GUJARAT

રાજકોટ ક્રાઇમ ન્યૂઝ: ધોરણ 10માં અભ્યાસ કરતા બાળકે આજીડેમમાં ઝંપલાવ્યું, પરપ્રાંતીય યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત – Rajkot News

કોઠારીયા સોલ્વન્ટમાં આવેલ ગુલાબનગરમાં રહેતો મૂળ બિહારી સચીન તાલા શાહ (ઉ.વ.15) ગઈકાલે સવારે ઘરેથી નીકળ્યો હતો. બાદમાં સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે આજીડેમ પાસે લાશ તરતી હોવાની સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા

.

પરપ્રાંતીય યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત
કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ નજીક નવી બનતી હોસ્પિટલની બાંધકામ સાઈટમાં કામ કરતા અને મૂળ યુપીના અમિત શોભનાથ રામ (ઉ.વ.18) નામના યુવકે છત્તના લોખંડના એંગલમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લટકી જતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક સાઈટ ઉપર એક વર્ષથી કામ કરતો હતો અને અહીં જ એકલો રહેતો હતો. એકલવાયા જીવનથી કંટાળી પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

નવ પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલી
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પોતાના કાર્યકાળનો પ્રથમ બદલીની યાદી જાહેર કરી તેમાં નવ પોલીસ કર્મચારીઓની અરસપરસ બદલી કરવામાં આવી છે. જેમાં આજીડેમ પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને ટ્રાફીક શાખામાં, કુવાડવા પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI મહમદ હારૂન હૈદર બકસને હેડકવાર્ટરમાં, પ્રનગરમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ દિવ્યાબેનને હેડકવાર્ટરમાં, હેડકવાર્ટરમાં ફરજ બજાવતા ASI કૃપાબેનને સાયબર ક્રાઈમમાં, એલસીબી ઝોન-2માં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ મૌલીક સાવલીયાને પ્રનગરમાં, હેડકવાર્ટરમાં ફરજ બજાવતા રવિભાઈને ગાંધીનગર પોલીસ મથક અને પરેશભાઈને એરપોર્ટ પોલીસ મથકમાં બદલી કરવામાં આવી હતી. જ્યારે મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રિયંકાબાને એ ડીવીઝન અને તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કુલદીપસિંહ પેરોલ ફર્લો સ્કવોડમાં પોતાની માંગણી મુજબ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

દરવાજાની પ્લાય પડતા માસૂમ બાળકનું મોત
અટીકા ફાટક પાસે આવેલા નેહરૂનગર શેરી નં.4 માં રહેતાં ધરમવીર ચૌહાણ કારખાનામાં મજૂરી કામ કરે છે અને તે તેમની પત્ની અને બે માસના પુત્ર ધ્રુવ સાથે રહે છે. તેમની સાથે તેમના સાસુ પણ રહેવાં આવ્યા છે. ગઈકાલે સાંજના સમયે ધરમવીર ભક્તિનગર વિસ્તારમાં ખરીદી કરવા માટે ગયો હતો. તેમની પત્ની પુત્ર ધ્રુવને દરવાજાની પ્લાય ઉભી હતી તેની બાજુમાં સુવડાવી તેને નવડાવવા માટે પાણી ભરવા માટે બહાર ગયાં હતા. તેમજ તેમના સાસુ રસોડામાં કામ કરી રહ્યાં હતા. દરમિયાન અચાનક જ દરવાજા પાસે ઉભી કરેલ દરવાજાની પ્લાય નીચે સુતેલા બાળક પર પડી હતી. જેમાં બાળકને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવારમાં જનાના હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત ન નિવડતાં માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતાં ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. મૃતક બાળકનો પરીવાર મૂળ બિહારનો વતની છે. અહીં થોડા સમયથી તે કામ અર્થે આવી રહેતાં હતાં. એકના એક પુત્રનું મોત નિપજતાં શ્રમિક પરીવારમાં અરેરાટી સાથે કલ્પાંત છવાયો હતો.

યુવકનું અગમ્ય કારણો સરા ગળાફાંસો ખાઈ આપઘાત
ગોકુલધામ મેઈન રોડ ધનંજય ફાઉન્ડ્રીની સામે રહેતાં ક્રિષ્નસિંહ હરદેવસિંહ જાડેજા (ઉ.વ.27) નામનાં યુવકને ગઈ કાલ રાત્રીના આઠેક વાગ્યા આસપાસ પોતાનાં ઘરે અગમ્ય કારણોસર પંખામાં સાળી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ગળાફાંસો ખાઈ લીધેલ હાલાતમાં તેનો મોટો ભાઈ જોઈ જતાં યુવકને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક ત્રણભાઈ અને એક બહેનમાં સૌથી નાનો હતો. યુવક કારખાનામાં મજૂરી કામ કરતો હતો. બનાવની જાણ માલવિયા નગર પોલીસને થતાં તુરંત દોડી ગઈ હતી અને આપઘાતનું ચોકકસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!