GUJARAT

ત્રિપલ અકસ્માતે 4નો ભોગ લીધો: રોંગ સાઇડ આવતી બલેનો ટ્રેલરમાં ઘૂસી, કાબૂ ગુમાવતાં ટ્રેલર ટ્રક સાથે અથડાયા બાદ પલટી ગયું, 5 વર્ષની બાળકીનું માથું છુંદાયું – banaskantha (Palanpur) News


પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી અને મહિલા સહિત 4 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે અન્ય 2 લોકોને ઈજા પહોંચી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા

.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર ભડકાવાડા પાટિયા પાસે ટ્રેલર, ટ્રક અને બલેનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ત્રિપલ અકસ્માતમાં બાળકી અને મહિલા સહિત 4 લોકોનાં મોત તેમજ 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

કંઇ રીતે થયો અકસ્માત?
વડગામના ભરકાવાડા પાસે પુરઝડપે રોંગ સાઇડમાં આવતી બલેનો કારના ચાલકે પોતાની કાર ગફલત રીતે હંકારીને કટ્ટા ભરીને જઈ રહેલા ટ્રેલરને ટક્કર મારી હતી. બલેનોએ ટ્રેલરને ટક્કર મારતા જ ટ્રેલરને ચાલકે પોતાના વાહન પરથી કાબૂ ગુમાવી દીધો હતો. આ દરમિયાન અમદાવાદથી પાલનપુર તરફ આવી રહેલી ટ્રક સાથે ભટકાઇને ટ્રેલર ઊંધુ વળી ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના આગળના ભાગનો ખુડદો બોલી ગયો હતો. જ્યારે સામાન ભરેલું ટ્રેલર પર રોડ પર પલટી ગયું હતું. જેથી ટ્રેલરમાં ભરેલો સામાન રોડ પર વિખેરાયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં હતાં. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહોને પીએમ અર્થ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

મૃતકનાં નામ

  • શુભાંગદેવી ભોપારામ ચૌધરી, ઉ. 33 વર્ષ, સાંચોર
  • સંજુ ભોપારામ ચૌધરી, ઉ. 5 વર્ષ, સાંચોર
  • સલીમખાન મીરુ ખાન બાડમેર, ઉ. 42 વર્ષ
  • જાની ખાન મોહબ્બત ખાન સિંધી

PSIએ શું કહ્યું?
વડગામના PSI NV રહેવરે જણાવ્યું કે, આ અકસ્માતમાં 4 લોકોનાં મોત થયાં છે. જેમાં ત્રણનાં ઘટના સ્થળે જ મોત થયાં હતાં. જ્યારે એકનું સારવારમાં મોત થયું છે. એક 5 વર્ષની બાળકી તેમજ એક મહિલા સહિત 4નાં મોત થયાં છે. બે લોકો સાંચોર જિલ્લાના રહેવાસી છે જ્યારે એક શખ્સ બાડમેર જિલ્લાનો રહેવાસી છે.

અમીરગઢમાં છોટાહાથી-એક્ટિવા વચ્ચે અકસ્માત, એકનું મોત
આ ઉપરાંત અમીરગઢના વિરમપુર ડાભેલી અજાપુર પાટિયા પાસે પણ એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં છોટા હાથી અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં સ્થાનિક લોકો દ્વારા ઘાયલ વ્યક્તિને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

હવે જોઈએ પાલનપુર-અમદાવાદ હાઈવે પણ સર્જાયેલા અકસ્માતની તસવીરો….



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!