GUJARAT

ભવ્ય શોભાયાત્રા: માધાપર નવાવાસ સ્વામિનારાયણ મંદિરના 126માં પાટોત્સવે ભવ્ય શોભાયાત્રા યોજાઈ, દેશ વિદેશના હરિભક્તો જોડાયા – Kutch (Bhuj) News


ભગવાન શ્રી સ્વામિનારાયણ દેવના હસ્તે સ્થાપિત મંદિર પૈકી ભુજના નરનારાયણ દેવ મંદિરની સ્થાપના ને 200 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે ભુજ મંદિર તાબેના માધાપર નવા વાસ ખાતેના સ્વામિનારાયણ મંદિરને પણ 126 વર્ષ પૂર્ણ થયા છે. આ ધાર્મિક પ્રસંગે માધાપર ખાતે સત્સં

.

માધાપર નવાવાસ ખાતે સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ પર્વને લઈ યોજાયેલી શોભાયાત્રા અંગે ગામના કાંતિ વરશાણીએ જણાવ્યું હતું કે, મંદિરને 126 વર્ષ પૂર્ણ થતાં ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય પારાયણ નું આયોજન કરવામાં આવ્યું છે. દેવ કૃષ્ણ દાસ સ્વામી મંડળના માર્ગદર્શન હેઠળ કૃષ્ણ સ્વરૂપ દાસ સ્વામીના સંચાલનમાં દરરોજ ભાતભાતના અન્નકૂટ દર્શન, રાત્રિ સત્સંગ સભા, રાસોત્સવ જેવા વિવિધ ધાર્મિક પ્રસંગોની ઊજવણી કરવામાં આવી રહી છે. આજે નવા વાસ ગ્રામ પંચાયત કચેરી પાસેથી નિજ મંદિર સુધી બાલ ઘનશ્યામ મહારાજને બિરાજમાન કરી શોભાયાત્રા યોજાઈ હતી. ગામના દેવ મંદિરોના સાથ સહકાર સાથે પટેલ ચોવીસીના અબાલ વૃદ્ધ હરિભક્તોએ શાજ શણગાર સાથે ઉપસ્થિત રહી રાસ સંગીતની પ્રસુતિ આપી હતી.

કથા પારાયણ ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામી રામકૃષ્ણ દાસજી અને સ્વામી સુખનંદન દાસજીએ વક્તા પદે રહી સુંદર સત્સંગ જીવનના આચરણ માત્રથી જીવના કલ્યાણનું જ્ઞાન શ્રોતાઓ સમક્ષ વર્ણન કર્યું હતું. આયોજન વ્યવસ્થામાં 300 જેટલા સ્વયં સેવકોએ પોતાની સેવા આપી હતી એવું મુખ્ય કાર્યકર્તા જાદવજી લાલજી વરસાણીએ જણાવ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!