GUJARAT

20 કલાક બાદ પણ બાળકીની કોઈ ભાળ નહીં: બીલીમોરામાં ખુલ્લી ગટરમાં પડેલી 6 વર્ષની બાળકીની યુદ્ધના ધોરણે શોધખોળ શરૂ, ફાયરની ટીમે અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું – Navsari News


નવસારીના બીલીમોરામાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી જતા લાપતા બની છે. સીસીટીવી ચેક કર્યા બાદ બાળકી ખુલ્લી વરસાદી ગટરમાં પડી હોવાની જાણ થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પાંચ-છ કલાક સુધી શોધખ

.

બાળકીની શોધખોળ શરૂ
આજે વહેલી સવારથી બીલીમોરા ફાયરની ટીમ દ્વારા ફાયર બોટ લઈને બાળકીની શોધખોળ હાથ ધરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. ઘટના બન્યાને 20 કલાકથી વધુ સમય થઈ ગયો છે, છતાં હજી સુધી બાળકીનો પત્તો લાગ્યો નથી. ખુલ્લી ગટરને કારણે પોતાની વહાલસોયી દીકરી પાણીમાં ગરકાવ થતાં દુઃખ સાથે પરિવાર અને સ્થાનિકોમાં પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં ખુલ્લી ગટરને જો બંધ કરવામાં આવી હોત અથવા કોઈ વ્યવસ્થિત કામગીરી થઈ હતે તો આ માસૂમ સાયદ પાણીમાં ગરકાવ થઈ ન હોત.

બાળકી ગટરમાં ખાબકી તે પહેલાના દ્દશ્યો

બાળકી ગટરમાં ખાબકી તે પહેલાના દ્દશ્યો

બીલીમોરામાં ગઈકાલે બાળકી ગટરમાં ખાબકી હતી. તે ઘટનાના CCTV સામે આવ્યાં હતા. ત્યારે હાલ બાળકી ગટરમાં ખાબકી તે પહેલા ત્યા રમી રહી હતી. જેનો પણ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બાળકી ત્યા ગટરની પાસે જ રમતી નજરે પડી હતી.

વરસાદી પાણીની ગટરમાં પડ્યા બાદ બાળકી લાપતા
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં ગઈકાલે સવારથી જોરદાર વરસાદ વરસતા નદી-નાળાઓમાં પાણી ભરાયા હતા. બીલીમોરાના વખારીયા રોડ પર આવેલા જીવનજ્યોત એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતી 6 વર્ષની માસૂમ બાળકી લાપતા થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવી ચકાસતા પોતાના ઘર નજીક વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હોવાનું જોવા મળ્યું હતું. બાળકી ગટરમાં પડ્યા બાદ ધીમે ધીમે પાણીમાં ગરકાવ થતી જોવા મળી હતી.

બાળકીના પરિવારજન

બાળકીના પરિવારજન

ગટરમાં પડ્યાના અઢી કલાક બાદ વાલીને ખબર પડી
બીલીમોરાના વખારીયા રોડ પર રહેતા શેખ પરિવારની 6 વર્ષીય બાળકી શાહીન ગઈકાલે બપોરે અઢી વાગ્યાના અરસામાં લાપતા બનતા તેના માતાપિતા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ, શાહીનનો પતો ન લાગતા આસપાસના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સીસીટીવીમાં શાહીન રમતા રમતા પોતાના ઘર નજીક આવેલી ખુલ્લી પડેલી વરસાદી ગટરમાં પડતી જોવા મળી હતી. ખુલ્લી ગટરમાં પડ્યાની ગણતરીની સેકન્ડોમાં જ શાહીન ગરકાવ થતા જોવા મળી હતી.

બાળકીના પરિવારજન

બાળકીના પરિવારજન

અંબિકા નદીમાં નીકળે છે ગટર લાઈન
બીલીમોરા શહેરમાં જે ગટરમાં બાળકી લાપતા બની છે તે ગટરની લાઈન અંબિકા નદીમાં નીકળતી હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા અંબિકા નદીના પટમાં જઈને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. વરસાદના કારણે ત્યાં પણ પાણીમાં વધારો થયો હોવાથી બાળકીની શોધખોળ પડકારરૂપ બની હતી. ચાર પાંચ કલાક સુધી બચાવ કામગીરી હાથ ધરાયા બાદ વરસાદ ચાલુ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો.

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પણ મુલાકાત લીધી હતી.

ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે પણ મુલાકાત લીધી હતી.

ગટર કેમ ખુલ્લી રખાઈ?
ચોમાસામાં વિસ્તારમાં પાણી ભરાતા હોય છે જેથી વરસાદી પાણીનો સહેલાઈથી નિકાલ થાય તે માટે પાલિકા દ્વારા ખાડો ખોદી આ ગટરને ખુલ્લી કરવામાં આવી હતી. જેથી આ વિસ્તારનું વરસાદી પાણી અહીંથી પસાર થઈ સીધુ અંબિકા નદીમાં ભળી શકે પરંતુ ગટર પાસે કોઈ પણ સુરક્ષાને લઈને સાઈન બોર્ડ કે તકેદારીના પગલાં લેવાનું તંત્ર કદાચ ભૂલી ગયુ હોય તેવુ લાગી રહ્યું છે અને ખુલ્લી ગટરના કારણે જ આ સમગ્ર ઘટના બની હોવાની વાત સ્થાનિકો જણાવી રહ્યા છે.

ગત વર્ષે ખુલ્લી ગટરમાં તણાઈ જતા યુવકનું મોત થયું હતું
નવસારી જિલ્લામાં સતત બીજા વર્ષે ખુલ્લી ગટરમાં અકસ્માતની ઘટના બની છે. ગયા વર્ષે નવસારી વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં જયશંકર પાર્ટી પ્લોટ પાસે બીલીમોરાના યુવાનનું ખુલ્લી ગટરમાં તણાઈ જતા મોત નિપજ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!