર્મિંગથી માણસના આરોગ્ય અને સ્વભાવને અસર પડી રહી છે. ત્યારે, 51 મા વિશ્વ પર્યાવરણ દિવસ પછીના દિવસે નવો વિચાર આપતા કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતુ કે,“પ્રકૃતિ જીવન સૃષ્ટિનો આધાર છે. તેનું જતન જીવ માત્રના હિતમાં છે. ભારત પ્રકૃતિપૂજક દેશ છે પર્યાવરણનું રક્ષણ કરવુ તે ખરી પૂજા છે.”

આ પ્રસંગે રાજકોટથી પધારેલ અને વૃક્ષ કથા કરીને 1 લાખ વૃક્ષ વાવવા માટેનો સંકલ્પ કરનાર વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શારીરીક રીતે દિવ્યાંગ હોવા છતા ઉત્સાહ સાથે સામાજીક અને શૈક્ષણિક કાર્યો કરતા વિનોદભાઈએ જણાવ્યું હતુ કે, સંશાધનોનો બગાડ અટકાવો અને વૃક્ષો વાવોને તે પર્યાવરણ સુધારવા એક માત્ર ઉપાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, નિસર્ગને આપણે બચાવીશું તો નિસર્ગ આપણને બચાવશે. જેથી નિસર્ગનું જતન કરવું એ માણસની નૈતિક ફરજ છે. એક વૃક્ષ માનવીને અમૂલ્ય ફાયદો કરાવે છે. જેથી સામાજિક અને ધાર્મિક તેમજ પારિવારિક પ્રસંગો એ પણ વૃક્ષારોપણના કાર્યક્રમો વધારવા જોઈએ. બર્થ-ડેમાં પૈસા ન વેડફી નિસર્ગની જાળવણી માટે તેનો સદુપયોગ કરવો અને પર્યાવરણમાં થઈ રહેલ વિષમતાને સુવ્યવસ્થિત કરવાનો દરેકે વિનમ્ર પ્રયાસ કરવો જોઈએ.

દૈનિક આવકમાંથી અમુક રાશિની નિસર્ગ બચાવવા માટે પણ અનામત રાખવી જોઈએ. સાંપ્રદાયિક કથાઓની સાથે શ્રીમદ્ વૃક્ષ કથાઓ થવી જોઈએ. જેમાં બાળક, યુવાનો, વડીલો અને બહેનોને પણ સામેલ કરવા જોઈએ. આપણે વૃક્ષ વધારવાને બદલે કોંક્રીટના જંગલો વધતા ગયા છે. વૃક્ષો વાવવા માટેની જગ્યાની અછત છે ત્યારે આપણા ઘરની બાલ્કની ટેરેસ કે આંગણામાં પણ કિચન કે ટેરેસ ગાર્ડનિંગ કરી શકાય છે જેનાથી ઓક્સિજન ખૂબ મળે, વાતાવરણ શુદ્ધ બને અને ટેમ્પરેચર બેલેન્સમાં રહે ઠંડક રહે એવા અસંખ્ય ફાયદાઓ થાય છે.

આ વિચારના વાવેતર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ સંકલ્પ કર્યો છે કે, દરેકના ઘરમાં કે ઓફીસમાં જેટલા એ.સી અને વાહનો છે. એટલા વૃક્ષો 30 જુન સુધીમાં રોપવા અને ઉછેરવાનો પર્યાવરણલક્ષી શુભ સંકલ્પ કર્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!