GUJARAT

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાનો વટ: રાજકોટ લોકસભા બેઠક પર ભાજપની 4.84 લાખ મતની લીડથી જીત, શું પરેશ ધાનાણીને બાપુઓનો સર્પોર્ટ ન મળ્યો? – Rajkot News

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની રાજા-મહારાજાઓ અંગે કરેલી ટિપ્પણી બાદ રાજકોટ બેઠક ખૂબ ચર્ચામાં આવી હતી. રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીથી રાજકોટમાં ભારે વિવાદ ઉભો થયો હતો. રાજકોટથી શરૂ થયેલો વિવાદ આખા ગ

.

આજે જાહેર થયેલા રાજકોટ લોકસભા બેઠકના ચૂંટણી પરિણામમાં પુરુષોત્તમ રૂપાલાની રેકોર્ડ બ્રેક 4.84 લાખ મતની લીડ સાથે ભવ્ય જીત થઈ છે. ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિયાણીઓના સપોર્ટમાં ઉતરેલા પરેશ ધાનાણીને બાપુઓનો પણ સપોર્ટ મળ્યો નથી.

પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી રૂપાલાને સૌથી વધુ મત મળ્યા
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના પુરુષોત્તમ રૂપાલાને સૌથી વધુ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી 1,59,035 મત મળ્યા. જ્યારે સૌથી ઓછા જસદણ વિધાનસભા બેઠક પરથી 94,344 મત મળ્યા છે. તો બીજી તરફ પરેશ ધાનાણીને સૌથી વધુ વાંકાનેર વિધાનસભા બેઠક પરથી 76,743 મત મળ્યા છે. જ્યારે સૌથી ઓછા જસદણ વિધાનસભા બેઠક પરથી 36,684 મત મળ્યા છે.

વિધાનસભા ભાજપ કોંગ્રેસ
66 111206 49282
67 103866 76743
68 119239 50663
69 159035 45045
70 111072 47039
71 152084 63746
72 94344 36684



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!