GUJARAT

વડોદરા-પંચમહાલમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના 20 જિલ્લામાં યલો એલર્ટ, 7 દિવસ ગુજરાતભરમાં ગાજવીજ સાથે વરસાદ પડશે – Ahmedabad News


હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. જો કે, હજુ પણ ચોમાસુ ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું

.

ઓરેન્જ એલર્ટ

  1. વડોદરા
  2. પંચમહાલ

યલો એલર્ટ

  1. મહેસાણા
  2. સાબરકાંઠા
  3. અરવલ્લી
  4. મહીસાગર
  5. ખેડા
  6. આણંદ
  7. દાહોદ
  8. છોટાઉદેપુર
  9. નર્મદા
  10. નવસારી
  11. વલસાડ
  12. દમણ
  13. દાદરા અને નગર હવેલી
  14. સુરેન્દ્રનગર
  15. રાજકોટ
  16. બોટાદ
  17. જુનાગઢ
  18. અમરેલી
  19. ભાવનગર
  20. ગીર સોમનાથ

ચારેય ઝોનમાં ક્યાં ક્યાં વરસાદ પડશે?
હવામાન વિભાગની સાત દિવસની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. તદુપરાંત ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણ તથા મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર સિવાયના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે.

ગત મોડીરાત્રે અમદાવાદ શહેરને મેઘરાજાએ ધમરોળ્યું
ઉલ્લેખનીય છે કે, ગત મોડીરાત્રે અમદાવાદ શહેરને મેઘરાજાએ ધમરોળ્યું હતું. તેને કારણે ફક્ત 2 કલાકમાં વિવિધ વિસ્તારોમાં બેથી ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છે. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વરસાદી માહોલ જામ્યો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
ગુજરાતના મધ્ય ભાગ ઉપર હાલમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. જેને કારણે રાજ્યના બે જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પશ્ચિમ ભાગમાં મુંદરાથી મહેસાણા સુધી સાઈક્લોનિક સર્ક્યુલેશન પહોંચ્યું છે. ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વાદળિયાં વાતાવરણ બાદ ગઈકાલે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી સેલ્સિયસ ઓછું એટલે કે 36.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આજે અમદાવાદનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેશે
જ્યારે લઘુત્તમ તાપમાન વરસાદી માહોલ જામ્યા બાદ સામાન્ય કરતાં 2.8 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 24.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે પણ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. આજે અમદાવાદવાસીઓને દિવસ દરમિયાન ઠંડકનો અહેસાસ થશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!