GUJARAT

સ્માર્ટ મીટરનું બાકી બિલ અધધધ….: વડોદરામાં એક જ સોસાયટીમાં એકને 54,343, બીજાને 37,891 તો ત્રીજાને 26,006 રૂપિયા લાઈટ બિલ, રિચાર્જની એપ પણ બંધ – Vadodara News


વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરની સમસ્યા દિવસે ને દિવસે વધુ વકરી રહી છે. આ સ્માર્ટ મીટરોમાં ખૂબ છબરડા થતાં લોકોમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા અવનીશ એપાર્ટમેન્ટમાં 15 જેટલા ઘરમાં સ્માર્ટ મીટર લાગ્યા છે. જો કે, સ્માર્

.

MGVCLની એપમાં 54 હજાર રૂપિયા માઇનસ બિલ
આ મામલે સ્થાનિક સજ્જનસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અમારે ત્યાં 24 એપ્રિલથી સ્માર્ટ મીટર લાગ્યાં છે અને અત્યાર સુધીમાં હું 5,800 રૂપિયાનું રિચાર્જ કરાવી ચૂક્યો છું. ગઇકાલે (12 જૂન) તો MGVCLની એપ્લિકેશનમાં 54 હજાર રૂપિયા માઇનસમાં બિલ બતાવે છે. એટલે કે, મારે 54 હજાર રૂપિયા ભરવાના બતાવે છે. મારે જ નહીં પરંતુ અમારી સોસાયટીમાં કોઇને 36 હજાર અને કોઇને 26 હજાર રૂપિયા બિલ ભરવાનું બતાવે છે. ગઇકાલથી તો રિચાર્જ કરવા માટેની એપ્લિકેશન પણ બંધ થઇ ગઇ છે, તો અમારે રિચાર્જ કેવી રીતે કરવું? ગમે ત્યારે લાઇટ બંધ થઇ જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

MGVCLએ અવનીશ એપાર્ટમેન્ટમાં 15 જેટલાં સ્માર્ટ મીટર લાગ્યાં છે.

‘અમારે ત્યાં કોઇ રેસ્ટોરન્ટ નથી ચાલતી’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આટલા મોટાં બિલો આવે તો અમારે હવે ઘરને તાળાં મારીને જંગલમાં જતું રહેવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. બીજો અમારી પાસે કોઇ વિકલ્પ જ નથી. સ્માર્ટ મીટર લગાવ્યા તેનો અમારો કોઇ વિરોધ નથી, પરંતુ જૂનાં મીટરો પ્રમાણે બિલ આવવું જોઇએ તેવી અમારી માંગણી છે. મારે રોજના 21 યુનિટના વપરાશનું બિલ આવે છે, આટલો મારો કોઇ વપરાશ નથી. અમારે ત્યાં કોઇ રેસ્ટોરન્ટ ચાલતી નથી, કે આટલું મોટું બિલ આવે. અમારે ઘરઘંટી પણ ચાલતી નથી. અમારી ફરિયાદો કોઇ સંભાળતું નથી અને તેઓ કહે છે કે, અમારી પાસે ચેક મીટર છે નહીં અને ચેક મીટર લગાવો તો પણ કોઇ ફરક નહીં પડે, આટલું જ બિલ આવશે. તેઓ યોગ્ય જવાબ આપતા નથી.

ત્રણ ગ્રાહકનું 25થી 50 હજાર સુધીનું લાઈટ બાકી હોવાનો મેસેજ આવ્યો.

ત્રણ ગ્રાહકનું 25થી 50 હજાર સુધીનું લાઈટ બાકી હોવાનો મેસેજ આવ્યો.

‘13 દિવસ બહાર હતા તો પણ બાકી બિલ 36 હજાર’
સ્થાનિક મહિલા રમીલાબેન સીપટિયાએ જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર લગાવ્યા પછી અમારે ત્યાં બિલમાં ધરખમ વધારો થયો છે. અમે એક મહિનામાં 13 દિવસ ઘરની બહાર હતા. તેમ છતાં અમારે એક મહિનામાં 5 હજાર રૂપિયા બિલ આવ્યું છે. પહેલા સિસ્ટમ ડેવલપ કરવી જોઇએ અને પછી સ્માર્ટ મીટર લગાવવા જોઇએ. એપમાં અત્યારે અમારું 36 હજાર રૂપિયા બિલ ભરવાનું બાકી બતાવે છે. એ ખોટું છે.

લાઈટ બિલનો સ્ક્રીનશોટ

લાઈટ બિલનો સ્ક્રીનશોટ

‘કનેક્શન ડિસકનેક્ટેડનો એકદમ જ મેસેજ આવી ગયો’
સ્થાનિક મહિલા તૃષ્ણાબેન દવેએ જણાવ્યું હતું કે, અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યાં ત્યારે અમને એવું કહેવામાં આવ્યું હતું કે, આ મીટર લગાવવા ફરજિયાત છે અને બધા લગાવે છે અને તમારે પણ લગાવવા પડશે. પણ આ સ્માર્ટ મીટર બાબતે કોઇ અવરનેશ આપવામાં આવી નથી અને આની સિસ્ટમ શું છે, તેની માહિતી પણ આપવામાં આવી નથી. અમારે કેવી રીતે રિચાર્જ કરવાનું તેની પણ ખબર નહોતી. એકદમ જ મોબાઇલમાં મેસેજ આવી ગયો કે, તમારું કનેક્શન ડિસકનેક્ટેડ થઇ ગયું છે. તમારે આટલા રૂપિયા બાકી છે.

રિચાર્જ માટેની એપમાં પણ ટેક્નિકલ ખામી.

રિચાર્જ માટેની એપમાં પણ ટેક્નિકલ ખામી.

‘મોબાઇલ નથી, તેઓ કેવી રીતે રિચાર્જ કરશે’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, માણસ નોકરીએ પણ હોય છે. પેરેન્ટ્સ ઉંમરવાળા હોય તો કેવી રીતે રિચાર્જ કરાવે. અમારા ઘરમાં 3 કલાક લાઇટ જતી રહેતાં મારાં મમ્મી પંખા અને લાઇટ વગર ઘરમાં બેસી રહ્યાં છે. આ સિસ્ટમ લગાવવી હોય તો, લોકોને જાગૃત કરો અને શિક્ષિત કરો અને સ્માર્ટ સિટી કરવું છે, પણ બીજી ઘણી વસ્તુ કરી શકો. જે રોજનું રોજ કમાઇને ખાતા હોય અને જેમની પાસે મોબાઇલ પણ નથી, તેઓ કેવી રીતે રિચાર્જ કરશે. અમારો સ્માર્ટ મીટરનો વિરોધ છે.

સ્થાનિકોમાં કનેક્શન ડિસકનેક્ટેડ થવાનો ડર.

સ્થાનિકોમાં કનેક્શન ડિસકનેક્ટેડ થવાનો ડર.

દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ MGVCLની સ્પષ્ટતા
MGVCLના અત્યાર સુધી લગાવેલા સ્માર્ટ મીટરના ગ્રાહકોને અગાઉ નક્કી થયા મુજબ હાલની પ્રણાલી મુજબ વીજ બીલ તૈયાર કરવાની કામગીરી દરમિયાન સોફ્ટવેરની ટેક્નિકલ ક્ષતિના કારણે કેટલાક ગ્રાહકોની સ્માર્ટ મીટર એપ્લિકેશનમાં ક્ષતિપૂર્ણ બેલેન્સ જોવા મળેલ છે. તમામ ગ્રાહકોને જણાવવામાં આવે છે કે, તમોને આપવામાં આવનાર ફિજિકલ બીલમાં વાસ્તવિક વીજ વપરાશ અનુસાર પ્રવર્તમાન ટેરિફ દર મુજબ જ ગણતરી કરીને બીલની અંતિમ રકમ દર્શાવામા આવશે. તેથી એપ્લિકેશનમાં ટેકનિકલ ક્ષતિના કારણે જોવા મળેલ ક્ષતિપૂર્ણ બેલેન્સને ધ્યાનમાં ન લેવા વિનંતી કરવામાં આવે છે. વધુમાં, સ્માર્ટ મીટરના તમામ ગ્રાહકોને હાલની પદ્ધતિ મુજબ જ બીલ આપવામાં આવનાર છે અને બીલ ભરવા હાલની સામાન્ય પદ્ધતિ મુજબ નિયત સમયગાળો આપવામાં આવનાર છે. તેથી,તમામ ગ્રાહકોને આ બાબતે નિશ્ચિન્ત રહેવા વિનંતિ કરવામાં આવે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!