GUJARAT

ચૂંટણીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ: ગોધરા તાલુકાના નસીરપુર ગામે ઇજનેરી કોલેજ ખાતે 4 જૂનના રોજ મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે – panchmahal (Godhra) News


પંચમહાલ જિલ્લાની 18 લોકસભા બેઠક ઉપર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 7મી મેના રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે આગામી 04/06/2024ના રોજ મતગણતરી છે. ત્યારે આજે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આશિષ કુમારના અધ્

.

જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 18-પંચમહાલ લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા મત વિસ્‍તાર મુજબ અલગ-અલગ ટેબલ/હોલમાં કુલ 155 રાઉન્‍ડમાં મતગણતરી યોજાશે. જેમાં કુલ 11,16,171 ઇ.વી.એમ.ના મતો અને 15,972 પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે. જ્યારે અત્યાર સુધી 708 સર્વિસ વોટર નોંધાયા છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં 14 ટેબલની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્‍ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. મતગણતરી માટે કુલ 540થી વધુ અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે. કાયદો અને વ્યવસ્થા માટે ત્રણ લેયરમાં સિક્યુરિટી ગોઠવવામાં આવશે. જે માટે 5 ડી.વાય.એસ.પી, 10 પી.આઈ, 384 પોલીસ જવાનો તથા 35 સી.આઇ.એસ.એફ અને એસ.આર.પી જવાનોની ફાળવણી કરવામાં આવી છે.

એક વિધાનસભા મત વિસ્‍તાર દીઠ 14 ટેબલ એમ કુલ સાત વિધાનસભાના મળી કુલ 98 ટેબલ ઈ.વી.એમ માટે તથા પોસ્ટલ બેલેટ માટે અલગથી 37 ટેબલ પર મતગણતરી હાથ ધરાશે. 18-પંચમહાલ લોકસભાની વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતગણતરીના થનાર રાઉન્‍ડની વિગતો અંગે જણાવ્યું કે, 119- ઠાસરા વિધાનસભા માટે 22 રાઉન્‍ડ, 121-બાલાસિનોર માટે 24 રાઉન્‍ડ, 122 લુણાવાડા માટે 26 રાઉન્‍ડ, 124 શહેરાના 21 રાઉન્‍ડ, 125 મોરવા હડફના 18 રાઉન્‍ડ, 126 ગોધરાના 21 રાઉન્‍ડ અને 127 કાલોલના 23 રાઉન્‍ડ મળીને કુલ 155 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે.

મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે પંચમહાલ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી આશિષ કુમારે પૂર્વ તૈયારીઓને લઈને સબંધિત અધિકારીઓ સાથે પણ સમીક્ષા બેઠક યોજીને ચૂંટણી પંચની ગાઇડલાઈન મુજબ વિવિધ કામગીરીની સોંપણી કરાઈ છે. જેમાં મેડીકલ ટીમ અને નગરપાલિકા ફાયર વિભાગ, બી.એસ.એન.એલ., જી.ઈ.બી. સહિત વિવિધ વિભાગના કર્મીઓ પણ તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે ફરજ બજાવશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.પી.કે.ડામોર, નાયબ માહિતી નિયામક પારુલ મણિયાર સહિત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!