GUJARAT

જગન્નાથજીની 147મી રથયાત્રાની તૈયારીઓ: કરતબ માટે પરસેવો પાડતાં અખાડિયન, નવી સંસદ સહિતની થીમ પર 101 ટ્રકને શણગારાશે, 18 ગજરાજ આકર્ષણ જમાવશે – Ahmedabad News


અમદાવાદ શહેરમાં 7મી જુલાઈએ ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા યોજાશે. દર વર્ષે વિવિધ સાજ, શણગાર સાથે ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળે છે. આ વર્ષે પણ પરંપરા મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101

.

જગન્નાથ મંદિર ખાતે ગજરાજને ટ્રેનિંગ
ભગવાન જગન્નાથ જયારે નગરચર્યાએ નીકળે છે તેમની સેવામાં ગજરાજ તેમની આગળ રહે છે. ગજરાજને ગણપતિનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે અને દરેક શુભ કાર્યમાં હિંદુ ધર્મમાં ભગવાન ગણેશની પૂજા સૌપ્રથમ થાય છે, જેથી કોઈ પણ કાર્ય નિર્વિઘ્ન સંપૂર્ણ થઈ શકે છે. ત્યારે રથયાત્રામાં પણ ગજરાજનું અનેરૂં મહત્વ છે. દર વર્ષે રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિર દ્વારા ગજરાજને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેના માટે દક્ષિણ ભારત તથા મહારાષ્ટ્રમાંથી હાથીના તબીબોને ખાસ ટ્રેનિંગ આપવા બોલાવવામાં આવે છે અને રથયાત્રાના દિવસ પૂર્વે ગજરાજને સાજ શણગાર સજાવવામાં આવે છે, જેથી તેઓ રમણીય લાગે છે. ભગવાન જગન્નાથની નગરચર્યામાં 17 માદા હાથી અને એક નર હાથી જોડાશે. જેમાં સૌથી નાનું હાથી 8થી 10 વર્ષનો છે, જ્યારે સૌથી મોટો હાથી 40 વર્ષ સુધીની ઉંમરનો છે.

એક નર સહિત 18 ગજરાજ રથયાત્રામાં સામેલ થશે

હાથી દીઠ એક મહાવત અને 3 સાથીદારો
દર વર્ષે ભગવાન જગન્નાથની નગરચર્યામાં લાખો ભક્તો જોડાય છે, ત્યારે આટલા વધુ માત્રામાં લોકોની ભીડ અને ઢોલ નગારાં તથા સ્પીકરના અવાજમાં કોઈ વ્યક્તિને નુકસાન ન પહોંચાડે તે માટે ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે, તેમાં એક હાથી જોડે 3-4 લોકો રહે છે. જેમાં એક મહાવત અને 3 સાથીદારો હોય છે. ઇતિહાસમાં પણ અમદાવાદની રથયાત્રામાં એક હાથી પોતાની નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. અમદાવાદમાં 1992માં રમખાણ થયા ત્યારે ભોલા પ્રસાદ નામના હાથીએ ભગવાનનો રથ ખેંચ્યો હતો. ત્યારબાદ ભગવાને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન થઈ હતી, એટલે તમે ઇતિહાસ જુઓ તો આ હાથીનું અનેરું મહત્વ છે.

વિવિધ થીમ પર શણગારાશે 101 ટ્રકમાં પ્રસાદી અપાશે
રથયાત્રામાં દર વર્ષે 101 ટ્રક જોડાય છે. જેમાં લાખો ભક્તજનોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ ફક્ત પ્રસાદના વિતરણ માટે હોતું નથી. પરંતુ તેમાં લોકોને સંદેશ પણ આપવામાં આવે છે. દર વર્ષે વિવિધ થીમ આધારિત શણગાર કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ટ્રક પર નવી બનેલી સંસદ ભવનનું ટેબ્લો બનાવવામાં આવશે. આ ઉપરાંત દર વર્ષે ગરમીનું પ્રમાણ વધતું જાય છે, કારણ કે પૃથ્વી પરથી ગ્રીન કવરનું પ્રમાણ ઘટ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી પડી હતી, તેથી વધુ વૃક્ષો વાવવાના સંદેશ સાથે ટ્રકને સજાવવામાં આવશે. રથયાત્રા મોટર અસોસિયેશનના પ્રમુખ વિશાલ લોધાએ જણાવ્યું હતું કે, દર વર્ષે આ ટ્રકમાંથી વિજેતાને પણ ઘોષિત કરીને તેમને ઇનામ આપવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સારી રીતે સુશોભિત થતી ટ્રકને ઇનામ આપવામાં આવશે, જેમાં તે જેટલા ઇનામોનું વિતરણ કરવામાં આવશે.

3 મહિના પહેલા કરતબની તૈયારીઓ શરૂ થઈ જાય છે

3 મહિના પહેલા કરતબની તૈયારીઓ શરૂ થઈ જાય છે

30 અખાડા દ્વારા શક્તિ પ્રદર્શન, કરતબ
ભગવાન જગન્નાથની રથયાત્રામાં 30 અખાડામાં અખાડિયનો પોતાના શક્તિનું પ્રદર્શન કરતા હોય છે અને કરતબ બતાવતા હોય છે જેમાં દર વર્ષે અખાડિયનો વિવિધ લાખો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતા હોય છે. અખાડિયનો દ્વારા બોડી બિલ્ડીંગ, તલવારબાજી, ચક્કર જાળ, કુશ્તી, માર્શલ આર્ટ્સ વગેરે જેવા કરતબનું પ્રદર્શન કરવામાં આવે છે. આ ઉપરાંત કેટલાક અખાડામાં તો અખાડિયનો ભગવાન જગન્નાથનું નામ લઈને પોતાના શરીર પર સોની ભરતા હોય છે તથા મીણબત્તીથી ગરમીને પણ પોતાના શરીર ઉપર નાખતાં હોય છે. જેના માટે રથયાત્રાના ત્રણ મહિના પૂર્વે જ તૈયારીઓ કરતા હોય છે. તદુપરાંત બાઇક રેસિંગ અને લાખો લોકોની વચ્ચે ખૂબ જ ઓછી જગ્યામાં કરતબ આજ પોતાની છાતી પર પથ્થર મુકીને તેની ઉપરથી બાઇક ચલાવવા જેવા કરતબ કરતા હોય છે.

જળયાત્રા બાદ રથયાત્રાની તડામાર તૈયારીઓ
જગન્નાથ મંદિરમાં રથયાત્રાના મહિના પૂર્વે જ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે અને ગણતરીના દિવસો બાકી હોય ત્યારે એટલે કે જળયાત્રા બાદ તડામાર તૈયારીઓ શરૂઆત થઈ જતી હોય છે. આ વર્ષે પણ જગન્નાથ મંદિર શણગારવામાં આવ્યું છે અને રંગબેરંગી લાઇટ સાથે દિવાળીની જેમ સજાવવામાં આવશે. આ ઉપરાંત દર વર્ષની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ સરસપુર ખાતે તેમના મામાના ઘરે જતા હોય છે, જ્યાં 15 દિવસ વિવિધ ભોજન આરોગ્યા બાદ જ્યારે ભગવાન તેમના ભાઈ-બહેન સાથે મંદિરે પરત ફરે છે, ત્યારે બીમાર પડી જતા હોય છે, જેને કારણે આખો પર ચંદનના લેપ લગાવીને પાટા બાંધવામાં આવે છે અને તેમની તબિયતના સુધારા માટે તેમણે ખીચડી અને મગનો ભોગ અર્પણ કરવામાં આવે છે, જેથી દર વર્ષે રથયાત્રા પહેલા અનેક ભક્તો મંદિર ખાતે મગ અર્પણ કરે છે, જેથી શહેરની મહિલાઓ સેવાના ભાગરૂપે મગની સફાઈ કરવા જતા હોય છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!