GUJARAT

દાસ્તવેજ કોર્ટે ગેરલાયક ઠેરવ્યો: સબ રજિસ્ટ્રાર ઓફિસથી ફરિયાદ થઈ, દસ્તાવેજમાં અશાંતધારાની ડમી પરવાનગી મેળવનાર 3 ઝડપાયા, આરોપી વિદેશ ફરાર થાય તે પહેલાં દબોચ્યો – Vadodara News

વડોદરા શહેરના વાડી વિસ્તારમાં દસ્તાવેજમાં અશાંતધારા પ્રમાણપત્ર ડમી ઉભું કરી દસ્તાવેજ થયો હોવાની સબ રજિસ્ટ્રાર કચેરીને જાણ થતાં જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે સ્થાનિકો દ્વારા કલેક્ટરને જાણ કરી હતી. આ મામલે રાવપુરા પોલીસે ત્રણ આરોપીઓની ધરપક

.

સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી એક ફરિયાદ આપવામાં આવી હતી
આ અંગે ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું કે, રાવપુરા પોલીસ મથકમાં ગત 9 મેના રોજ સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી એક ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં શહેરના વાડી વિસ્તારમાં આવેલું છીપવાડા ખત્રી પોળમાં એક મિલકતમાં દસ્તાવેજ થયો છે તેમ ખોટી રીતે અશાંતધારાની પરવાનગીનો લેટર છે અને તે અનુસંધાને તપાસ કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આરોપી ઈલિયાસ, લત્તાબેન અને નિલેશ પટેલ અંગે અમને જાણકારી મળી હતી અને તે બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી.

આરોપીઓ જદાર શહેરમાં ભાગી જવાના ફિરાકમાં હતા
વધુમાં કહ્યું હતું કે, આ વિસ્તારમાં આવેલ મકાનના માલિક લતાબેન છે અને તેઓનું મકાન ઈલિયાસ શેખ ખરીદવાના હતા. આ બાબતે આરોપીઓ નાસતા ફરતા હતા. જેમાં પોલીસે જુદી જુદી ટીમો બનાવી હતી અને લુક આઉટ નોટિસ પણ જાહેર કરી હતી. જેના આધારે ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટને મળતા આરોપી ઈલિયાસ શેખ સાઉદી અરેબિયાના જદાર શહેરમાં ભાગી જવાના ફિરાકમાં હતા. આ બાબતની જાણ થતા જ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ મુંબઈથી આરોપીની દબોચ્યો હતો અને અમારી ટીમ ત્યાં રવાના થઈ હતી અને ત્યાંથી તેની અટકાયત કરી હતી.

જુનેદ અને શકિલની અટકાયત કરવામાં આવી
વધુમાં કહ્યું હતું કે, ઈલિયાસની પૂછપરછ કરતા જુનેદ, શકીલ અને સમીરનું નામ ખૂલેલું છે. જેમાં જુનેદ અને શકિલની અટકાયત કરવામાં આવી છે અને સમીરની શોધખોળ ચાલી રહી છે. આ બાબતે હાલમાં તપાસ ચાલી રહી છે અને કોઈ કચેરીના કર્મચારી સંડોવાયેલ હશે તો તેઓની સામે પણ પગલાં લેવામાં આવશે. આ ઈસમો કચેરી પાસે ઉભા રહી વેચનાર પાસે કોઈ દસ્તાવેજ ખૂટે તો કામમાં મદદરૂપ થઈ દસ્તાવેજ લાવી આપતા હતા.

અશાંતધારાના ખોટા સર્ટી આધારે દસ્તાવેજ થયો છે
વધુમાં જણાવ્યું હતું કે, પરવાનગી વગર અને અશાંતધારાના ખોટા સર્ટી આધારે દસ્તાવેજ થયો છે તેમાં પોલીસ પરવાનગી પણ લેવાની હોય છે તે પેન્ડિંગ હોવા છતાં પણ દસ્તાવેજ થયા છે. તે અંગે રદ થયેલા દસ્તાવેજની કોર્ટની કોપી પણ અમે લીધી છે. જૂના માલિક હતા લતાબેન તેઓના નામે હાલ દસ્તાવેજ કરાવવામાં આવ્યો છે. આ દાસ્તાવેજની કાર્યવાહીમાં ખોટી રીતે કામગીરી કરનાર તમામ વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!