GUJARAT

ભાસ્કર એનાલિસીસ: દેશમાં 40% હાનિકારક કચરો ગુજરાતમાં પેદા થાય છે; હાનિકારક કચરો પેદા કરતા 9343 એકમોએ GPCBમાં રિપોર્ટ જ જમા નથી કર્યો – Ahmedabad News

.

દેશમાં પેદા થતાં કુલ હાનિકારક કચરામાંથી 40% માત્ર ગુજરાતમાં પેદા થાય છે. 2022-23માં દેશમાં 1.56 કરોડ મેટ્રિક ટન હાનિકારક કચરો પેદા થયો હતો, જેમાંથી એકલા ગુજરાતનો જ હિસ્સો 63.23 લાખ મેટ્રિક ટન હતો. ગુજરાતમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો હોવાથી હાનિકારક કચરો પેદા પણ થાય તે સ્વાભાવિક છે. પરંતુ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં હાનિકારક કચરો પેદા કરતાં 23,057 ઔદ્યોગિક એકમોમાંથી માત્ર 13,714 એકમોએ જ વેસ્ટ જનરેશન, રિસાઇકલ અંગે રિપોર્ટ જમા કરાવ્યો છે.

9,343 એકમોએ કોઇ જાણકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(જીપીસીબી)ને આપી નથી. જીપીસીબીએ આ એકમોને શો-કોઝ નોટિસ ફટકારી છે. આ દરમિયાન ગુજરાતમાં 4.93 લાખ મેટ્રિક ટન હાનિકારક કચરાનો નિકાલ કરવામાં આવ્યો નથી. રાજ્યમાં 5 વર્ષમાં પેદા થતો હાનિકારક કચરો અઢીગણો થઇ ગયો છે. 5 મોટાં રાજ્ય મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તમિલાનડુ અને ઓડિશા ભેગા મળીને કુલ 39.42% એટલે કે 61.73 લાખ મેટ્રિક ટન હાનિકારક કચરો પેદા કરે છે. તેનાથી પણ વધુ કચરો ગુજરાતમાં પેદા થાય છે.

5 વર્ષમાં ગુજરાતનો હિસ્સો 29 ટકાથી 40 ટકા…

વર્ષ હાનિ.કચરો દેશમાં હિસ્સો
2018-19 25 લાખ 29%
2019-20 25 લાખ 28%
2020-21 32 લાખ 34%
2021-22 42 લાખ 34%
2022-23 63 લાખ 40%

સ્ત્રોતઃ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, આંકડા મેટ્રિક ટનમાં

સૌથી વધુ હાનિકારક કચરો પેદા કરતાં રાજ્ય

રાજ્ય કચરો
ગુજરાત 63.23 લાખ
મહારાષ્ટ્ર 13.84 લાખ
આંધ્ર પ્રદેશ 12.93 લાખ
રાજસ્થાન 12.40 લાખ
તમિલનાડુ 11.40 લાખ

2022-23ના આંકડા મેટ્રિક ટનમાં

10 લાખ મેટ્રિક ટન કચરો

વિગત મેટ્રિક ટન
વેસ્ટ જનરેશન 63.23 લાખ
વેસ્ટ આયાત 85 હજાર
રિસાઇકલ 5.61 લાખ
યુટિલાઇઝ 18.37 લાખ

લેન્ડફીલમાં ડિસ્પોઝ

15.12 લાખ
આગથી ડિસ્પોઝ 1.13 લાખ
સ્ટોરેજ 10.62 લાખ

28 ટકા વેસ્ટ હાનિકારક કચરાનું ગુજરાતમાં રિસાઇકલ-યુટિલાઇઝ થાય છે
2022-23માં દેશમાં કુલ 86.09 લાખ મેટ્રિક ટન હાનિકારક વેસ્ટ રિસાઇકલ કે યુટિલાઇઝ કરાયો હતો. જેમાં ગુજરાતનો હિસ્સો 23.98 લાખ મેટ્રિક ટન હતો.રાજ્યમાં હાનિકારક કચરાના મેનેજમેન્ટ માટે 360 રિસાઇકલર્સ, 313 યુટિલાઇઝર્સ છે. રાજ્યમાં 11 કોમન ટ્રીટમેન્ટ-સ્ટોરેજ-ડિસ્પોઝલ ફેસિલિટી પ્લાન્ટ છે. આ ઉપરાંત 37 કચરો ડિસ્પોઝ કરતાં એકમો છે. ગુજરાતમાંથી 12.81 લાખ મેટ્રિક ટન કચરો હાનિકારક કચરો અન્ય રાજ્યોમાં મોકલવામાં આવ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!