GUJARAT

પરિવારમાં ભારે અરેરાટી: દરેડ ફેસ-3માં 9 વર્ષના બાળકનો ગળાફાંસો ખાઇ આપઘાત – Jamnagar News


જામનગરની ભાગોળે આવેલ દરેડ ફેસ-3માં 9 વર્ષના બાળકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. બાળકની માતાએ સાયકલ ચલાવવા બાબતે ઠપકો આપતા બાળકે પગલું ભર્યુ હોવાનું પોલીસની તપાસમાં ખુલવા પામતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે બાળકના મૃતદેહને જ

.

પુજાબહેનના પતિ કોમલકુમાર જાટવ મધ્યપ્રદેશમાં રહે છે. જયારે બન્ને બાળકો માતા સાથે દરેડમાં વસવાટ કરે છે. ત્યારે શનિવારના પુજાબહેનના 9 વર્ષના બાળક લકકીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. બનાવના પગલે પોલીસ દરેડ ફેસ-3માં દોડી ગઇ હતી અને બાળકે કયાં કારણોસર આ પગલું ભર્યુ તે અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં માતાની પુછતાજમાં જાણવા મળ્યું કે, બાળક અવાર-નવાર સાયકલ લઇને ઘરની બહાર નિકળી જતો હતો અને બપોર સુધી ઘરે ન આવતો હોવાથી માતાને ભારે ચિંતા રહેતી હોવાથી બાળકને ઠપકો આપતા બાળક તેની ઉપરની ઓરડીમાં જતો રહ્યો હતો.

તેની માતા જમવા માટે તેને બોલવવા આેરડીમાં જતાં બાળકે તેના દુપટા વડે ગળાફાંસો ખાઇ લેતા તેના પગની નીચેથી જમીન સરકી ગઇ હતી અને માતાના આક્રંદથી આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતાં અને આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ દોડી આવી હતી અને બાળકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે માતા સહિત આજુબાજુના લોકોના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાળકના આ પગલાથી પરિવારમાં માતમ છવાયો છે. બાળકના આ બનાવથી જામનગર સહિત દરેડ અને હાલારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

બાળકે આવેશમાં આવી ભરેલું પગલું હોઈ શકે : ડોક્ટર દિપક તિવારી
પહેલા અને અત્યારના બાળકોના લાલન પોષણ માં ઘણો ફેર પડી ગયો છે બાળકો અગાઉ બધી રીતે સહનશક્તિ અને મજબૂત હતા અત્યારના બાળકો સોહનશીલતા ધીમે ધીમે ગુમાવી રહ્યા છે તેઓ નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે અને ગમે તેવા પગલાં ભરવાનું વિચારી લેજે આ કિસ્સામાં પણ આવું જ કાંઈ થયું હોય અને આવેશમાં પગલું ભરી લીધું હોય.> ડો. દિપક તિવારી, સાઈક્યાટ્રીક, જી.જી. હોસ્પિટલ, જામનગર.

પોલીસ પોસ્ટમોર્ટમની રાહ જોઈ રહી છે
નવું વર્ષના બાળક ના બાળકના આપઘાતની વાત પોલીસને પણ હજુ થોડી શંકાસ્પદ લાગી રહી છે પરંતુ તેઓ સવારે પોસ્ટમોર્ટમ થાય તેની રાહ જોઈ રહી છે કારણ કે બાળક આ રીતે આપઘાત કરે તે માનવામાં આવી રહ્યું નથી આખા કેસનો દારૂમદાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર હાલ અટકેલો છે પોલીસ તેની રાહ જોઈ રહી છે.

​​​​​​​લક્કી હવે તું સાયકલ લઇને બહાર ગયો તો તને તારા પિતા પાસે મધ્યપ્રદેશમાં મોકલી દઈશ : માતા
પુજાબહેને જણાવ્યું હતું કે, શનિવારના લકકીને ઠપકો આપ્યો કે, હવે તું સાયકલ લઇને બહાર ગયો તો તારા પિતા જે એમ.પી.માં છે તેની પાસે તને મોકલી દઇશ તેમ કહેતા બાળકને મનમાં લાગી આવતા તેના ઘરની ઉપરની ઓરડીમાં ચાલ્યો ગયો હતો અને બપોર સુધી નીચે ન આવતા હું તેને જમવા માટે બોલાવવા ગઇ હતી. > પુજાબહેન, બાળકની માતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!