GUJARAT

ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ છતાં રૂપાલાની જીત: રૂપાલાએ ધાનાણી સામે 22 વર્ષે બદલો લીધો, કુંડારિયાની લીડનો રેકોર્ડ તોડ્યો, ફરી મંત્રી બનશે કે નહીં? – Rajkot News


દેશ અને ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બેઠકનું પરિણામ અણધાર્યું અને શાનદાર સામે આવ્યું છે. રાજકોટમાં લોકસભા ચૂંટણી લડવા ભાજપે ઉતારેલા પુરુષોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં વિરોધનો શંખનાદ ફૂંકાયો હતો. જે વિરોધ ધીરે ધીરે રાજ્યવ્યાપી બનીને ઘણી સીટ પ

.

રૂપાલાએ ધાનાણી સામે 22 વર્ષે બદલો લીધો
2002માં જ પ્રથમ વખત અમરેલીમાંથી વિધાનસભાની ચૂંટણી લડવાની તક મળી. મોદી સરકારમાં મંત્રી તરીકે રહેલા અને ત્રણ વાર જીતેલા પુરુષોત્તમ રૂપાલાને 16 હજાર મતોથી હરાવીને જાયન્ટ કિલર તરીકે જાણીતા થયા હતા. આમ 22 વર્ષ બાદ રૂપાલાએ ધાનાણીને હરાવીને 2002નો બદલો લીધો છે. રૂપાલાનો કોંગ્રેસના પરેશ ધાનાણી સામે 4.82 લાખ મતથી વિજય થયો આગળ છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કુંડારિયાની જીત 3.68 લાખ મતે થઈ હતી. આમ, રૂપાલાએ કુંડારિયાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

રૂપાલા સામે વિરોધના શ્રી ગણેશ કેવી રીતે થયા?
23 માર્ચે 2024ના રોજ વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં પુરુષોતમ રૂપાલાએ કહ્યું હતું કે ભારત દેશમાં જ્યારે અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજારેલું હતું અને મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પરંતુ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો કે ન તો વ્યવહાર કર્યા. 1000 વર્ષ પછી રામ પણ તેના કારણે આવ્યા છે. તેઓ તલવારો આગળ પણ નહોતા ઝૂક્યા, ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા. અડીખમ રહ્યા એ સનાતન ધર્મના આ વારસદારો છે, જેનું મને ગૌરવ છે. આ સંબોધનનો રૂપાલાનો વીડિયો વાઇરલ થતાં વિરોધના માચડા મંડાઈ ચૂક્યા હતા.

વાલ્મીકિ સમાજના રૂપાલાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું.

વાલ્મીકિ સમાજના રૂપાલાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું.

લોકસભા ચૂંટણી 2024માં રૂપાલા સામે વિરોધ
રૂપાલાએ કરેલા સંબોધનને લઈને મામલો ટિકિટ પાછી ખેંચવા સુધી પહોંચ્યો અને વિરોધનો સૂર આકરા પાણીએ થતાં સીઆર પાટીલે પણ ક્ષત્રિય સમાજને મન મોટું રાખી રૂપાલાને માફ કરવા વિનંતી કરી હતી. ગુજરાત આવેલા અમિત શાહે પણ સ્પષ્ટ કહી દીધું હતું કે રૂપાલાજીએ દિલથી માફી માગી લીધી આ વાત અહીં પૂરી થાય છે, પરંતુ સૌરાષ્ટ્રમાં જ્યારે જ્યારે ભાજપના ઉમેદવાર પોતાના મત વિસ્તારમાં પ્રચાર માટે જતા ત્યારે ત્યારે તેને વિરોધનો સામનો કરવા પડતો હતો, જેમાં મનસુખ માંડવિયા, પૂનમબેન માંડમ તેમજ પાટીલે પણ દ્વારકામાં વિરોધનો સામનો કર્યો હતો. જોકે ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ પાછી ખેંચવા માટે વિરોધના શ્રી ગણેશ આકરા પાયે કરી નાખ્યાં હતા.

રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી
રૂપાલાના નિવેદનને લઈ સોશિયલ મીડિયામાં આક્રોશ અને ધીરે ધીરે વિરોધની ગાંડી આગળ વધી ચૂકી હતી. રાજકોટમાં ક્ષત્રિયો ભાઈઓ કેસરી સાફા અને બહેનો કેસરી સાડી પહેરી રેલી યોજી કલેક્ટર પ્રભવ જોષીને આવેદનપત્ર આપ્યું હતું. આ મહારેલીમાં ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાનાં બહેન નયનાબા પણ જોડાયાં હતાં. તેમણે કહ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ કરો.

રાજકોટમાં કલેક્ટરને આવેદનપત્ર.

રાજકોટમાં કલેક્ટરને આવેદનપત્ર.

રૂપાલાની ટિકિટ પાછી ખેંચાવવા માટે નારા

  • BJP તુજસે બૈર નહીં, રૂપાલા તેરી ખૈર નહીં
  • હાય હાય રૂપાલા
  • જય ભવાનીનો જય જયકાર
  • કમળ કા ફૂલ હમારી ભૂલ

એકવાર માફી માગ્યા બાદ ગોંડલમાં માફી માગી
જોકે વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં કરેલા નિવેદનને લઈ ગણતરીના કલાકમાં રૂપાલાએ દિલથી માફી માગ્યાનો વીડિયો જાહેર કર્યો હતો, પરંતુ ક્ષત્રિય સમાજે વીડિયો દ્વારા માફીથી સંતોષ ન માન્યો હતો અને ધીરે ધીરે વિરોધ વધતો જઈ રહ્યો હતો, તેથી ચૂંટણીમાં વધારે ડેમેજ ન થઈ શકે અને મામલો શાંત પાડવા ગોંડલના શેમળા ગામમાં ગણેશગઢ ફાર્મહાઉસમાં જયરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ક્ષત્રિય સમાજની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠક શરૂ થયા બાદ સાંજના 7 વાગ્યે રૂપાલા બેઠકમાં આવી પહોંચ્યા હતા જ્યાં તેમણે બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી.

ગોંડલ ગણેશગઢમાં રૂપાલાએ માગેલી માફી ક્ષત્રિય સમાજે સ્વીકાર ન હતી અને લોકસભા ચૂંટણીની ટિકિટ રદ કરવાની માંગણી કરી હતી. તેથી વિવિધ જગ્યાએ ક્ષત્રિય સમાજના લોકો પોસ્ટર, બેનર લગાવ્યાં તો કેટલીક જગ્યાએ કલેક્ટર-મામલતદાર કચેરીએ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપ્યા હતા.

વિરોધની ગરમાગરમી વચ્ચે પુરુષોત્તમ રૂપાલા દિલ્હીથી કેબિનેટ મિટિંગ પતાવીને અમદાવાદ એરપોર્ટ પર આવીને જણાવ્યું હતું કે બધા સમાજના લોકો સમર્થનમાં છે જ.

રૂપાલા અડગ.

રૂપાલા અડગ.

રૂપાલાએ શાયરી લલકારી
રૂપાલાના એક નિવેદનથી થયેલા વિવાદને 20 દિવસ જેટલો સમય વિતવા છતાં હજુ વિવાદ શાંત થયો ન હતો. વિવાદ વચ્ચે રૂપાલા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. સભા સંબોધી રહ્યા છે અને ક્ષત્રિય મહિલાઓ અને પુરુષો આક્રમક વિરોધ કરી રહ્યાં છે. સમગ્ર માહોલ વચ્ચે રૂપાલાએ શાયરીના અંદાજમાં કહ્યું હતું, “ફાનુસ બનકર જીનકી હિફાજત હવા કરે, વો શમા ક્યા બુજેગી જિનકો રોશન ખુદા કરે.” શાયરી બોલીને આડકતરી રીતે તેમના વિરોધીઓને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ વાતને લઈને રાજપૂતો પણ બરાબરના અકળાયા હતા. રાજપૂત સમાજની સંકલન સમિતિએ કહ્યું કે થોડી શરમ કરો. ટિકિટ પરત આપવાની જગ્યાએ શાયરીઓ કરી રહ્યા છો ?

કયા કયા વિસ્તારોમાં વિરોધ નોંધાયો
ઓલપાડ, અરવલ્લી, અબડાસા, મહેસાણા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા, બનાસકાંઠા, ખાંભા, અમરેલી, જામનગર, ભરૂચ સહિત રાજ્યમાં રૂપાલાનો વિરોધ થતો હતો.

દ્વારકામાં રૂપાલા સામે વિરોધ.

દ્વારકામાં રૂપાલા સામે વિરોધ.

પાટીલે બે હાથ જોડી વિનંતી કરી
વિરોધને શાંત પાડવા ગાંધીનગર સીઆર પાટીલના બંગલે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિતના જૂના જોગીઓને બોલાવી બેઠક યોજી હતી. આ બેઠક બાદ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પરની એક ટિપ્પણીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે. ત્રણ વખત માફી માગી છતાં રોષ ઓછો થતો નથી. ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે. ભૂલ માટે વારંવાર માફી માગી છે, તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને તેમને માફ કરી દે.

ક્ષત્રિય-રાજપૂત સમાજના આગેવાનોનાં નિવેદનો

  • રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે યુદ્ધનું સ્વરૂપ બદલાયું છે. પહેલાં તલવાર, ફરસી, ભાલા, બંદૂક લઈને જતા હતા. માથા કાપીને રાજ કરવાનું હતું, પરંતુ હવે સમય બદલાયો અત્યારે માથાં ભેગાં કરવાનો સમય આવ્યો છે. અસ્મિતાના ભોગે કોઈ સમાધાન થશે નહીં.
  • પદ્મિનીબા- માફી આજે પણ નહીં અને કાલે પણ નહીં
  • પી. ટી. જાડેજા -આંદોલન ગુજરાતમાં જ નહીં, પરંતુ હવે દેશભરમાં થશે
  • કરણીસેનાના અધ્યક્ષ રાજ શેખાવતે જણાવ્યું હતું કે આત્મવિલોપનની તૈયારી સાથે હું ગાંધીનગર કમલમ ખાતે પહોંચી રહ્યો છું. અને કેસરિયા ઝંડા અને મજબૂત દંડા સાથે પહોંચી રહ્યો છું. તમે બધા પણ ઉપસ્થિતિ દર્જ કરજો. આત્મવિલોપન શા માટે? જો મારા ક્ષત્રિયોને કમલમ સુધી પહોંચવામાં સરકાર કે પ્રશાસન અડચણરૂપ બનશે તો રાજ શેખાવત આત્મવિલોપન કરશે. સાંભળી લો સરકાર અને પ્રશાસન.

ગાંધીનગરમાં જૌહર કરવા જનારી ક્ષત્રિયાણીઓ નજરકેદ
તો બીજી તરફ ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરવા જનારી 5 ક્ષત્રિયાણીને બોપલ ખાતેના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવી છે. જૌહર કરવાનો મક્કમ મનોબળ ધરાવતી ક્ષત્રિયાણીઓને મહિપાલસિંહ અને ગુજરાતના કરણીસેના પ્રમુખ વીરભદ્રસિંહ મનાવવા પહોંચ્યા હતા. જ્યાં મહિપાલસિંહ અને વીરભદ્રસિંહની ધરપકડ કરવામાં આવતાં ક્ષત્રિય યુવાનો અને પોલીસ વચ્ચે થોડું ઘણું ઘર્ષણ પણ થયું હતું.

અમદાવાદના બોપલનો માહોલ.

અમદાવાદના બોપલનો માહોલ.

ક્ષત્રિયાણીઓને મનાવવા પહોંચ્યા.

ક્ષત્રિયાણીઓને મનાવવા પહોંચ્યા.

500 લોકોની અમદાવાદમાં રેલી
કોઈપણ કાળે રૂપાલાની ટિકિટ રદ કરવા માટે અમદાવાદના દસ્ક્રોઈમાં ક્ષત્રિય સમાજના 500 લોકોને રેલી નીકળી હતી. નારાબાજી કરીને રેલી કાઢી રૂપાલાની ટિકિટ રદ કરવા માટે દસ્ક્રોઈ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

રૂપાલાના વિરોધમાં રાજવી પરિવાર

  • રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ-ભાજપ વચ્ચે બેઠકથી સમસ્યાનો સુખદ અંત આવશે
  • ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે કહ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલા જેવા સિનિયર નેતા દ્વારા જે શબ્દો કહેવામાં આવ્યા છે એનાથી દુઃખ થયું છે. એને લઈને ગુસ્સો પણ રહેશે અને વિરોધ પણ થશે.
  • કચ્છનાં મહારાણી પ્રીતિદેવી દ્વારા એક પત્રના માધ્યમ દ્વારા રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનને વખોડવામાં આવ્યું હતું. પ્રીતિદેવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે ‘ આ શબ્દો માફીને લાયક નથી’
  • જામનગરના જામસાહેબ જામશત્રુશલ્યસિંહજીના 20 કલાકમાં બે રૂપ જોવા મળ્યા હતા, જેમાં પહેલા પત્રમાં લખ્યું કે આજના લોકશાહીના સમયમાં ગેરવાજબી રીતે નહીં, પણ લોકશાહીની રીતે એકતા બતાવી વિરોધ કરવામાં આવે અને 20 કલાક બાદ બીજા પત્રમાં રૂપાલાને માફ કરવાની અને નરેન્દ્ર મોદીને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવાની વાત કરી છે.

રૂપાલાને ક્યાંકથી તો રાહત મળી
પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો વીડિયો વાઈરલ ચૂંટણીપંચમાં ફરિયાદ થતાં ચૂંટણીપંચે રાજકોટ કલેક્ટરને તપાસના આદેશ કર્યા હતા, જેમાં રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા 3 મુદ્દાના આધારે તપાસ રિપોર્ટ આપવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ મુદ્દો ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપ્યું એ વીડિયો અધૂરો હતો. બીજો મુદ્દો એ હતો કે વાલ્મીકિ સમાજનો ભજન કાર્યક્રમ હતો. કોઈ જ રાજકીય સભા ન હતી. જ્યારે ત્રીજો મુદ્દો એ હતો કે પુરુષોત્તમ રૂપાલાએ રાજા રજવાડાં અંગે નિવેદન આપ્યું હતું, પરંતુ તેમનો ધર્મ અને જ્ઞાતિ અલગ અલગ હોય છે, એમાં રૂપાલાનો આશય ક્ષત્રિય સમાજની લાગણી દુભાવવાનો નહોતો, જેથી લોકસભા ચૂંટણીની આચારસંહિતા ભંગ થાય એવું સ્પષ્ટ થતું નથી. આ રીતે રૂપાલાને ક્લીનચિટ મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આચારસંહિતા ભંગની ફરિયાદમાં ચૂંટણીપંચે રૂપાલાને આપી ક્લીનચિટ.

આચારસંહિતા ભંગની ફરિયાદમાં ચૂંટણીપંચે રૂપાલાને આપી ક્લીનચિટ.

રૂપાલા અને ક્ષત્રિય વિવાદ પર અમિત શાહ બોલ્યા
રાજ્યભરમાં વિરોધ ઉગ્ર બનતાં અને રૂપાલાની ટિકિટ રદ ન કરતાં ક્ષત્રિયો 19 એપ્રિલે બેઠક કરી આગામી રણનીતિ ઘડવાની તૈયારી કરી હતી. ત્યારે એક ખાનગી ટીવી ચેનલ સાથે વાત કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે જ્યાં સુધી ક્ષત્રિયોની નારાજગીનો સવાલ છે ત્યાં સુધી રૂપાલાજીએ હૃદયથી માફી માગી લીધી છે. ગુજરાતની 26માંથી 26 સીટ ગત ચૂંટણી કરતાં વધુ લીડથી જીતશે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ ચારે તરફ 400 પારનો મૂડ છે.

ધંધૂકામાં ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન
7 એપ્રિલની સાંજે ધંધૂકામાં ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં રાજ્યભરમાંથી 5 હજાર લોકો જોડાયા હતા. એમાં ક્ષત્રિય સમાજના 17 જેટલા વક્તાઓ દ્વારા આગામી રણનીતિ અંગે વારાફરતી જણાવી હતી. રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધીની રણનીતિ અહીં ઘડવા સંમેલન. રાજપૂત સંકલન સમિતિના સભ્યો પણ સંમેલનમાં ઉપસ્થિતિ રહ્યા હતા.

ધંધૂકામાં ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન.

ધંધૂકામાં ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન.

14 એપ્રિલે રતનપર 4 લાખ ક્ષત્રિય એકઠા થયા હતા
રાજકોટના રતનપરમાં અસ્મિતા સંમેલનમાં 4 લાખ ક્ષત્રિયોયે સૂર વ્યક્ત કરી રૂપાલાની ટિકિટ રદ કરવા માગણી કરી હતી. ત્યારબાદ 15 એપ્રિલની રાત્રેમોડીરાત્રે ક્ષત્રિય આગેવાનોને સરકાર સાથે વાતચીત કરવા માટે જણાવ્યું હતું. જોકે રાજ્ય સરકાર સાથે બેઠક કર્યા પહેલાં રાજપૂત સંકલન સમિતિના તમામ આગેવાનોની અમદાવાદના ગોતા રાજપૂત ભવનમાં બેઠક મળી હતી. ત્યાર બાદ તમામ આગેવાનો ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક કરવા પહોંચ્યા હતા. લગભગ 1 કલાકથી વધુ સમય સુધી સંકલન સમિતિના આગેવાનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ તેમજ ભાજપ ક્ષત્રિય આગેવાનોની બેઠક ચાલી હતી. જોકે રાજપૂત સંકલન સમિતિના આગેવાનો સાથેની બેઠક મોડીરાત્રે 2 વાગ્યે પૂર્ણ થઈ હતી.જેમાં ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ રહ્યો.

14 એપ્રિલ રતનપરમાં 4 લાખ ક્ષત્રિય એકઠા થયા હતા.

14 એપ્રિલ રતનપરમાં 4 લાખ ક્ષત્રિય એકઠા થયા હતા.

પદ્મિનીબાનો 14 દિવસનો અન્નત્યાગ
ક્ષત્રિય સમાજનાં મહિલા આગેવાન પદ્મિનીબા વાળા દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી હતી. એને લઇને તેઓ ગત 2 એપ્રિલથી આશાપુરા માતાજીનાં દર્શન કરી અન્નત્યાગ પર બેસી ગયા હતાં. એ બાદ તેમની તબિયત લથડતાં હોસ્પિટલમાં ખસેડ્યા હતાં અને પારણાં કર્યાં હતાં તેમજ ત્યારે સંકલન સમિતિ પર ગંભીર આરોપ લગાવીને સમાજને ગુમરાહ કરાતા હોવાનો આરોપ મૂક્યો હતો અને તેઓ હાલ તેમની સાથે છે, પરંતુ ભવિષ્યમાં નહીં હોય એવી સ્પષ્ટતા કરી હતી, સાથે સાથે સામાજિક લડાઈમાં રાજકારણ ન લાવો એવી વાત પણ કરી હતી.

4 મહાસંમેલનની જાહેરાત કરી હતી
પુરુષોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય આંદોલનના બીજા તબક્કામાં ધર્મરથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એ બાદ પત્રકાર પરિષદમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-2ને વેગવંતું બનાવવા માટેની જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે 24 તારીખથી ક્ષત્રિય આંદોલનનો પાર્ટ-2 શરૂ થયો છે. આજે ધર્મરથનાં પ્રારંભ માટે સંકલન સમિતિ આગેવાનો હાજર રહ્યા હતા. 18 વોર્ડમાં બૂથ કમિટી અને કાર્યાલય શરૂ કરવામાં આવ્યાં છે. રોજ રાત્રિ સભાના આયોજન કરવામાં આવી રહ્યાં છે તેમજ વધુમાં જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ આંદોલન ચાલી રહ્યું છે. એમાં BJP આગ લગાડવાનું કામ કરી રહી છે તેમજ આગામી મહાસંમેલનને વાત કરી હતી કે 27મી એપ્રિલ 24ના રોજ મહેસાણાના વિસનગરમાં 28મી એપ્રિલ સાંજે 5 વાગ્યે બારડોલી 25000 કરતાં વધુ ક્ષત્રિયો એકત્ર થશે. 1 મેના રોજ આણંદ ખાતે 5 વાગે અને 2 મેના રોજ જામનગરમાં 4 વાગે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-ટૂ શરૂ કર્યું.

ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ-ટૂ શરૂ કર્યું.

સોશિયલ મીડિયામાં રૂપાલાનો વિરોધ

સો. મીડિયામાં 'બોયકોટ પુરુષોત્તમ રૂપાલા.

સો. મીડિયામાં ‘બોયકોટ પુરુષોત્તમ રૂપાલા.

રૂપાલાએ લાભ ચોઘડિયામાં ફોર્મ ભર્યું
રૂપાલાએ 11.15થી 11.30ના લાભ ચોઘડિયામાં ફોર્મ ભર્યું હતું. તેઓ યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલીસ્વરૂપે બહુમાળી ભવન ચોકે પહોંચ્યા હતા. જ્યાં રૂપાલાએ સૌને રામ રામ કહી પોતાની સ્પીચ શરૂ કરી હતી કે રેલીમાં એક ઇંચની પણ જગ્યા ખાલી ન રહેવા દેનારા સમર્થકોનો આભાર માન્યો હતો અને ક્ષત્રિય સમાજના તમામ લોકોનો સાથ માગ્યો હતો. પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડમી તરીકે મોહન કુંડારિયાએ ફોર્મ ભર્યું હતું.

રાજકોટમાં રૂપાલાની રેલી.

રાજકોટમાં રૂપાલાની રેલી.

વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓને પોલીસ વચ્ચે ઘર્ષણ.

વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓને પોલીસ વચ્ચે ઘર્ષણ.

કોંગ્રેસ પરેશ ધાનીણીને મેદાનમાં ઉતાર્યા
રાજકોટ લોકસભા બેઠક પર માહોલ ગરમાતાં કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણીને મેદાનમાં ઉતાર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ચૂંટણીના મેદાનમાં ઊતરી પોતાના અંદાજમાં ચૂંટણીપ્રચાર ચાલુ કરી દીધો હતો.તો બીજી રૂપાલાની ટિકિટ પાછી ન ખેંચતાં ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા પરેશ ધાનાણીને જવતલ્યો ભાઈ તરીકે માનવાનું ચાલુ કરી દીધું હતું.

કોંગેસના ઉમેદવાર પરેશ ધાનાણી.

કોંગેસના ઉમેદવાર પરેશ ધાનાણી.

કોણ છે રૂપાલા?
પુરુષોત્તમ ખોડાભાઈ રૂપાલાનો જન્મ 1 ઓક્ટોબર 1954ના રોજ અમરેલીના ઇશ્વરિયા ગામમાં થયો છે. તેમણે 1979માં સવિતાબેન સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્રી અને એક પુત્ર છે. તેમણે બી.એસ.સી બીએડ સુધીનો અભ્યાસ કર્યો હતો. રાજકારણમાં પ્રવેશતાં પહેલાં તેમણે 1977થી 1983 દરમિયાન હામાપુર ખાતે માધ્યમિક શાળામાં શાળાના આચાર્ય તરીકે સેવા આપી હતી. તેઓ નવેમ્બર 1983થી માર્ચ 1987 સુધી અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર હતા. રાજકીય કારકિર્દીની શરૂઆત અમરેલી જિલ્લા ભાજપ-પ્રમુખ તરીકે હતી .1988થી 1991 સુધી જવાબદારી નિભાવી હતી. ગુજરાત ભાજપ પ્રદેશમંત્રી તરીકે 1992માં જવાબદારી નિભાવી હતી. ગુજરાત પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા તરીકે 2005થી 2006 સુધી જવાબદારી નિભાવી હતી. ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે 2006થી 2010 સુધી જવાબદારી નિભાવી હતી. રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે 2010થી 2016 સુધી જવાબદારી નિભાવી હતી. રાષ્ટ્રીય પ્રભારી તરીકે આંધ્રપ્રદેશ જવાબદારી નિભાવી છે.

રૂપાલાની જીતનો ઉત્સાહ
રાજકોટ બેઠક પર ભાજપના પુરુષોત્તમ રૂપાલાની થઇ જંગી બહુમતી સાથે જીત બાદ મંત્રી ભાનુબેન બાબરિયા અને ધારાસભ્ય રમેશ ટીલાળા સોમનાથ મહાદેવ દર્શન કરી પરત પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવને અર્પણ કરેલું કમળનું ફૂલ પ્રસાદ રૂપે રાજકોટ લઈ આવ્યા હતા. સોમનાથ મહાદેવને કરવામાં આવેલા ચંદન તિલક રાજકોટ લાવી પ્રસાદી રૂપે તિલકમાંથી રૂપાલાને મંત્રી ભાનુબેને વિજય તિલક કર્યું હતું.

બાનુબેને વિજય તિલક કર્યું.

બાનુબેને વિજય તિલક કર્યું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!