GUJARAT

પાટણની 142મી જગન્નાથજીની રથયાત્રાની તૈયારી: જિલ્લા પોલીસવડા સાથે જગદીશ મંદિરના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ, રથયાત્રાનો રૂટ લંબાવવા રજૂઆત – Patan News


પાટણમાં નીકળનારી ભારતના ત્રીજા નંબરની અને ગુજરાતની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રા ને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને જગન્નાથ ભક્તો સહિત રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રા ને અનુરૂપ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મંગળવારના રોજ

.

ભગવાન જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ રથયાત્રાની રૂપરેખા આપતા જિલ્લા પોલીસ વડા સમક્ષ જણાવ્યું હતું કે રથયાત્રા ના માગૅ પર કોઈ પણ પ્રકારની સમસ્યા ન સજૉઈ અને કાયદો વ્યવસ્થા જળવાઈ તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા સહિત રખડતાં ઢોરોની સમસ્યા, માગૅ પર લટકતાં વિજ વાયરો, રથયાત્રા ના માગૅ પરના જજૅરિત બિલ્ડિંગો, કોમ્પલેક્ષ, મકાનો સહિત ની મિલ્કતો ની સુરક્ષા માટે લાગતાં વળગતા તંત્રને સુચિત કરવાની સાથે રથયાત્રા દરમ્યાન ત્રણેય રથોની પવિત્ર જળવાઈ રહે તે માટે ચાલું વર્ષે કોઈ પણ ભાવિક ભકતને રથ પર ચડીને પુજા અચૅના કરવા દેવામાં આવશે નહીં સાથે સાથે તેઓએ શહેર ના બગવાડા દરવાજા ખાતે ઉમટતી જનમેદની ને ધ્યાનમાં રાખીને ચાલું સાલે ભગવાન જગન્નાથજી ની નીકળનારી 142 મી રથયાત્રા ના રૂટને રેલ્વે સ્ટેશન થી ગાંધી ના બાવલા,બી.એમ.હાઈસ્કૂલ, જલારામ ચોક થઈને સુભાષ ચોક સુધી લંબાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. તો ચાલુ સાલે ભગવાન ના રથ પર ચડી કોઈને પૂજા કરવા દેવામાં આવશે નહીં .

ભગવાન જગન્નાથજીની 142 મી રથયાત્રા ને લઈને પાટણ જિલ્લા પોલીસવડા સાથે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠક માં જિલ્લા પોલીસવડા એ ટ્રસ્ટીઓની તમામ રજુઆત ને ધ્યાનમાં રાખીને શાંતિ પૂણૅ માહોલમાં ભગવાન જગન્નાથજી ની રથયાત્રા સંપન્ન બને તે માટે પોલીસ તંત્ર તરફથી તમામ પ્રકારના સહયોગની ખાતરી આપી હતી. તો રથયાત્રા ના રૂટ વધારવા મામલે પણ પોલીસ પરિવાર સાથે વિચાર વિમૅશ કરી હકારાત્મક નિણૅય કરાશે તેવી જિલ્લા પોલીસ વડાએ હૈયાધારણા આપી હતી.

પાટણ જિલ્લા પોલીસ વડાની ભગવાન જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સાથે ની આ બેઠકમાં જિલ્લા પોલીસવડા ડો.રવિન્દ્ર પટેલ સહિત,ડીવાયએસપી,પીઆઈ,પીએસઆઈ સહિત ના અધિકારીઓ સાથે જગન્નાથ મંદિર ટ્રસ્ટના મે.ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય,વિનોદભાઈ જોશી,કાંતિભાઈ પટેલ, અશ્વિનભાઈ જોશી,માનસીબેન ત્રિવેદી, યશપાલ સ્વામી હાજર રહ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!