GUJARAT

‘નજીક જ રહું છું તો રોંગમાં જ જવું પડે’: સુરતમાં રોંગ સાઈડમાં જતા વાહનચાલકો સામે ડ્રાઈવ, 150થી વધુ દંડાયા; એકે તો 10ના સિક્કા આપ્યા તો ગણતા થઈ ગયા – Surat News


સુરત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને જાગૃત કરવા સાથે સ્થળ દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. સુરત શહેરના અલગ અલગ 80 જેટલા પોઇન્ટ પર પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જ્યાં રોંગ સાઈડમાં આ

.

રોંગ સાઈડ આવતા વાહનચાલકોને સુધારવા દંડનું શસ્ત્ર
સુરત પોલીસ કમિશનર અનુપમ સિંગ ગહેલોતે ચાર્જ સંભાળ્યો ત્યારે પહેલું જ કામ સુરતમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટેનું હાથ ધર્યું હતું. જે અંતર્ગત સુરત શહેરમાં ટ્રાફિક નિયમના પાલન માટે પહેલાં પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલની શરૂઆત કરવામાં આવી. જેથી બીજા શહેરોની જેમ હવે સુરતીઓ પણ ટ્રાફિક સિગ્નલ પર ટાઈમ પ્રમાણે ઉભા રેહતા થયા છે. જો કે, થોડા દિવસોથી ફરિયાદો પણ આવી રહી છે કે, ટ્રાફિક વધુ થાય છે જેને લઇ ગૃહમંત્રીએ કન્ટ્રોલ રૂમની મુલાકાત લઇ જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે હવે રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને સુધારવા પોલીસે દંડનું શસ્ત્ર ઉગામ્યું છે.

અહીં નજીક જ રહું છું તો રોંગમાં જ જવું પડે, આગળ તો કેટલો મોટો ફેરો લેવો પડે છે.

શહેરના 80 પોઇન્ટ પર પોલીસની ટીમ તેનાત
રોંગ સાઈડમાં વાહનોના ચલાવવા અનેકો વખત સુરત પોલીસ દ્વારા સુરતીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પણ નિયમો પોતાના ખિસ્સામાં લઈને ફરતા વાહનચાલકો સુધરવાનું નામ લેતા નથી. ત્યારે હવે પોલીસે જાગૃતિ લાવવા સાથે દંડ વસૂલવાની કામગીરી હાથ ધરી છે. પોલીસ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં પોલીસની ટીમ તેનાત કરી છે. સુરત શહેરના અલગ અલગ 80 જેટલા પોઇન્ટ પર પોલીસ દ્વારા રોંગ સાઈડ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

સાહેબ મારે અહીં જ જવું છે.

સાહેબ મારે અહીં જ જવું છે.

ત્રણ દિવસમાં 150થી વધુને દંડ ફટકાર્યો
રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને અટકાવી જરૂરી કાગળિયા તપાસી દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલવામાં આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 150થી વધુને દંડ કરવામાં આવ્યો છે. જ્યારે 500થી વધુ રોંગમાં આવતા વાહનચાલકોને અટકાવી જાગૃત કરવામાં આવ્યા હતા.

સાહેબ જવા દોને બીજી વાર નહીં થાય.

સાહેબ જવા દોને બીજી વાર નહીં થાય.

ટ્રાફિક પોલીસ પણ 10ના સિક્કા ગણતા થઈ ગયા
વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ ચાલતા વાહનચાલકો વિરૂદ્ધ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. દરમિયાન રોંગ સાઈડથી આવતા વાહન ચાલક શૈલેષ સાપરાને ટ્રાફિક પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની પાસેથી દંડની વસુલાત કરવામાં આવી હતી. જેમાં તેણે દસ રૂપિયાના સિક્કાઓ આપ્યા હતા. જેથી ટ્રાફિક પોલીસ પણ 10 રૂપિયાના સિક્કાઓ ગણતા થઈ ગયા હતા.

છેલ્લા ત્રણ દિવસમાં 150થી વધુને દંડ કરવામાં આવ્યો.

છેલ્લા ત્રણ દિવસમાં 150થી વધુને દંડ કરવામાં આવ્યો.

ચાલકોનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે હમણાં જ રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, જે પણ વાહનચાલકોએ 100 કરતા વધુ વખત ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હશે તેવા તમામ વાહનચાલકોનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, પોલીસની કડકાઈથી સુરતીઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે કે, પછી પોતાના નિયમો પ્રમાણે વાહનો ચલાવશે!



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!