GUJARAT

ભાસ્કર વિશેષ: ધો. 4ના પ્રકરણ-8માં વાપી રેલવે સ્ટેશન, દમણના દરિયાનો ઉલ્લેખ – Vapi News

.

20 વર્ષ અગાઉ દમણની છાપ શરાબના શોખીનો પૂરતી જ હતી. જોકે દમણની કાયાપલટ થતાં પારિવારિક પર્યટન સ્થળ બન્યું છે. અને તેનો ઉલ્લેખ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધો. 4ના અભ્યાસક્રમમાં કરાયો છે. પ્રકરણ-8માં ‘રિયા પહોંચી મામાના ઘરે’ વાર્તામાં વાપી રેલવે સ્ટેશન અને દમણના દરિયા કિનારાનો ઉલ્લેખ કરાયો છે. પાઠ્યપુસ્તક મંડળે ધો. 4ના આસપાસ (પર્યાવરણ) વિષયમાં ગુજરાતના અનેક સ્થળોનું વર્ણન કરાયું છે. પ્રકરણ-8માં દમણના દરિયાકિનારે આવતી મજા અંગેનો વિગતવાર ઉલ્લેખ કરાયો છે. રિયા ટ્રેનની લાંબા યાત્રા પછી વાપી રેલવે સ્ટેશને પહોંચી મામાના ઘરે પહોંચે છે, ત્યાંથી સમગ્ર પરિવાર વાપીથી દમણના દરિયા કિનારે ફરવા જાય છે. દમણ જંપોર બીચ પર રેતીનાં ઘર બાળકોએ બનાવ્યાં હતાં. દમણ દરિયા કિનારે રેતીમાં રમવાની, ઘોડેસવારી, ઊંટસવારી, હોડી સવારીની મજા અંગેનાં સ્મરણો રજૂ કરાયા છે. વાપી સ્ટેશનથી દમણ કેવી રીતે પહોંચ્યા અને દમણ દરિયા કિનારે કેવી મજા આવી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી વાપી,વલસાડ સહિત ગુજરાતભરના ધો.4ના બાળકો દમણ દરિયા કિનારે આવતી મજા અંગેના પાઠ ભણશે.

અનુભવ સાથે જોડાયેલું અધ્યયન ચીર સ્મરણીય બને છે: આચાર્ય

વાપી પ્રાથમિક શાળાના આચાર્યે જણાવ્યું હતું કે અધ્યયન અધ્યાપન જ્યારે અનુભવ સાથે જોડાય છે ત્યારે તે ચીર સ્મરણીય બની રહે છે. ધોરણ-4 ના પર્યાવરણ (આસપાસ)ના પુસ્તકમાં રિયા પહોંચી મામાને ઘેર એકમમાં વાપી રેલવે સ્ટેશન અને રમણીય દમણના દરિયા કિનારા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાપી રેલવે સ્ટેશન અને દમણના દરિયા કિનારો જેવા જાણીતા શબ્દો સાંભળતા વેત જ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા અને ઉત્સાહ વધી જાય છે.

દરિયાનો કિનારો વલસાડના તિથલનો પ્રખ્યાત હતો. દમણનો દરિયા કિનારો પથરાણ હોય, ત્યાં લોકો દરિયાની મજા લેવા નહી, પરંતુ માત્ર શરાબની મજા લેવા જતા હતા. વર્ષો અગાઉ દમણ માત્ર શરાબ રસિયાઓ માટેનું જ પ્રવાસન સ્થળ હતુ, પરંતુ હાલ દમણના દરિયાની કાયાપલટ થઇ, અહીં લાંબો સી ફ્રન્ટ બનાવ્યો અને નિયમો કડક કરી રસ્તે રખડતા શરાબીઓ પર લગામ લગાવાઇ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!