GUJARAT

અગમ્ય કારણોસર આત્મહત્યા: લીમખેડાના નાની વાતવાણી ગામમાં 17 વર્ષીય કિશોરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી – Dahod News

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાની વાસવાણી ગામે એક 17 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.

.

પ્રાપ્ત વિગતો અનુસાર લીમખેડા તાલુકાના નાની વાસવાણી ગામે રહેતા 17 વર્ષીય કિશોરે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરના ઓરડામાં લાગેલ જોતરીના લાકડા ઉપર ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવકના મૃતદેહને નીચે ઉતારી નજીકના દવાખાને પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા ત્યારે આ સંબંધે લીમખેડા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!