GUJARAT

પાટીલ દિલ્હીમાં તો ગુજરાતમાં કોણ?: વાલીઓના હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય, 21 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પકડાયું, હવે ચોમાસું જામ્યું – Gujarat News

સ્કૂલ ફી ઉપરાંતના ખર્ચમાં લૂંટાતા વાલીઓને રાહત

.

ગુજરાત સરકારનો એક નિર્ણય વાલીઓને થોડી રાહત આપે તેવો છે…સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશનોનાં પુસ્તકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે…આ નિર્ણયના આધારે રાજ્યની તમામ ખાનગી શાળાઓએ હવે NCERT અથવા GCERTનાં મંજૂર કરાયેલાં પુસ્તકોનો જ ઉપયોગ કરવો પડશે… આ ઠરાવ ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ અને રાજ્યના અન્ય માન્ય બોર્ડ સાથે સંકળાયેલી તમામ ખાનગી શાળાઓને લાગુ પડે છે…

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે

રાજ્યમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. અંબાજીમાં વરસાદે ધબધબાટી બોલાવતા દુકાનોમાં ગોઠણસમાં પાણી ભરાયાં…રાજકોટ ગ્રામ્ય, મોરબી જૂનાગઢ, જામનગર અને ગીર સોમનાથમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ ઉત્પન્ન થઈ… નદીઓના પૂરમાં ક્યાંક બાઈકચાલક તણાયો તો ક્યાંક ભેંસોનું ધણ…હવામાન ખાતાના મતે આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે.

₹21 કરોડથી વધુની કિંમતના ચરસનાં 40 પેકેટ મળ્યાં

દ્વારકાના દરિયાકાંઠેથી રૂપિયા 21 કરોડથી વધુની કિંમતના ચરસનાં 40 પેકેટ મળ્યાં…કલ્યાણપુરના નાવદ્રા દરિયા કિનારેથી પોલીસને 42 કિલો ચરસ મળી આવ્યું…અંદાજે 21 કરોડથી વધુના ડ્રગ્સ સાથે પોલીસ એક વ્યક્તિને દબોચ્યો છે…

આવતા અઠવાડિયે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે

આવતા અઠવાડિયે ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે…ગુજરાત ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક 4 અને 5 જુલાઈએ સાળંગપુર બોટાદમાં મળનારી છે…4 જુલાઈએ મળનારી બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ પર ચર્ચા થઇ શકે છે…

તથ્ય પટેલની જેગુઆર કાર કોઈ બનાવટી સહી કરીને છોડાવી નથી ગયું

તથ્યકાંડના અકસ્માતવાળી જગુઆર કાર કોઈ ખોટી સહી કરીને છોડાવી નથી ગયું…આ કાર હજુ પણ પોલીસના કબજામાં સુરક્ષિત છે… બનાવટી સહી કરીને પોલીસ પાસેથી કાર છોડાવી લેવાની વાત સાવ ખોટી અને અફવા છે…દિવ્ય ભાસ્કરની તપાસમાં આ ખુલાસો થયો છે…

ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાનો પ્રયાસ નિષ્ફળ

વલસાડના વાપીમાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાતાં ટળી…જેમાં વાપીમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ નિષ્ફળ કરાયો…કોઇ ટીખળખોરે રેલવે પાટા પર સિમેન્ટ પોલ મૂકીને રેલવેને ઉથલાવવાનો પ્રયાસ કર્યો…જોકે, કોઇ ટ્રેન પસાર થાય તે પહેલાં જ સિમેન્ટના પોલને પાટા પરથી દૂર કરી દેવાયા…

ફરાળી સોડાની બોટલમાંથી કાનખજૂરો નીકળ્યાનો આક્ષેપ

અમદાવાદના સરખેજમાં ફરાળી સોડામાંથી કાનખજૂરો નીકળ્યો હોવાની વિગતો છે…એકબાર પિયો તો બાર બાર પિયોના સ્ટીકરવાળી આ ફરાળી સોડાની બોટલ પીતાં જ યુવકને ઊલટી થવા લાગી…ઓચિંતી ઊલટીઓ થવા લાગતાં યુવકને હોસ્પિટલ લઈ જવાયો…સોડાની બોટલની અંદર કાનખજૂરો હોવાનો યુવકનો આક્ષેપ છે…



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!