GUJARAT

ગુડ્સ ટ્રેનના ડબ્બા ખરી પડ્યા: ગોધરા-ટીમ્બા રોડ ઉપર ગુડ્સ ટ્રેનના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા; તંત્ર દોડતું થયું – Halol News


ગોધરાના ટીંબા રેલવે સ્ટેશન નજીક આવેલા વન્ડર સિમેન્ટ કંપનીમાં સિમેન્ટનો જથ્થો ખાલી કરવા માટે રેલવે વિભાગ દ્વારા માલ ગાડી મૂકવામાં આવી હતી પરંતુ આ વંડર સિમેન્ટ સાઈડિંગ દ્વારા માલગાડી રેકનું પ્રોટેક્શન કરવામાં આવ્યું ન હતું, જેના કારણે એન્જિનિયર વગર 13

.

પ્રત્યક્ષોના જણાવ્યા મુજબ, માલગાડી 80ની ગતિએ ઊંઘી આવી અને ટીંબા રેલવે ફાટક નજીક આવતા 9 જેટલાં માલગાડીના ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. તેજ ગતિએ માલગાડી રેક બેક આવતા માલગાડીના ડબ્બા OHE પોલ અને સિગ્નલ સાથે ધડાકાભેર અથડાતા હતા, જેના કારણે હાઈ ટેન્શન વીજ પોલ અને સિગ્નલ પોલ તૂટી જવા પામ્યા હતા. વીજ પોલ પડવાની સાથે હાઈ ટેન્શન વીજ કેબલ પણ તૂટી પડ્યા હતા. એન્જિન વગર 13 ડબ્બા સાથે માલગાડી 5 કિલોમીટર સુધી રિવર્સ આવતા સ્થાનિક લોકોના જીવ પડીકે બંધાયા હતા, સદનસીબે માલગાડી ટીંબા ફાટક પાસે આવીને રોકાઈ જતા મોટી જાનહાની ટળી હતી.

ઘટના લૂપ લાઈન ટ્રેક ઉપર બનવા પામી હતી, જેના કારણે ટ્રેન વ્યવહારને કોઈ અસર થવા પામી ન હતી. બનાવને પગલે રેલવેના AEN, CSI, RPF, સિગ્નલ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારી સહિત રેસ્ક્યૂની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે આ ઘટના કયા કારણોસર બની તે જાણી શકાયુ ન હતું, પરંતુ રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ વન્ડર સિમેન્ટ કંપની રેકને પ્રોટેક્શન કરવામાં આવ્યું ન હોવાને કારણે માલગાડીના ડબ્બા સાથેની આખી રેક બેક આવી અને અકસ્માત સર્જાયો હોઈ શકે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!