GUJARAT

રાજકોટ ક્રાઈમ ન્યૂઝ: 10 વર્ષના બાળકનું રાસ ગરબા શીખતાં વખતે હાર્ટ એટેકથી મોત નીપજ્યું, નાનપણથી હૃદયમાં હતું કાણું – Rajkot News


રાજકોટના જીવરાજ પાર્કમાં લક્ષમણ ટાઉનશીપમાં રહેતો પ્રિયન જીજ્ઞેશભાઇ પોકીયા (ઉ.વ.10) ગઇકાલે રાત્રિના 9.15 વાગ્‍યે લક્ષમણ ટાઉનશીપમાં જ બાલાજી ગરબા મંડળમાં રાસ ગરબા શીખવા ગયો હતો ત્‍યાં રમતી વખતે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પ

.

યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત
રાજકોટના ધરમનગર આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતો શ્રીદેવ મહેન્દ્રભાઈ નકુમ (ઉ.વ.18) આજે બપોરે 12 વાગ્યાના આસપાસ પોતાના ઘરે હતો ત્યારે રૂમમાં જઈ પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યા હાજર તેમના પિતાએ રૂમ ખોલતા જ પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા આક્રંદ મચાવ્યો હતો. દરમ્યાન આસપાસના લોકો દોડી આવતા 108ને જાણ કરતા 108ની ટીમે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. મૃતક શ્રીદેવને ધો.12 પાસ કર્યું હતું અને કોલેજમાં એડમીશન લેવાની તેયારી કરતો હતો. મૃતક બે ભાઈમાં મોટો હતો અને તેમના પિતા પ્લબીંગ કામ કરતા હોવાનું સામે આવ્યું છે.

શ્રીદેવ નકુમ

લૂંટારૂ ટોળકીના મુખ્ય સુત્રધારને ઝડપી પાડ્યો
રાજકોટ શહેરમાં ગત 18મીએ સવારના સમયે ત્રણ સવારીમાં બાઇકમાં નીકળી છરી બતાવી પાંચ લૂંટ કરનારી ટોળકીના ત્રણ સાગરીતોને અગાઉ ક્રાઇમ બ્રાંચે પકડી લીધા બાદ મુખ્‍ય સુત્રધાર સમીર ઉર્ફ સમલો અબદુલભાઇ ઠેબા (ઉ.વ.28)ને શહેર SOG પોલીસે ઝડપી પાડ્યો છે. સમીર ઉર્ફ સમલો રીઢા ગુનેગારની છાપ ધરાવે છે અને અગાઉ એ-ડિવીઝન, આજીડેમ, શાપર વેરાવળ, ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનોમાં ચોરી, લૂંટ, મારામારી, દારૂ સહિતના 9 ગુનાઓમાં સંડોવાઇ ચુક્‍યો છે. ગત 18મીએ લૂંટના ત્રણ ગુના બન્‍યા હતાં. જેમાં ત્રણ સવારીમાં ત્રણ શખ્‍સોએ જે તે લોકોને આંતરી છરી બતાવી રોકડ-દાગીના-મોબાઇલ ફોન લૂંટી લીધા હતાં. જે પૈકી એ-ડિવીઝન પોલીસમાં નોંધાયેલા ખેડુત માનસીંગભાઇ ઘોડને લૂંટી લેવાના ગુનામાં સામેલ સમીર ઉર્ફ સમલો સતત ફરાર હતો તેને પકડી લેવાયો છે. અગાઉ ક્રાઇમ બ્રાંચની ટીમે સમીર ઉર્ફ સમલાના સાગ્રીતો ભરત ઉર્ફ ભરતો પોપટભાઇ પરમાર, રમીઝ ઉર્ફ બચ્‍ચો ઇમરાનભાઇ જેસડીયા અને નિલેષ ઉર્ફ ભુરી ઉર્ફ ભુરો ગોપાલભાઇ વાઘેલાને પકડી લઇ રોકડા 4500, સોનાની કડી 12 હજારની અને બાઇક મળી કુલ 66500નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
રાજકોટ શહેરમાં ગાંધીગ્રામ અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનાઓમાં છેલ્લા 2 વર્ષથી ફરાર પ્રશાંત ઉર્ફે પસો કિશોરભાઇ પરમાર (ઉ.વ.30)ને એલસીબી ઝોન 2 ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રશાંત ઉર્ફે પસા વિરૂદ્ધ અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, ભક્તિનગર, બી-ડિવીઝન, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, માલવીયાનગર, એ-ડિવીઝન, પ્રદ્યુમનનગર, અને જિલ્લામાં ભાડલા પોલીસ સ્ટેશન ખાતે દારૂના 9 અને જાહેરનામા ભંગના 3 ગુના નોંધાઇ ચુક્‍યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

15-15 ગુનામાં સંડોવાયેલા બે શખસો પાસામાં ધેકલાયા
મારામારીની ટેવ ધરાવતાં અને અગાઉ 15-15 જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ભગવતીપરાના બે શખસોને પોલીસ કમિશનરે પાસામાં ધકેલી દીધા છે. રાજકોટના ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગર સુખસાગર હોલની સામે રહેતાં સાવન મીઠાભાઇ પરમાર (ઉ.વ.30)ને પાસા હેઠળ વડોદરા અને જયપ્રકાશનગર ચામુંડા કરિયાણા દુકાન વાળી શેરીમાં રહેતાં સલિમ ઉર્ફે સલ્લુબાપુ હનીફશા શાહમદાર (ઉ.વ.34)ને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલી દેવામાં આવ્‍યા છે. સાવન વિરૂધ્‍ધ પ્રદ્યુમનનગર, બી-ડિવીઝન, એ-ડિવીઝનમાં મારામારી, લૂંટ, દારૂ, જાહેરનામા ભંગ, આર્મ્‍સ એક્‍ટ, ચોરી સહિતના 15 ગુના નોંધાઇ ચુક્‍યા છે. જ્‍યારે સલિમ ઉર્ફ સલ્લુબાપુ વિરૂધ્‍ધ બી-ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં મારામારી, લૂંટ, હત્‍યા, હત્‍યાની કોશિષ, દારૂ સહિતના 15 ગુના નોંધાઇ ચુક્‍યા છે. આ બંનેને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અનુસાર બી-ડિવીઝન પોલીસે તૈયાર કરતાં પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ મંજુર કરી હતી.

દારૂની 168 બોટલ સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો
રાજકોટના કુવાડવા રોડ જી.આઇ.ડી.સી. પાસેથી એક શખ્સ દારૂ ભરેલી કાર લઇને નીકળ્‍યો હોવાની ક્રાઇમબ્રાંચ ટિમને બાતમી મળતા કુવાડવા જી.આઇ.ડી.સી. પાસે ઓવરબ્રિજ પરથી કારમાંથી રૂ.57,120 ની કિંમતની દારૂની 168 બોટલ મળી આવતા ચાલક અરબાઝ જાકીરભાઇ શેખ (ઉ.વ.25) ને પકડી લઇ દારૂની 168 બોટલ, મોટરકાર અને એક મોબાઇલ ફોન મળી રૂ.3.64 લાખના મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે ચોરને ઝડપી પાડ્યો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોકકસ બાતમીના આધારે રૈયાધાર વિસ્તારમાં લોખંડના ઢાંકણા અને જાળીઓ વેચવા જઈ રહેલા કાર્તિક કેશવજી સાવલીયા (ઉ.વ.27) ને ઝડપી લઈ 29 કિલોનુ લોખંડનું ઢાંકણુ તેમજ બે જાળી મળી રૂ. 39600નો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં ચોરી કરેલ મુદામાલ તેને ઓરનેટ-વન બિલ્ડીંગમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસની પુછતાછમાં આરોપી ઓરનેટ-વન બિલ્ડીંગમાં ચોથા માળે આવેલ યસ બેંકમાં કોન્ટ્રાકટ બેઈઝમાં નોકરી કરે છે અને દારૂ પીવાની કુટેવ ધરાવતો હોય તેમજ દારૂ પીવા માટેના પૈસા ઘટતા ચોરી કર્યાની પણ કબુલાત આપી હતી.

દૂષ્કર્મના આરોપીના જામીન રદ
રાજકોટ શહેરના બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ગત તારીખ 26મી જાન્યુઆરી 2024ના રોજ ફરિયાદ લખાવી કે, તેની 14 વર્ષની સગીર દીકરીને આરોપી લલચાવી ફોસલાવી લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું છે. પોલીસે આરોપી વીકી રામભાઈ તરેટીયાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો અને આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા પોકસો અદાલતમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટ થયા બાદ આરોપીએ જામીન ઉપર છૂટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર રહેલા અને જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી કે, આરોપી સામે સમાજ વિરોધી ગુનો છે. ભોગ બનનાર સગીરાની ઉંમર માત્ર 14 વર્ષની છે. સગીરાએ તેમના નિવેદનમાં પણ આરોપીએ બળજબરીથી દુષ્કર્મ કર્યું હોવાની હકીકત જણાવી છે. તેથી આરોપીને જામીન આપવા જોઈએ નહીં. તે રજૂઆતને ધ્યાને લઈ સેશન્સ જજ પી.જે. તમાકુવાલાએ જામીન અરજી રદ કરવા હુકમ કર્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!