GUJARAT

ભાસ્કર એનાલિસિસ: ગુજરાતીઓ ભોજન પાછળ દર મહિને 46% ખર્ચ કરે છે શહેરો અને ગામડાંના માથાદીઠ ખર્ચમાં 74%નો તફાવત – Ahmedabad News

ગુજરાતીઓ એક મહિનામાં થતા કુલ ખર્ચમાંથી 46% ખર્ચ ભોજન પાછળ કરે છે. નેશનલ સેમ્પલ સરવે ઓફિસ (એનએસએસઓ) દ્વારા કરવામાં આવેલા પારિવારિક ખર્ચ-વપરાશ સરવે 2022-23 મુજબ ગુજરાતનાં ગામડાંઓમાં એક મહિનામાં થતાં પરિવારના કુલ ખર્ચમાંથી 49% અને શહેરોમાં 42% ખર્ચ ભોજ

.

ખેતી કરતા પરિવારનો માસિક ખર્ચ ઓછો ગુજરાતમાં ગામડાંના એક પરિવારમાં એક મહિનામાં 8 કિલો અનાજનો વપરાશ થાય છે. જેની કિંમત રૂ.174 છે. જ્યારે શહેરમાં એક પરિવાર 7 કિલો અનાજ વાપરે છે અને તેની પાછળ રૂ.240 ખર્ચે છે. શહેરોની સરખામણીમાં ગામડાંમાં જુવાર, બાજરી,મકાઇ વધુ ખવાય છે. ગામ઼ડાંઓમાં ખેતી ક્ષેત્રે કામ કરતા પરિવારનો ખર્ચ બિનખેતી ક્ષેત્રે કામ કરતાં પરિવારથી ઓછો છે. જ્યારે શહેરોમાં નિયમિત નોકરી કરતાં સ્વરોજગાર મેળવતા પરિવાર વધુ ખર્ચ કરે છે. છૂટક કામ કરી મજૂરી કરતા પરિવાર સૌથી ઓછો ખર્ચ કરે છે.

વિગત ગામડાં શહેર
અનાજ-કઠોળ-દાળ ~253 (7%) ~340 (5%)
દૂધ-દૂધની બનાવટો ~476 (13%) ~670 (10%)
શાકભાજી ~223 (6%) ~276 (4%)
ફળો ~119 (3%) ~236 (4%)
ઇંડા,માછલી,માંસ ~48 (1%) ~78 (1%)
ઠંડા-પીણાં-પ્રોસેસ ફૂડ ~389 (10%) ~727 (11%)
અન્ય ભોજન ખર્ચ ~359 (9%) ~453 (7%)
કુલ ખર્ચ ~1,867 (49%) ~2,780 (42%)

પરિવહન-ફ્યુઅલમાં સૌથી વધુ ખર્ચ થાય છે

વિગત ગામડાં શહેર
ફ્યુઅલ-લાઇટ ~269 (7%) ~448 (7%)
શિક્ષણ ~74 (2%) ~352 (5%)
મેડિકલ ~228 (6%) ~352 (5%)
પરિવહન ~321 (8%) ~604 (9%)
મનોરંજન ~43 (1%) ~118 (2%)
કપડાં-સંબંધિત ~203 (5%) ~314 (5%)
અન્ય ખર્ચ ~794 (21%) ~1653 (25%)
કુલ ખર્ચ ~1,931 (51%) ~3840 (58%)



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!