GUJARAT

આઉટ બાઉન્ડ ટ્રેનિંગ: કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવાનો માટે 10 દિવસનો આઉટ બાઉન્ડ ટ્રેનિંગ કાર્યક્રમ મનાલી, હિમાચલ પ્રદેશ ખાતે યોજાયો – Kadi News


નેતૃત્વએ પોતાને અને જિંદગીને દોરવાની કળા છે. કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ કાર્યક્રમ એવો કાર્યક્રમ છે. જેમાં પાંચ દિવસના નિવાસી કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ સ્વની સમજ અને સમાજ માટેની નિસ્બત કેળવે છે. એ થકી તેઓ કેટલાંક સમાજસેવાના પ્રોજેક્

.

શિખવાની આખી પ્રક્રિયા, મુસાફરી દરમિયાન પરસ્પર સંવાદ, વ્યાખાન અને મનાલીમાં વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ જેમાં ટ્રેકિંગ, યોગ, કસરત, રોક કલાઇમબિંગ, રેપલિંગ, કેમ્પ ફાયર, ઝીપલાઈનના માધ્યમથી કરવામાં આવી હતી. યુવાનોને નેતૃત્વની તાલીમ સાથે વિવિધ ઐતિહાસિક અને પવિત્ર સ્થળોની જેમાં વશિષ્ઠ કુંડ, જોગીની ધોધ, મનુ ટેમ્પલ, હડીમ્બા ટેમ્પલ, જૂનું મનાલી વગેરેની મુલાકાત પણ કરાવાઈ હતી. આમ સમગ્ર કાર્યક્રમ બૌદ્ધિક તેમજ અનુભવાત્મક રહ્યો. કાર્યક્રમના છેલ્લા દિવસે યુવાનો દ્વારા 14,500 ફીટ ઊંચાઈ પર આવેલ ભૃગુ તળાવ સુધી પહોંચવાની સિદ્ધિ પ્રાપ્ત કરતા ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ કડી સર્વ વિદ્યાલયના, પ્રેસિડેન્ટ અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળના, ચેરમેન વલ્લભ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી યોજાયો જેમાં નિષ્ણાંત મેનેજમેન્ટ ટ્રેનર સુરેશ પટેલ દ્વારા ચલાવવામાં આવ્યો, કેમ્પિંગ સેવાઓ દીપક ગોહિલ (રોક ઝોન), અશોક ઠાકુર અને તેમની ટીમ દ્વારા પૂરી પાડવામાં આવી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલનથી સમાપન સુધીની તમામ જવાબદારીઓ ડૉ.ધર્મેન્દ્ર પટેલ, ડૉ.ભ્રાંતવ વોરા અને રાહુલ સુખડીયા દ્વારા નિભાવવામાં આવી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!