GUJARAT

પ્રાઇવેટ જેટની ખરીદી જમ્બો જેટની ગતિમાં: અદાણીએ 1000 કરોડનું જેટ ખરીદ્યું, મોદી એ જ કંપનીનું પ્લેન વાપરે છે, ગુજરાતમાં 3 વર્ષમાં 1600 કરોડનાં જેટ ખરીદાયાં – Ahmedabad News

ગુજરાતના ઉદ્યોગપતિઓમાં ધંધાનો વ્યાપ વધવાની સાથે પ્રાઇવેટ જેટ ખરીદવાનો ટ્રેન્ડ વધતો જાય છે. વર્ષ 2022થી 2024 એમ ત્રણ વર્ષમાં રૂ.1600 કરોડનાં ગુજરાતમાં પીલાટસ, ગ્લોબલ-ચેલેન્જર, ગલ્ફ સ્ટ્રીમ જેવાં 8 પૈકી સાત નવાં લકઝુરિયસ જેટ ખરીદવામાં આવ્યાં છે, જેમાં

.

આ વિમાનની ખાસિયત એ છે કે લંડન, અમેરિકા, કેનેડા પણ જઈ શકે છે. અદાણી જૂથની કર્ણાવતી એવિયેશન કંપનીએ વર્ષ 2022માં ગ્લોબલ 6500 સિરીઝનું 400 કરોડનું જેટ ખરીધ્યા બાદ કંપનીના ટોચના સીઇઓ લેવલના અધિકારીઓ માટે વર્ષ 2023માં પ્રથમ સ્વિસમેડ પીલાટસ જેટ અને બીજું વર્ષ 2024માં ખરીદ્યું છે. આ સિરીઝના કંપનીએ કુલ છ વિમાનનો ઓર્ડર આપ્યો છે, જે પૈકી બેની ડિલિવરી થઈ છે. તમામ જેટ અમદાવાદ એરપોર્ટ ખાતે પાર્ક કરવામાં આવ્યાં છે.

કયું જેટ કયા વર્ષમાં આવ્યું

વર્ષ કંપની સિરીઝ કિંમત (કરોડમાં)
2022 અદાણી ગ્લોબલ 6500 400
2023 અદાણી પીલાટસ 24 100
2023

કેડિલા ફાર્મા.લિના

ગલ્ફ સ્ટ્રીમ – 550 500
2023

પ્રોપવિસ્ટા

PRM-1 90
2024

અદાણી

પીલાટસ 24 100
2024

ઝાયડસ

ચેલેન્જર 650 200
2024

એસ્ટ્રાલ

G150 100
2024 રાજહંસ B200 70

ખાનગી જેટ વધતાં નવાં પાર્કિંગ સ્ટેન્ડ બનાવાયાં
અમદાવાદ એરપોર્ટ પર પણ ખાનગી જેટની સંખ્યા વધતાં નવા પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યાં છે. અનેક ઉદ્યોગપતિઓના અમદાવાદ એરપોર્ટ પર 18 જેટલાં જેટ પાર્ક થઇ રહ્યાં છે, જેમાં સૌથી વધુ આઠ જેટલાં અદાણી જૂથનાં છે. એરપોર્ટ પર નાનાં-મોટાં વિમાનો મળી કુલ 53 પાર્કિંગ સ્ટેન્ડ છે, જે પહેલા ફક્ત 38થી 40 હતાં.

આ કારણોસર પાર્કિંગ અમદાવાદમાં નહીં મળે
ડોમેસ્ટિક ફલાઇટોની સંખ્યા દિન-પ્રતિદિન વધતાં રાત્રિ પાર્કિંગમાં વધારો થઇ રહ્યો છે. આગામી સમયમાં અમદાવાદ ખાતે પ્રાઇવેટ જેટનાં પાર્કિંગ મળવા મુશ્કેલ છે, જેથી વડોદરા, સુરત કે રાજકોટ ખાતે પાર્ક કરવા પડે એવી સ્થિતિ સર્જાશે. જેટના પાર્કિંગ માટે જગ્યા ફાળવવા સુરત ઓથોરિટીને ઇન્કવાઇરી મળી અમદાવાદનું ખાનગીકરણ બાદ પાર્કિગ, ટેકઓફ-લેન્ડિંગ સહિત વિવિધ ચાર્જીસમાં પણ બમણો વધારો થયો છે, સુરત એરપોર્ટ ઓથોરિટીને ઉદ્યોગપતિઓ તરફથી જેટના પાર્કિગ માટે જગ્યા ફાળવવા સાત જેટલી ઇન્કવાઇરી મળી છે, એટલે કે અંદાજ લગાવી શકાય કે આવનારા સમયમાં ગુજરાતમાં જેટની ડિમાન્ડ વધી રહી છે.

બિલિયોનર ગૌતમ અદાણીએ 1000 કરોડનું બોઇંગ જેટ ખરીદ્યું; 737-મેક્સ 8 સિરીઝનું જેટ આગામી ત્રણથી ચાર મહિનામાં અમદાવાદ આવી જશે
બિલિયોનર ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના અંગત વપરાશ માટે 737-મેક્સ 8 સિરીઝનું બોંઇગ વિમાન ખરીદ્યું છે, વિમાનમાં કરોડોના ખર્ચે એકદમ લક્ઝુરિયસ ઇન્ટીરિયર સ્વિટ્ઝર્લેન્ડમાં થઇ રહ્યું છે. આગામી ત્રણ-ચાર મહિનામાં વિમાન તૈયાર થઈને અમદાવાદ એરપોર્ટ પર આવી જશે. આમ, અદાણી ગ્રુપની કર્ણાવતી એવિએશન કંપની બિઝનેસ જેટ ફ્લિટનો બમણો કરશે, હાલમાં કંપની પાસે જુદી જુદી સિરીઝનાં કુલ આઠ જેટ છે. આ સિરીઝનું પ્રાઈવેટ જેટ સૌ પહેલા એસ્સાર કંપનીના માલિક પાસે હતું, હાલમાં ભારત સરકાર પાસે છે, જેનો ઉપયોગ પીએમ મોદી કરે છે અને હવે અદાણીએ આધુનિક ટેક્નોલોજીવાળું લક્ઝુરિયસ પ્રાઇવેટ જેટ વિમાન પણ ખરીદ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!