GUJARAT

ખેડા ચૂંટણી પરિણામ: ખેડા બેઠક પર ભાજપના ઉમેદવારની શાનદાર જીત, દેવુસિંહ ચૌહાણ 3,57,758 મતથી વિજેતા – kheda (Nadiad) News


લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આજે તા. 04 જૂન 2024ના રોજ સમગ્ર દેશમાં કુલ 543 અને ગુજરાતમાં 26 બેઠકો પર મતગણતરી યોજાઈ હતી. જેમાં 17-ખેડા લોકસભા બેઠક માટે આઈ.ટી.આઈ પલાણા ખાતે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મત ગણતરીના કુલ 28 રાઉન્ડના અંતે ભારત

.

ક્યા ઉમેદવારને કેટલા મત મળ્યાં
ખેડા લોકસભાની બેઠક માટે આજે સવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. ઈવીએમમાં નોંધાયેલ કુલ 11,64,397 મત તથા પોસ્ટલ બેલેટ દ્વારા નોંધાયેલ કુલ 11,451 મતની ગણતરી કરતા દેવુસિંહ ચૌહાણને કુલ 7,44,435 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર કાળુસિંહ ડાભીને કુલ 3,86,677 મત, બહુજન સમાજ પાર્ટીમાંથી ભાઈલાલભાઈ કાળુભાઈ પાંડવને કુલ 6,152 મત, ગરીબ કલ્યાણ પાર્ટીમાંથી ઈન્દીરાદેવી હીરાલાલ વોરાને કુલ 1,135 મત, રાઈટ ટુ રીકોલ પાર્ટીમાંથી ઈમરાનભાઈ બીલાલભાઈ વાંકાવાલાને કુલ 928 મત, ભારતીય જન પરીષદમાંથી કમલેશભાઈ પોપટભાઈ પટેલને કુલ 949 મત, ન્યુ ઈન્ડિયા યુનાઈટેડ પાર્ટીમાંથી દશરથભાઈ હરજીવનભાઈ કાંટીયાને કુલ 792 મત, રાષ્ટ્રીય મહાસ્વરાજ ભૂમિ પાર્ટીમાંથી અનિલકુમાર ભાઈલાલભાઈ પટેલને કુલ 2,523 મત, ભારતીય જનનાયક પાર્ટીમાંથી સૈયદ કાદરી મોહમ્મદ સાબિરને કુલ 1,838 મત મળ્યા હતા. ઉપરાંત અપક્ષમાંથી ઉપેન્દ્રકુમાર વલ્લવભાઈ પટેલને કુલ 2,715 મત, હિતેશકુમાર પરસોતમભાઈ પરમારને કુલ 2,741 મત તથા સંજયકુમાર પર્વતસિંહ સોઢાને કુલ 6,139 મત તેમજ નોટાના કુલ 18,824 મત નોંધાયા હતા.

જીત બાદ ભાજપના ઉમેદવારની પ્રતિક્રિયા
દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, ભાજપના આગેવાનોની હાજરીમાં જ્યારે આ વિજય થયો છે, ત્યારે સૌથી પહેલા તો હુ મોદી સાહેબનો આભાર માનું છું. જેના માધ્યમથી આ ભવ્ય વિજય મળ્યો છે તેવા અમિત શાહ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપના ધારાસભ્યો, ખેડા લોકસભાના કાર્યકરો, ખેડાની જનતા સહિતનો હું આભાર માનું છું. વડાપ્રધાન મોદી સાહેબ પ્રત્યે દેશની જનતાનો ખેડાની જનતાનો વિશ્વાસ, જે પ્રમાણે વિકાસ થયો છે તે જોઈને ખેડાની જનતાએ આ આર્શિવાદ આપ્યાં છે.

આવો હવે ગ્રાફિક્સથી જાણીએ સવારે આઠ વાગ્યાથી બન્ને ઉમેદવારો વચ્ચે થયેલી રસાકસી….

હવે ટાઈમ લાઈનથી જાણીએ સવારે 8 વાગ્યાથી શરૂ થયેલો ખેડા બેઠકનો માહોલ…



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!