GUJARAT

રાજ્યના 15 મોટા વોટરપાર્કમાં GST વિભાગના દરોડા: અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, નવસારી સહિત બનાસકાંઠામાં દરોડા, 57 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા – Ahmedabad News


સ્ટેટ GST વિભાગ દ્વારા વિવિધ સેક્ટરમાં પ્રવર્તમાન ટ્રેડ પ્રેક્ટીનો અભ્યાસ કરચોરીની રીતરસમો સમજી કરચોરો સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કરદાતા દ્વારા ઉપભોક્તાઓને થતા વેચાણો એટલે કે B2C ક્ષેત્રમાં ધ્યાને આવેલી કરચોરી સબબ સ્ટેટ GSTની અન્વેષણ બ્

.

રેસ્ટોરન્ટમાં કાચી ચીઠ્ઠીથી રોકડમાં થતા વેચાણો
તપાસ દરમિયાન પેઢીવાર જુદા જુદા પ્રકારની રીતરસમો ધ્યાને આવી છે. અમુક પેઢીઓ દ્વારા કોસ્ચ્યુમ, લોકર, મોબાઈલ કવર તેમજ ટ્યુબ્સ વગેરેના ભાડા/વેચાણો હિસાબી ચોપડે દર્શાવ્યા વગર રોકડેથી વ્યવહાર કરવામાં આવે છે. આ ઉપરાંત વોટરપાર્કમાં આવેલા રેસ્ટોરન્ટમાં કાચી ચીઠ્ઠીથી રોકડમાં થતા વેચાણો મળી આવ્યા છે. રોકડથી થતા વેચાણોમાં મહદઅંશે બિલો આપવાનું ટાળવામાં આવે છે.

સ્વપ્ન સૃષ્ટિ વોટરપાર્ક

ત્રાહિત વ્યક્તિના ખાતામાં ઓનલાઈન પેમેન્ટ જમા લેવાય છે
રીસોર્ટ તેમજ રૂમ્સના ભાડાની વસુલાત માટે ગ્રાહકો QR કોડ સ્કેનરથી પેમેન્ટ કરે તેવા કિસ્સામાં વેચાણો છુપાવવાના આશયથી પેઢીના કર્મચારી અથવા કોઈ સંબધી/ત્રાહિત વ્યક્તિના QR કોડથી તેમના બેંક એકાઉન્ટમાં પેમેન્ટ જમા લેવામાં આવે છે. વોટરપાર્કમાં પ્રવેશ માટે લેવામાં આવતી GST સહિતની એન્ટ્રી ફી હિસાબી ચોપડે ન દર્શાવી કરચોરી આચરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે.

બ્લીસ એક્વા વોટર રીસોર્ટ

બ્લીસ એક્વા વોટર રીસોર્ટ

બિન હિસાબી વ્યવહારના દસ્તાવેજો અને પુરાવાઓ મળી આવ્યા
આમ ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવેલો GST પણ સરકારી તિજોરીમાં જમા ન થતો હોવાનું ધ્યાને આવ્યું છે. કાયદેસર રીતે ન મળવાપાત્ર વેરાશાખ ભોગવી કરચોરી કરી સરકારી વેરો ડુબાડ્યો હોવાની બાબત પણ છતી થઈ છે. તપાસની કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં બિન હિસાબી વ્યવહારોને લગતા દસ્તાવેજો અને પુરાવાઓ મળી આવ્યા છે. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં કરચોરી તથા GSTની વધુ કરચોરીનો આંકડો ઉજાગર થાય તેવી સંભાવના છે.

ફ્લેમિંગો વોટરપાર્ક એન્ડ રિસોર્ટ

ફ્લેમિંગો વોટરપાર્ક એન્ડ રિસોર્ટ

આ સ્થળે પડ્યા દરોડા
અમદાવાદ

  • ફ્લેમિંગો વોટરપાર્ક એન્ડ રિસોર્ટ
  • 7એસ વોટરપાર્ક એન્ડ એડવેન્ચર
  • જલધારા વોટરવર્લ્ડ
  • સ્વપ્ન સૃષ્ટિ વોટરપાર્ક

રાજકોટ

  • વોટરવેલી રિસોર્ટ પ્રા લી
  • એકવાટીક વોટરપાર્ક
  • ધી હેવન વોટર રિસોર્ટ એન્ડ રેસ્ટોરન્ટ
  • ધી સમર વેવ્સ વોટરપાર્ક

હિંમતનગર

  • વોટરવેલી વોટરપાર્ક
  • સુસ્વા વોટરપાર્ક

મહેસાણા

  • બ્લીસ એક્વા વોટર રીસોર્ટ
  • શ્રીગણેશા ફનવર્લ્ડ

નવસારી

  • મોદી વોટર રિસોર્ટ એન્ડ એમરોસમેન્ટ પાર્ક

બનાસકાંઠા

  • શિવધારા રિસોર્ટ

ખેડા

  • વોટરસિટી વોટરપાર્ક



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!