GUJARAT

​​​​​​​એન્જિ.નું પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર: 40,406 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા, ગત વર્ષ કરતાં 8,798 વિદ્યાર્થીઓ વધ્યા; 10 જૂન સુધી ચોઈસ ફિલિંગ થઈ શકશે – Ahmedabad News

ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે હવે ACPC દ્રારા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રોવિઝનલ મેરીટ લિસ્ટમાં 40,406 વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે. ગત વર્ષે 31,608 વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મ

.

10 જૂન સુધી ચોઈસ ફિલિંગ થઈ શકશે
​​​​​​​
એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે 42,646 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 40,406 વિદ્યાર્થીઓને મેરિટમાં સ્થાન મળ્યું છે. ગુજેકટ આધારિત મેરીટમાં 38,969 વિદ્યાર્થીઓ છે, જ્યારે JEE આધારિત 1,437 વિદ્યાર્થીઓ છે. આજથી એન્જિનિયરિંગમાં ચોઈસ ફિલિંગ શરૂ થશે, જે 10 જૂન સુધી થઈ શકશે. એન્જિનિયરિંગનું ફાઈનલ મેરીટ લિસ્ટ અને મોક રાઉન્ડનું પરિણામ 13 જૂને જાહેર કરવામાં આવશે. કુલ 75,762 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ACPC દ્વારા વધુમાં વધુ વિદ્યાર્થીઓ ચોઈસ ફિલિંગ કરે તે માટે અપીલ કરવામાં આવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!