GUJARAT

સા’ગઠિયા’નો બચાવ કરે છે અધિકારી?: મહેકમ વિભાગના વડાએ કહ્યું- ડેટા ચેક કરવાનો સમય નથી, 2012 બાદ મનસુખે મિલકતો જાહેર નથી કરી: સૂત્રો – Rajkot News


રાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાનાં TPO મનસુખ સાગઠિયા સતત ચર્ચામાં છે. પોલીસ દ્વારા તેની ધરપકડ કરી પુરાવા એકત્ર કરવા પૂછપરછ કરવામાં આવી રહી છે, ત્યારે મનસુખ સાગઠિયાએ સરકારી નિયમનો ઉલાળીયો કરી મનપાની મહેકમ શાખા સમક્ષ 2012 બાદ પોતાની મિલકતો જાહેર કરી ન હો

.

આરોપી મનસુખ સાગઠિયા.

સરકાર મિલકત જાહેર કરવાનો આદેશ કર્યો છે
રાજ્ય સરકારના આદેશ અનુસાર કેલેન્ડર વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન તમામ સરકારી કર્મચારીઓએ તેમની મિલકતો જાહેર કરવાની હોય છે. જેમાં કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર કે પોલીસ કમિશનર જેવા ઉચ્ચ હોદ્દાઓ ધરાવતા ક્લાસ વન અધિકારીઓ પણ બાકાત નથી. નાગરિકો આ મિલકતો જાણી શકે તે માટે વેબસાઇટ પર તે મુકવાની હોય છે. આ મુજબ મહાનગરપાલિકાની વેબસાઇટ પર પણ આવી મિલકતો મુકવામાં આવે છે. પણ આ વેબસાઈટમાં 2017 પછી એકપણ અધિકારીએ તેની મિલકત જાહેર કરી જ નથી. વર્ષ 2017માં પણ રોશની વિભાગના એક અધિકારીની વિગત જ અપલોડ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા વર્ગ 3 અને 4ને દર વર્ષને બદલે 5 વર્ષે મિલકત જાહેર કરવાની છૂટછાટ આપી હતી. પણ બે વર્ષ પહેલા તેમાં ફેરફાર કરીને દર વર્ષે મિલકત જાહેર કરવાનો આદેશ કરાયો હતો.

અધિકારીઓને મિલકત જાહેર કરવા યાદી અપાય છે
મહાનગરપાલિકાના સુત્રો અનુસાર આ આદેશ પછી મહેકમ શાખા દ્વારા દર વર્ષ પરિપત્ર જાહેર કરીને ક્લાસ 1થી લઈને 4 સુધીના અધિકારીઓને મિલકત જાહેર કરવાની યાદી અપાય છે. પણ તેનો અમલ કોઈ કરતું નથી. સુત્રોનું માનીએ તો કોર્પોરેશનનાં કોઈપણ અધિકારીએ 2017 પછી પોતાની વ્યક્તિગત કે વારસાગત મિલકત જાહેર કરી નથી. હાલ આરોપી બનેલા તત્કાલીન TPO મનસુખ સાગઠિયાએ કરોડોનાં આસામી હોવા છતાં પણ 2012થી સરકારી નિયમોનો ભંગ કરીને મિલકતો જાહેર કરી ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા

રાજકોટ મહાનગરપાલિકા

મહેકમ વિભાગના વડા લુલો બચાવ કરે છે?
સમગ્ર મામલે દિવ્યભાસ્કરે મહેકમ વિભાગના વડા સમીર ધડુક પાસેથી માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. જેમાં બે દિવસ સુધી માહિતી આપવાની હા પાડ્યા બાદ ત્રીજા દિવસે તેમણે જણાવ્યું હતું કે, આ તમામ માહિતીનો ડેટા મેન્યુઅલ છે અને હાલ પોલીસ તપાસ સહિત કામગીરી ચાલતી હોવાથી આ માહિતી આપવાનો સમય મળે તેમ નથી. આવું કહીને તેમણે પોતાનો લુલો બચાવ કર્યો હતો અને સારા શબ્દોમાં દિવ્યભાસ્કરને આ માહિતી આપવા ઈન્કાર કર્યો હતો, ત્યારે ખરેખર તેમની પાસે સમય નથી કે સમીર ઘડુક પણ માહિતી છુપાવવાનો પ્રયાસ કરે છે તે તપાસનો વિષય છે.

સમીર ઘડુક, મહેકમ વિભાગના વડા

સમીર ઘડુક, મહેકમ વિભાગના વડા

અધિકારી કે કર્મચારી સાચી વિગત રજૂ કરતા નથી
જોકે અન્ય કેટલાક અધિકારીઓનાં જણાવ્યા અનુસાર નિયમાનુસાર દરેક કર્મચારીઓ દર વર્ષે મિલકત જાહેર કરે છે. પણ મહેકમ શાખા તેનું સંકલન કરતી નથી અને માત્ર પોટલા વાળી દેવાય છે. આ કારણે વેબસાઈટ પર આવી મિલકતોની વિગતો અપલોડ થતી નથી. અન્ય કેટલાક કર્મચારીઓ એમ પણ જણાવે છે કે, મિલકતોની આ વિગતમાં વ્યક્તિગત અને વારસાગત મિલકતોની વિગતો પણ આપવાની હોય છે. મિલકતની ખરીદી કરી તો કેવી રીતે કરી? વારસાગત મિલકતો કેવી રીતે મળી? તેના સહિતની વિગતો દર્શાવવાની હોય છે, પરંતુ મનપાનાં કોઈ અધિકારી કે કર્મચારી પુરી અને સાચી વિગત રજૂ કરતા નથી.

મનસુખ સાગઠિયા સામેની તપાસ
ઉલ્લેખનીય છે કે, TRP ગેમ ઝોન કાંડમાં 27 લોકો હોમાય ગયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના TPO મનસુખ સાગઠિયાની બેદરકારી સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી છે. 75 હજારના પગારદાર મનસુખ સાગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ સામે આવી હતી. આ ઉપરાંત યુનિવર્સિટી રોડ, શિવ શક્તિ સોસાયટીમાં હાઉસિંગ બોર્ડના કવાર્ટરની જગ્યામાં સાગઠિયાએ ગેરકાયદે 5 માળનો અલખધણી બંગલો ખડકી દીધો હતો. આ બંગલો જ્યારે બનતો હતો ત્યારે પાડોશીનું મકાન ગેરકાયદે હોવાની નોટિસો આપવામાં આવી અને પડોશમાં ઘરની બહાર પત્તરા કાઢવામાં આવતા પડોશીઓ પણ ત્રાસી ગયા હતા.

યુનિવર્સિટી રોડ પર આલીશાન બંગલાનું બે માળ સુધી ચણતર કામ પૂર્ણ.

યુનિવર્સિટી રોડ પર આલીશાન બંગલાનું બે માળ સુધી ચણતર કામ પૂર્ણ.

ACBએ અલખધણી બંગલામાં સર્ચ કર્યું હતું
30 મેના રોજ આ અલખધણી નામના બંગલામાં ACBએ સર્ચ કર્ય હતું, પરંતુ આ સાગઠિયાનું કાયમી રહેણાક નથી. તેમનું કાયમી રહેણાક તો શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી અનામિકા સોસાયટીમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની સામે આવેલું છે. હાલમાં આ જગ્યા ઉપર રિનોવેશન કામગીરી ચાલી રહી છે અને લગભગ 300 ચોરસવાર જેટલી જગ્યામાં વિશાળ આલીશાન બંગલો બનાવવામાં આવી રહ્યો છે. હાલ આ જગ્યા પર બે માળ સુધી ચણતર કામ થઈ ચૂક્યું છે અને એક લિફ્ટનો ખાલી ભાગ પણ જોવા મળી રહ્યો છે, એટલે કે આ (ભ્રષ્ટ) સાહેબનો આલીશાન લિફ્ટવાળો બંગલો કરોડોની કિંમતવાળો તૈયાર થઈ રહ્યો છે.

રાજકોટ-જેતપુર હાઈવે ટચ પેટ્રોલ પંપમાં સાગઠિયા ભાગીદાર.

રાજકોટ-જેતપુર હાઈવે ટચ પેટ્રોલ પંપમાં સાગઠિયા ભાગીદાર.

સાગઠિયા પાસે 13થી વધુ વીઘામાં ફાર્મ હાઉસ
રાજકોટમાં આજથી ચાર મહિના પહેલાં જ ભાજપના 15 જેટલા કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જૈમિન ઠાકર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે TPO ભ્રષ્ટ છે, તેવામાં હવે તેમની સામે કાર્યવાહી તો શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં 3 પેટ્રોલ પંપમાં ભાગીદારી અને રાજકોટના યુનિવર્સિટી રોડ પર આલીશાન 300 વારના નવોનકોર બંગલાનું કામ ચાલી રહ્યું છે, એટલું જ નહીં મનસુખ સાગઠિયાએ રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલના ગોમટા નજીક સર્વે નંબર 125 પૈકી 3 અને 5ની ખેતીની 13 વીઘાથી વધુ જમીનમાં લક્ઝુરિયસ ફાર્મ હાઉસ છે. ફાર્મહાઉસ માટે 11,53,500ની જમીન ખરીદી હતી.

13થી વધુ વીઘા જમીનમાં લક્ઝુરિયસ ફાર્મહાઉસ બનાવવામાં આવ્યું.

13થી વધુ વીઘા જમીનમાં લક્ઝુરિયસ ફાર્મહાઉસ બનાવવામાં આવ્યું.

સાગઠિયાએ IIT કાનપુરથી શિક્ષણ મેળવ્યું હતું
ઉલ્લેખનીય છે કે ગોંડલના કરમાળ કોટડાના સામાન્ય પરિવારના ખેડૂતપુત્ર તરીકે એમ.ડી. સાગઠિયા ઊછર્યો હતો અને સ્વબળે આઈઆઈટી કાનપુરમાંથી શિક્ષણ મેળવ્યું હતું. જોકે શ્રમિકના પુત્રથી વૈભવી ફાર્મહાઉસ અને પેટ્રોલપંપના માલિક સુધીની તેમની સફર ખૂબ ઝડપી રહી છે. ત્યારે હાલ એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે જેટલા ઝડપથી તેઓ આગળ વધ્યા હતા એવી જ રીતે હવે નીચે પણ પટકાયા છે.

બંગલાનું નામ અલખધણી રાખ્યું છે.

બંગલાનું નામ અલખધણી રાખ્યું છે.

ફાર્મહાઉસની સજાવટનું કામ ચાલુ.

ફાર્મહાઉસની સજાવટનું કામ ચાલુ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!