GUJARAT

3 હજાર સ્કૂલ વાનચાલકોએ હડતાળ સમેટી: સ્કૂલવાનના વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાં મોકલાનું શરૂ કરતા અમારા ચાલકોની રોજી રોટી છીનવાઈ રહી છે: રાજકોટ સ્કૂલવાન એસો. – Rajkot News


રાજકોટના ત્રણ હજાર સ્કૂલવાન ચાલકોએ હડતાળ પાડી હતી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જો કે, સાંજે સ્કૂલવાન ચાલક એસોસિએશનના બહાદુરસિંહ ગોહિલે પોતાની હડતાળ સમેટી લીધાનું એલાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સ્કૂલવાનના વિદ્યાર્થીઓને સ્કૂલ બસમાં લઇ જવ

.

3 માસની મુદ્દત આપવામા આવે તેવી માગ
તેમણે જણાવ્યું હતુ કે, રાજકોટમાં સ્કૂલ વાનમાં CNG કીટ ઉપર બાંકડા હોય તો ટેક્સી પાસિંગ કરાવી આપવામાં આવતું નથી. જ્યારે રાજ્યનાં અન્ય જિલ્લાઓમાં આ પ્રકારનો કોઈ નિયમ નથી. પછી, રાજકોટ આરટીઓ કચેરી દ્વારા તમને સ્કૂલવાનમાં CNG કીટ ઊપર બાંકડા મૂકવાની મંજૂરી આપવામા આવે તો જ 14 વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. શાળાઓ શરૂ કરવા માટે શરતી મંજૂરી તંત્ર દ્વારા આપવામાં આવી છે તો અમને સ્કૂલ વાનચાલકોને પણ 3 માસની મુદ્દત આપવામા આવે તેવી માગ છે. આ બાબતે અમે રાજકોટ લોકસભાના ભાજપના સાંસદ પરસોત્તમ રૂપાલાને પણ રજૂઆત કરી હતી. પરંતુ હજુ સુધી તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

ટેક્સી પાસિંગના રૂ. 30,000નો ખર્ચ છે
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ટેક્સી પાસિંગના રૂ. 30,000નો ખર્ચ છે અને એક સ્કૂલવાન ચાલક પર 7 વ્યક્તિઓનો જીવન નિર્વાહ ચાલે છે. છેલ્લા 3 દિવસમાં 20 સ્કૂલ વાન ચાલકોને દંડ કરવામાં આવ્યો છે જે દંડ અમે ભરી શકીએ તેમ નથી. વાલીઓ પણ અમને વિનંતી કરે છે કે, સ્કૂલ વાન શરૂ કરી દેવામાં આવે. અમે પણ અમારું કામ શરૂ કરી દેવા માટે તૈયાર છીએ. પરંતુ RTO કચેરી દ્વારા કડક દંડ ફટકારવામાં આવે છે. જે અમને મંજૂર નથી. અમારે જીવવું કે મરી જવું? તે સમજાતું નથી. અમે આગામી સમયમા RTO કચેરીનો ઘેરાવ કરીશું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!