GUJARAT

પાવાગઢમાં 500 વર્ષ જૂની પ્રતિમાઓ કોઈએ તોડી: સુરતમાં જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી બહાર ફૂટપાથ પર બેઠા, આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી હટશે નહીં – Surat News


સુરતમાં જૈન મહાત્મા સહિત શાસન પ્રેમીઓ કલેક્ટર કચેરી પર સુત્રોચ્ચાર સાથે એકઠા થયા હતા. પાવાગઢના જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાઓ તોડી બહાર ફેંકી દેવાના પ્રકરણમાં જૈન અગ્રણીઓ, યુવાનોએ ‘જાગો જૈનો જાગો’ના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કર્યા હતા અને કલેક્ટર

.

મહાત્માઓની મૂર્તિઓને બહાર ફેંકી દેવામાં આવી
જૈન અગ્રણીઓના જણાવ્યા મુજબ, પાવાગઢ ખાતે જૈન તિર્થાલયમાં તોફાન ફાટી નીકળ્યું હતું. તોફાનમાં જૈન દેરાસરમાંથી ભગવાન મહાત્માઓની મૂર્તિઓને બહાર ફેંકી દેવામાં આવી હતી. ત્યારે અમુક મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી. જેના ઘેરા પ્રત્યાઘાત સુરતમાં જોવા મળ્યા હતા. સુરત શહેરના જૈન શાસક પ્રેમીઓ દ્વારા સોશિયલ મીડિયામાં જૈનોને જાગવાની હાંકલ સાથે મેસેજ ફરવા લાગ્યા હતા. જે મેસેજને લઈને જૈન મહાત્માઓ અને શાસક પ્રેમીઓ દ્વારા રાત્રે તાત્કાલિક ધોરણે દિવાળીબાગ ઉપાશ્રયમાં જીનપેમવિજયજી મહારાજની નિશ્રામાં મિટિંગ યોજાઈ હતી.

જૈન સમાજ ન્યાયની માગણી સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યો
‘આજે પધારો અન્યથા આવતી કાલે બંગડી પહેરવાનો સમય આવી ગયો છે’ તેવા મેસેજો પણ ફરતા પાવાગઢ મુદ્દે દિવાળી બાગ ખાતેના જૈન તીર્થમાં લોકો એકઠા થયા હતા. જે મિટિંગ બાદ જૈન મહાત્મા સહિત શાસક પ્રેમીઓ કલેક્ટર કચેરીએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરતા ન્યાયની માગણી સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી નહીં ખસવાની ચીમકી ઉચ્ચારી હતી.

જૈન મુનિઓનો કલેક્ટર કચેરીમાં વિરોધ

જૈન મુનિઓનો કલેક્ટર કચેરીમાં વિરોધ

જૈન સમાજની મુખ્ય માંગણીઓ

  1. મૂર્તિ ખંડિત કરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આકરા પગલા ભરવામાં આવે
  2. દેરીઓ માટે સરકાર તાત્કાલિક વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા ઊભી કરી સમાજને સુપરત કરે
  3. આજથી જ જિર્ણોદ્ધારની પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને યુદ્ધના ધોરણે કામ કરવામાં આવે
પોલીસે જૈન મુનિઓને સમજાવવાનો પ્રયાસ કર્યો

પોલીસે જૈન મુનિઓને સમજાવવાનો પ્રયાસ કર્યો



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!