GUJARAT

ડે. ચીફ ફાયર ઓફિસર 3 દિવસના રિમાન્ડ પર: ACBના સર્ચમાં ભીખા ઠેબાની આવક કરતા 67 ટકા વધુ બેનામી મિલકત; 10 પ્લોટ, 17 બેંક અકાઉન્ટ ને લોકર મળી આવ્યા – Rajkot News


રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ACBની તપાસમાં અપ્રમાણસર મિલકત હોવાના પ્રાથમિક પુરાવા મળતા રાજકોટ મહાનગર પાલિકાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ACBની હાલની તપાસમાં આવક કરતા 67.27 ટકા વધુ મિલકત હોવાનું ખુલ્ય

.

ઠેબાએ પત્ની, પુત્ર અને પુત્રીના નામે મિલકત વસાવી
રાજકોટ મનપાના સસ્પેન્ડ ડે. ચીફ ફાયર ઓફિસર વિરૂદ્ધ ACBએ તપાસ શરૂ કરતાં ઠેબાના 17 બેંક એકાઉન્ટ તેમજ 10 પ્લોટ મળી આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં મોટાભાગના પ્લોટ રાજકોટ-ગોંડલ હાઈવે અને તેની આસપાસમાં વસાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઠેબાએ તમામ મિલકત તેની પત્ની જુબેદાબેન, દીકરી નિલોફર તથા દીકરા નઝીમના નામે વસાવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રાજકોટમાં ગીતાનગર પ્લોટ તથા ગોંડલમાં મહંમદી બાગમાં પ્લોટ રાખવામાં આવ્યો છે.

ડે. ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાની ઓફિસે ACBનું સર્ચ ઓપરેશન.

ઠેબાની બેનામી સંપત્તિ કબજે કરાશે
વર્ષ 2012થી માર્ચ 2024 સુધીમાં ઠેબાની સરકારી આવક રૂપિયા 1.18 કરોડ છે, જેની સામે રૂપિયા 1.94 કરોડનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે. આવક કરતાં 67.27 ટકા વધુ મિલકતો વસાવી હોવાનું સામે આવ્યું છે. ભીખા ઠેબાએ રાજકોટ તથા ગોંડલમાં પત્ની, દીકરી, તથા દીકરાના નામે પ્રોપર્ટી વસાવી હોવાના પુરાવા ACBને હાથે લાગ્યા છે. હાલ 3 દિવસના રિમાન્ડ મંજૂર થતાં ઊંડાણ પૂર્વક તપાસ કરી આગામી દિવસોમાં ઠેબાની બેનામી સંપત્તિ કોર્ટના માર્ગદર્શન મુજબ કબજે કરવાની તજવીજ હાથ ધરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

ACB ઠેબાની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરી ખર્ચની તપાસ કરશે
આ ઉપરાંત ટ્રાવેલ્સ હિસ્ટ્રી પણ તપાસવામાં આવતી હોય છે. ત્યારે સસ્પેન્ડ કરવામાં આવેલા રાજકોટ મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા અને તેના પરિવારજનો વિદેશ પ્રવાસે ગયા છે કે, નહીં તેની પણ તપાસ ACB કરશે અને જ્યાં ગયા હતા તો તેમાં કેટલો ખર્ચ થયો તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી શકે છે. ACBની હાલની તપાસમાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબાની પત્નીના નામે ગોંડલમાં પ્લોટ છે, ઉપરાંત પત્નીના જ નામે મહિતા ગામમાં ખેતીની જમીન છે. બી. જે. ઠેબાએ તેના સંતાનોના નામે પણ મિલકતો વસાવી છે. જેમાં તેની પુત્રીના નામે વાવડીમાં એક કારખાનાનો શેડ ખરીદ્યો હતો. જે હાલ ભાડા પટ્ટે આપી દીધો છે. આ ઉપરાંત ઠેબાએ મોચીનગરમાં એક પ્લોટ ખરીદ્યો હતો. આ પછી આ પ્લોટ પર બંગલો બનાવ્યો છે.

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા

કોર્ટે ઠેબાના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આરોપી ભીખા ઠેબાને 3 દિવસના રિમાન્ડની માગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે બેંક બેલેન્સ, રોકાણામ ફિક્સ ડિપોઝિટ, શેર બજાર, લોકર વગેરેની પણ તપાસ ACB ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!