GUJARAT

3 ટ્રકમાંથી 397 બકરા નીકળ્યા: પાટણથી ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધીને મુંબઈ લઈ જવાતા હતા, ચીખલી પોલીસે 5 શખ્સોને ઝડપી બકરાઓને મુક્ત કરાવ્યા – Navsari News


થોડા દિવસો બાદ બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે તેમાં બકરાઓનું વેચાણ મોટા પાયે થાય છે. પાટણથી ત્રણ ટ્રકમાં ખીચોખીચ ક્રૂરતાપૂર્વક બકરાઓને ભરી લઈ જતા ત્રણ ટ્રક ચાલક વિરુધ્ધ ચીખલી પોલીસમાં ગુનો નોંધાયો છે.આ ટ્રક ચીખલી પાસે ઉભી હતી જેથી પોલીસ કંટ્રોલરૂમમાં

.

ચીખલી પોલીસને બાતમી મળી હતી કે, દેગામની હદમાં આવેલા ગુજરાત હોટલની સામે તથા મેટ્રો હોટલની સામે ત્રણ ટ્રક ઉભા છે જેમાં ખીચોખીચ બકરા ભરવામાં આવ્યા છે. જઈને તપાસ કરતા ક્રૂરતા પૂર્વક અને કોઈપણ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા કર્યા વગર 7,94,000 ની કિંમતના 397 નંગ બકરાઓ લઈ જવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી જરૂરી પાસ પરમિટ માંગતા તેમણે ન હોવાનું સ્વીકાર્યું હતું. જેથી ટ્રક ચાલક અને ક્લીનર મળી કુલ પાંચની ધરપકડ કરીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે. વિરુધ્ધ પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ અગીયાર ADEHK તથા મોટર વાહન અધિનિયમ કલમ 123(ક )તથા સેંટ્રલ મોટર વ્હિકલ ઇલેવન્થ એમેડમેંટ અધિનિયમ 2015 કલમ 125(ઇ)મુજબ તથા ગુજરાત મોટર વ્હીકલ એક્ટ 1986 ની કલમ 192 મુજબ કાયદેસર ફરિયાદ કરવામાં આવી છે છે.સાથે લીયાકત મુસાભાઇ સિદાંત,અશોકભાઇ લાલચંદભાઇ તિવારી, મોહસીન દાઉદભાઇ સુમરા,સિરાજખા પિરોજખા ખોખર, પ્રહલાદ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. બકરા અને ટ્રક મળી કુલ 24,44,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!