GUJARAT

બાળકોને રેઢાં ના મૂકો: રાજકોટના એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારની 3-3 વર્ષની બે બાળકી રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં પડી, ડૂબી જતાં બન્નેનાં મોત – Rajkot News


રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્યાં જ ચોકીદારી કરતા નેપાળી પરિવારની બે 3-3 વર્ષની બાળકી રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી. જો કે, કોઈ બચાવે તે પહેલાં જ બન્નેનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. સોસાયટીન

.

બનાવથી સોસાયટીના લોકો એકઠા થઈ ગયા
બનાવ એવો છે કે, યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલે રાત્રિના સ્વિમિંગ પૂલમાં બે બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ થતાં સોસાયટીના લોકો એકઠા થઈ બન્ને બાળકીને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ બંને બાળકીનાં મોત નીપજ્યા હોવાનું જાણવા મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.

બન્ને બાળકીનાં પરિવારજનો મૂળ નેપાળનાં વતની
બનાવ અંગેની જાણ સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી અને પોલીસે આવી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બન્ને બાળકીની ઉંમર 3-3 વર્ષ હોવાનું સામે આવ્યું હતું. જેમાં એકનું નામ પ્રકૃતિ ગોકુલ ચાંદ અને બીજી બાળકીનું નામ મેનુકા પ્રકાશ સિંઘ હોવાનું સામે આવ્યું છે. બન્ને બાળકીનાં પરિવારજનો મૂળ નેપાળનાં વતની છે અને અહીંયાં શિલ્પન ઓનિક્સ બિલ્ડિંગમાં રહી તેઓ ચોકીદારનું કામ કરે છે.

યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટ

પગ લપસતા બન્ને ડૂબી ગયાની શક્યતા
સોસાયટીના રહેવાસી હર્ષલ સેવકે જણાવ્યું હતું કે, હું આ સોસાયટીમાં રહું છું. ગઈકાલે રવિવાર હોવાથી સોસાયટીના ક્લબ હાઉસમાં થિયેટરમાં પિક્ચર જોવા બધા 9.30 વાગ્યે ગયા હતા. આ પછી એકાદ કલાક બાદ સોસાયટીના અન્ય કોઈ સ્વિમિંગ પૂલ પાસેથી પસાર થતા એક બાળકીને પાણીમાં જોઈ હતી અને થોડીવારમાં અન્ય એક બાળકી પણ જોવા મળી હતી. તુરંત 108ને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ બન્ને બાળકી મૃત હાલતમાં જ હોવાનું જાણવા મળ્યું હતું. સ્વિમિંગ પૂલ કવર્ડ કરેલ છે, આમ છતાં બન્ને બાળકી અંદર પહોંચી ગઈ હતી અને બન્નેના પગ લપસી જતા અંદર પડી જવાથી ડૂબી જતા મોત નીપજ્યાનું લાગી રહ્યું છે.

સોસાયટીના રહેવાસી હર્ષલ સેવક

સોસાયટીના રહેવાસી હર્ષલ સેવક

માતા-પિતાએ પણ શીખ લેવા જેવું
આ એક ઘટના નથી પરંતુ ગત માર્ચ મહિનામાં પણ આ જ પ્રકારે દુર્ઘટના રાજકોટમાં થઈ હતી. આજે ફરી રાજકોટમાં બનેલી આ દુર્ઘટનામાં બે બાળકીનાં મોત નીપજ્યા છે ત્યારે માતા-પિતાએ પણ શીખ લેવા જેવી છે અને જે સોસાયટીમાં સ્વિમિંગ પૂલ હોય ત્યાં બાળકો એકલાં અંદર ન જઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરવી જરૂરી છે.

બન્ને બાળકી એક કલાક સુધી સ્વિમિંગ પૂલમાં જ પડી રહી હતી.

બન્ને બાળકી એક કલાક સુધી સ્વિમિંગ પૂલમાં જ પડી રહી હતી.

માર્ચ મહિનામાં આવો જ બનાવ બન્યો હતો
ઉલ્લેખનીય છે કે, ગત માર્ચ 2024માં પણ રાજકોટના ઘંટેશ્વર પાસે વર્ધમાનનગર શેરી નં.3માં આવેલ ઓરમ એપાર્ટમેન્ટમાં અમૃત લોકેશભાઈ વિશ્વકર્મા (ઉં.વ.4) નામનો બાળક રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો અને ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!