GUJARAT

ધાર્મિક આયોજન: શ્રી સ્વામિનારાયણ મંદિર, મહાલક્ષ્મી – મુંબઈમાં 57મો વાર્ષિક પાટોત્સવ ઉજવાશે – Ahmedabad News


સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાનો સંકલ્પ હતો કે, ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં શિખરબંધ મંદિર બનાવવું છે. એ સંકલ્પને પરિપૂર્ણ અક્ષરધામ

.

શ્રી સ્વામિનારાયણ મંદિર, મહાલક્ષ્મી – મુંબઈમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના 57મા વાર્ષિક પાટોત્સવ દિને મંદિરમાં બિરાજમાન અધિષ્ઠાતા ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, પ્રાત: સ્મરણીય શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપા અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાનું પાટોત્સવે ષોડશોપચાર વિધિથી પૂજન – અર્ચન કરવામાં આવશે.

શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના પાવનકારી સાન્નિધ્યમાં પરમ ઉલ્લાસ અને ઉમંગભેર પાટોત્સવ પર્વે સંતો-ભક્તો દ્વારા વિવિધ પકવાન, ફરસાણ, લીલા મેવા –ફ્રુટ– ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, અને ચોસ્યનો ભવ્ય અન્નકૂટની સુંદર કલાત્મક, મનોરમ્ય ગોઠવણીથી સજાવટ કરવામાં આવશે. ત્યારબાદ નિરાજન – આરતી, પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદનું ઓનલાઇન દર્શન – શ્રવણ કરાવવામાં આવશે. આ અવસરને માણવા ભારતના વિવિધ રાજ્યોના તેમજ આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, યુ.કે. વગેરે દેશોમાંથી હરિભક્તો ઓનલાઇન દર્શનનો લ્હાવો માણશે.

બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કર્યું છે. જેટલાં બાળકો, યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે. જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળકો પણ સચવાશે સાથે સાથે ધન વારસો પણ સચવાશે. બધાએ આ ખટકો રાખવાનો છે. ભગવાન અને ભગવાનના સત્પુરુષોના વચન પ્રમાણે નિર્વ્યસની થઈ ભગવદ્ભક્તિ કરી મનુષ્ય જીવનને સાર્થક બનાવો.

જે કોઈ જીવ મુંબઈમાં આવેલા મહાલક્ષ્મી બી.ડી. રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન અધિષ્ઠાતા શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજનાં દર્શનાર્થે મંદિરના પગથિયાં ભૂલે ચૂકે ચઢશે, આ ઘનશ્યામ પ્રભુને હાથ જોડશે એનો ફેરો ખાલી નહીં જવા દઈએ. આ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા ત્યારથી અહીં અખંડ સાકરનો પ્રસાદ વહેંચાય છે.

સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન સદાય સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ છે. આ આપણી સર્વોપરી ઉપાસનાનો એકડો છે. સાકાર સ્વરૂપની દ્રઢતા નવડા જેવી કરવાની. સમજણ પૂર્વકની ભગવાનની ઉપાસના, ભક્તિ કરવી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!