GUJARAT

અમરેલી ચૂંટણી પરિણામ: અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત, ભરત સુતરીયાનો 3 લાખથી વધુ મતથી વિજય – Amreli News


અમરેલીના સાંસદ કોણ? તેનો ફેંસલો આજે થઈ ગયો છે. અમરેલી લોકસભા બેઠક પર મતદારો દ્વારા 7મેંના રોજ 9 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ કરવામાં આવ્યું હતું, જે બાદ આજે પ્રતાપરાય કોલેજમાં મતગણતરી કરવામાં આવી હતી. જેમાં અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભ

.

આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા આગળ હતા. જે બાદ ઈવીએમની ગણતરી હાથ ધરવામાં આવી હતી. એક બાદ એક રાઉન્ડ પ્રમાણે મતગણતરી કરવામાં આવી હતી. જેમાં થોડી વાર ભારે રસાકસી જોવા મળી હતી. જોકે, તે બાદ ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા સતત લીડ મેળવી રહ્યા હતા અને અંતે તેઓએ શાનદાર જીત મેળવી હતી.

જીત બાદ ભરત સુતરીયાની પ્રતિક્રિયા
ભાજપના વિજેતા ઉમેદવાર ભરત સુતરીયાએ જણાવ્યું કે, ત્રણ લાખથી વધુ મતથી જીત મેળવી છે. જેટલી મને લીડ મળી છે એટલા સામેના ઉમેદવારને મત પણ નથી મળ્યા. અમરેલીના મતદારોનો હું ખુબ ખુબ આભાર માનું છું. તેઓએ ખેડૂતના પુત્રને વિજય બનાવ્યો છે. અફવાઓ ચાલતી હતી કે, એક ઈગ્લેન્ડથી ભણેલા છે અને એક અહિં અમરેલીમાં ભણેલા છે. લોકોએ ઈગ્લેન્ડથી ભણેલાને જાકારો આપ્યો છે. ખેડૂતના દિકરાને પસંદ કર્યો છે. અમરેલીવાસીઓની અપેક્ષા મુજબ હુ આવનારા દિવસોમાં કામ કરીશ. તમે પ્રેમથી રહેવા માંગતા હોય તો તમારા દિલમાં રહેવાનો છું અને નફરતથી રહેવા માંગતા હોવ તો તમારા દિમાગમાં રહેવાનો છું પણ રહેવાનું છું પાક્કુ.

હાર બાદ કોંગ્રેસના જેની ઠુંમરની પ્રતિક્રિયા
કોંગ્રેસના હારેલા ઉમેદવાર જેની ઠુંમરે જણાવ્યું કે, પરિણામમાં મને જેવી અપેક્ષા હતી. તેમાં ક્યાક હું ઉણી ઉતરી છું. લોકોએ હજુ પણ મને ટકવા માટે વધુ સમય આપ્યો છે. આ વખતે આશા સાથે મેદાનમાં ઉતરી હતી. લોકો સુધી જવા માટે જે મનો મંથન કરવાનું છે. તેમનો વિશ્વાસ જીતવા માટે શું સંઘર્ષો કરવા પડે તે માટેનો સમયગાળો આપ્યો છે. તે માટે હું ક્યાય પાછી નહીં પડું. આવનારા પાંચ વર્ષમાં હુ ફરી મેદાનમાં ઉતરીશ. આ તકે મારા કાર્યકરોનો ખુબ આભાર. તેમજ સામેના ઉમેદવાર ભરતભાઈને હું અભિનંદન પાઠવું છું. તેમજ અમરેલીની જનતા જે વિકાસ ઝંખી રહી છે. તેમાં ભરતભાઈ તમે ક્યાય ઉણા નહીં ઉતરો. અમે પણ ફરી લોકોની સેવામાં જોડાઈ જશું. ક્યા કચાશ રહી છે તે આવનારા સમયમાં હું લોકો વચ્ચે જઈને જાણીશ.

આવો હવે ગ્રાફિક્સથી જાણીએ સવારે આઠ વાગ્યાથી બન્ને ઉમેદવારો વચ્ચે થયેલી રસાકસી….

હવે ટાઈમ લાઈનથી જાણીએ સવારે 8 વાગ્યાથી શરૂ થયેલો અમરેલી બેઠકનો માહોલ…



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!