GUJARAT

મન્ડે પોઝિટિવ: જૂનાગઢમાં પિતાએ 5 લાખના ખર્ચે ટેનિસ કોર્ટ બનાવ્યો, કોચ પાસે તાલિમ અપાવી: પરિણામ – 12 વર્ષની દીકરી રાજ્યમાં પ્રથમ – Junagadh News

જૂનાગઢની સાડા બાર વર્ષની દિકરી જેન્સી દિપકભાઇ કાનાબારે લોન ટેનિસ નામની રમતમાં નાની ઉંમરમાં મોટી સિધ્ધી પ્રાપ્ત કરી છે. જેને આ રમતમાં ગુજરાતમાં અંડર 14માં નંબર 1, એશિયામાં ટોપ- 25 અને ઇન્ડિયામાં ટોપ- 15 માં સ્થાન મેળવ્યું છે. આ દીકરીની સિધ્ધી પાછળ પિત

.

તેમજ દીકરી આ રમતમાં કુશળ થાય તે માટે તૈયારી કરાવવા માટે અમદાવાદ, બેગ્લોરથી કોચ પણ બોલાવતા હતા. દીકરી પાછળ દર મહિને 80 થી 90 હજાર ખર્ચ આ રમત બાબતે કરતા હતા. પિતાની મહેનત સાર્થક થઇ છે. જેન્સી હાલમાં એશિયન ગ્રેડ – એ ટુનામેન્ટ હૈદરાબાદ ખાતે રમવા ગઇ હતી અને જેમાં રનર્સ અપ રહી છે. જેન્સીએ નાની ઉંમરમાં લોન ટેનિસ રમતમાં અંડર 14માં ગુજરાતમાં નંબર 1, એશિયામાં ટોપ 25 અને ઇન્ડિયામાં ટોપ 15 માં સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેન્સી એશિયાની સૌથી મોટી ટૂનામેન્ટમાં ફાઇનલમાં પહોંચનારી સૌ- પ્રથમ નાની વયની ખેલાડી રહી છે.

અત્યાર સુધીમાં જેન્સીએ મેળવેલ મેડલો

જેન્સી ખૂબ જ નાની વયમાં લોન ટેનિસ રમતમાં ખૂબ જ સારો દેખાવ કર્યો છે. સાડા બાર વર્ષની વયે 28 ટુર્નામેન્ટમાં ચેમ્પિયન અને 10 ટુર્નામેન્ટમાં રનર્સ અપનો ખિતાબ ઉપરાંત ખેલ મહાકુંભ- 2024માં જિલ્લા અને રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવેલ છે. સમગ્ર સફળતા પાછળ પિતાનો ખૂબ જ બહોળો ફાળો તેમ જેન્સીએ જણાવ્યુ હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!