GUJARAT

મોદીની શપથવિધિમાં ગુજરાતથી 1040 લોકોને બોલાવાયા: ભાજપના નેતાઓ, સાધુ-સંતો, પૂર્વ આર્મી મેનને આમંત્રણ, રજની પટેલને જવાબદારી સોંપાઇ


ગાંધીનગર10 કલાક પેહલાલેખક: નિર્મલ દવે

  • કૉપી લિંક

9મી જૂને સાંજે દિલ્હીમાં કેન્દ્ર સરકારના શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનારા આ સમારંભ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ શપથવિધિ સમારોહ માટે દેશભરમાં અલગ અલગ લોકોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતમાંથી પણ 1,040 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભાજપમાંથી કોને આમંત્રણ મળ્યું?
પ્રદેશ ભાજપ સંગઠનના તમામ મોરચાના પદાધિકારીઓ, તમામ ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોને પણ આમંત્રણ અપાયું છે. આ તમામ લોકોને 9મી તારીખે સવાર સુધીમાં દિલ્હી પહોંચી જવા માટે સૂચના અપાઇ છે.

​​ગુજરાતના આમંત્રિતોને પાસ મેળવવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી
ભાજપમાંથી મળતી માહિતી મુજબ ગુજરાતમાંથી કુલ 1, 040 લોકોને આમંત્રણ આપવામાં આવ્યા છે. આ તમામ લોકોને ફોનના માધ્યમથી જાણ કરીને સમારોહમાં હાજર રહેવા માટે કહેવાયું છે. આ તમામ આમંત્રિતોને 9મી જૂને સવારે 11 વાગ્યા સુધીમાં પહોંચી જવા માટેની સૂચના અપાઇ છે. દિલ્હી પહોંચ્યા બાદ તમામ આમંત્રિતોને સવારે 11 વાગ્યે આમંત્રણ પત્રિકા આપવામાં આવશે. આ અંગેની જવાબદારી ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલને સોંપવામાં આવી છે.

શપથ સમારોહ માટેનું આમંત્રણ કાર્ડ

શપથ સમારોહ માટેનું આમંત્રણ કાર્ડ

સફાઈ કર્મચારી અને યોજનાના લાભાર્થી હાજર રહેશે
શપથ ગ્રહણ સમારોહમાં અલગ અલગ રાજ્યોમાંથી સફાઈ કર્મચારીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભ મેળવનાર લાભાર્થીઓને પણ હાજર રાખવામાં આવશે. પૂર્વ આર્મી મેનને પણ આમંત્રણ અપાયું છે. આ બધા લોકો શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

રાષ્ટ્રપતિ ભવન ખાતે તૈયારી

રાષ્ટ્રપતિ ભવન ખાતે તૈયારી

વંદે ભારત ચલાવતા 10 લોકો પાયલટને આમંત્રણ
નરેન્દ્ર મોદીના શપથ સમારંભ માટે વંદે ભારતના 10 લોકો પાયલટને પણ આમંત્રણ અપાયું છે. સેન્ટ્રલ રેલવેમાંથી સુરેખા યાદવ, વેસ્ટ સેન્ટ્રલ રેલવેમાંથી પ્રીતિ સાહુ, નોર્થ ઇસ્ટ રેલવેમાંથી શ્રીની શ્રીવાસ્તવ, દક્ષિણ રેલવેમાંથી એશ્વર્યા મેનન, સાઉથ-ઇસ્ટ રેલવેમાંથી એએસપી તિર્કી, સાઉથ-ઇસ્ટ સેન્ટ્રલ રેવલેમાંથી સ્નેહસિંહ બઘેલ, સાઉથ સેન્ટ્રલ રેલવેમાંથી એન.પ્રકાશ, સાઉથ-વેસ્ટ રેલવેમાંથી લલિતકુમાર, નોર્થ રેલવેમાંથી સુરેન્દ્રપાલસિંહ, નોર્થ-ઇસ્ટ ફ્રન્ટિયર રેલવેમાંથી સત્યરાજ મંડલને આમંત્રણ અપાયું છે.

કિન્નર સમાજના આગેવાન શપથ સમારોહમાં હાજરી આપશે
દેશભરમાં જે અલગ અલગ લોકોને આમંત્રણ અપાયું છે તેમાં કિન્નર સમાજનો પણ સમાવેશ થાય છે. મળતી માહિતી અનુસાર કિન્નર સમાજના પ્રતિનિધિને પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના લીધે કિન્નર સમાજના આગેવાનો પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

કઇ-કઇ એજન્સીઓને સુરક્ષાની જવાબદારી સોંપાઇ?
શપથ સમારોહની સુરક્ષામાં SPG, રાષ્ટ્રપતિના સુરક્ષાકર્મીઓ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), દિલ્હી પોલીસ, ગુપ્તચર એજન્સીઓ, અર્ધ સૈનિક દળના જવાનો, NSG, NDRFની ટીમ તૈનાત રહેશે.

શપથ સમારોહના કારણે દિલ્હીમાં હાઇ એલર્ટ
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા આ શપથ સમારોહ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા માટે અર્ધ લશ્કરી દળની 5 કંપનીઓ તૈનાત કરાશે. આ સિવાય NSG કમાન્ડો, ડ્રોન અને સ્નાઈપર્સ પણ ઊંચી ઈમારતો પર તૈનાત રહેશે. શપથ ગ્રહણ સમારોહમાં ઘણા વિદેશી મહેમાનો પણ હાજરી આપશે. આવી સ્થિતિમાં રાજધાની દિલ્હી હાઈ એલર્ટ પર રહેશે. બપોરે 2 વાગ્યા પછી રાષ્ટ્રપતિ ભવન અને તેની આસપાસ કંટ્રોલ એરિયા બનાવવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને પોલીસે દિલ્હીને નો ફ્લાઈંગ ઝોન જાહેર કર્યો છે.

રાષ્ટ્રપતિ ભવન તરફ જતાં રસ્તાઓ પર સુરક્ષા વધારી દેવાઇ છે

રાષ્ટ્રપતિ ભવન તરફ જતાં રસ્તાઓ પર સુરક્ષા વધારી દેવાઇ છે

નરેન્દ્ર મોદી NDAના નેતા તરીકે ચૂંટાયા હતા
7 જૂને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત NDAના નેતા તરીકે ચૂંટાયા હતા. જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં NDA સંસદીય દળની બેઠક યોજાઈ હતી. જેમાં સવારે 11 વાગ્યે NDAના તમામ 293 લોકસભા સાંસદો, રાજ્યસભાના સાંસદો અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની હાજરીમાં નરેન્દ્ર મોદીના નામ પર મહોર લગાવવામાં આવી હતી.

7મી તારીખે NDAના સાંસદોની બેઠક મળી હતી

7મી તારીખે NDAના સાંસદોની બેઠક મળી હતી

રાષ્ટ્રપતિએ સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું
NDAએ બપોરે 3 વાગ્યે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. ગઠબંધનના નેતાઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સમર્થનનો પત્ર સોંપ્યો. ત્યારબાદ સાંજે 6 વાગ્યે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. રાષ્ટ્રપતિએ તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. બેઠક બાદ મોદી ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને તેમના ઘરે જઇને મળ્યા હતા.

રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું

રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!